January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૬.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૬૭૪.૨૫ સામે ૭૮૭૫૮.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૪૬૭.૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૨૮.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૫૬૮.૯૩ ઉછાળા સાથે ૭૯૨૪૩.૧૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૯૭૨.૫૦ સામે ૨૩૯૫૩.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૮૯૯.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૧.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૨.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૦૫.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક તેજી સાથે સતત નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે.ભારતીય શેરબજારમાં તેજીનો મોહોલ સપ્તાહના બીજા દિવસે પણ જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી સળંગ બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ ૭૯૩૯૬.૦૩ પોઈન્ટ ની ઐતિહાસિક ટોચે જયારે નિફ્ટી ફ્યુચર ૨૪૧૨૧.૧૦ ની રેકોર્ડ ટોચ પોઈન્ટ ઉછળી બંધ રહયું,બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૨૨૧.૦૦ રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ ઉછળી બંધ રહયું હતું.

ગુરુવારના ટ્રેડિંગમાં, નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને ઓટો સાથે, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં પણ થોડો વધારો નોંધાયો હતો.નિફ્ટી ફાર્મા, નિફ્ટી બેન્ક અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ નબળાઈ પર બંધ થયા છે.ટેલીકોમ શેરોમાં તેજીના તોફાન સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરોમાં સતત ખરીદીનું પણ બજારને  પીઠબળ મળ્યું  હતું.જ્યારે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે આ વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી જાહેરાત થવાની અપેક્ષાએ અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના સિમેન્ટ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.

શુક્રવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં જેકે અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ,ઈન્ફોસીસ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ,રિલાયન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,લ્યુપીન,સિપ્લા, અશોક લેલેન્ડ, એચડીએફસી બેંક, અશોકા બિલ્ડકોન, એશિયન પેઇન્ટ્સ,ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ, રૂટ મોબાઈલ, ઈન્ડિયા સિમેન્ટ્સ, મઝગાંવ ડોક, વ્હર્લપૂલ ઈન્ડિયા જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે.જયારે ટાટા કેમિકલ,ટીવીએસ મોટર,તોર્રેન્ટ ફાર્મા,હેવેલ્લ્સ,સન ફાર્મા,લાર્સેન,રેલ વિકાસ નિગમ લિમિટેડ, દીપક ફર્ટિલાઇઝર,આર્ચીન કેમિકલ,કોલ ઈન્ડિયા, ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન, કન્ટેનર કોર્પોરેશન અને એનટીપીસીના શેર નબળાઈ પર બંધ થયા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૮ અને વધનારની સંખ્યા ૧૫૧૦ રહી હતી,  ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,ચાલુ કેલેન્ડર વર્ષ શેરબજાર માટે બુલિશ રહ્યું છે.લોકસભા ચૂંટણીના પરિણામો વખતે નોંધાયેલા મોટા કડાકા બાદ સેન્સેક્સ માત્ર ૧૬ ટ્રેડિંગ સેશનમાં જ ૬૯૬૪.૮૬ પોઈન્ટ ઉછળ્યો છે. જૂન મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. મોદી સરકાર ૩.૦ ફુલફોર્મમાં કાર્યરત થઈ જઈ આર્થિક નીતિઓને આગળ વધારવાના નિર્ધાર સાથે એક પછી એક નિર્ણયો લઈ રહી છે.અત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બનવા લાગ્યા છતાં આગામી દિવસોમાં લોકલ ફંડોના સંભવિત પ્રોફિટ બુકિંગે અને બજેટ પૂર્વે સાવચેત બની જનારો મોટો વર્ગ શકય છે કે બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે.બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હવે બજેટ ફીવરમાં બજારમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હોઈ બજારમાં આગામી દિવસોમાં ઊંચા મથાળે વિક્રમી તેજીને વિરામ આપવામાં આવે એવી શકયતા રહેશે. બજેટની કવાયત વચ્ચે ચોમાસાની પ્રગતિ હાલ તુરત ધીમી રહેતાં અને દેશ, દુનિયામાં હિટવેવની આગામી દિવસો, વર્ષમાં કૃષિ પાક પર કેટલી અને કેવી માઠી અસર પડી શકે છે, એના અનુમાનોને લઈ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેથી વૈશ્વિક અસરોની સાથે ભારતમાં ચોમાસું હવે સામાન્યથી સારૂ રહેશે કે પછી નબળું પડશે એના અંદાજો-અનુમાનો પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!