July 3, 2024

+91 99390 80808

July 3, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૬.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૦૫૩.૫૨ સામે ૭૮૦૯૪.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૯૪૫.૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૨૮.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૬૨૦.૭૩ ઉછાળા સાથે ૭૮૬૭૪.૨૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૭૩૧.૨૫ સામે ૨૩૭૩૧.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૬૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૦.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૮૬૨.૧૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતના આર્થિક વિકાસમાં વિદેશી રોકાણકારોના પુન:વિશ્વાસ અને ઘર આંગણે એનડીએ સરકાર દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાના નિર્ધારે સ્થાનિક રિટેલ રોકાણકારો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની શેરોમાં સતત ધૂમ ખરીદીના જોરે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કથિત ફ્રન્ટ રનીંગ મામલે સેબી તપાસ અને ચોમાસાના વિલંબના નેગેટીવ પરિબળોને અવગણી બજારે વિક્રમી તેજીની ફરી દોટ મૂકી હતી.ભારતીય શેરબજાર ગઈકાલે પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા બાદ સુધારાનો સિલસિલો જાળવી રાખી આગેકૂચ કરી રહ્યા છે.ભારતીય શેરબજારમાં બે દિવસ સતત વોલેટિલિટીમાં શુષ્ક માહોલ રહ્યા બાદ ફરી પાછો આકર્ષક ઉછાળો નોંધાયો છે.સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં ઘણા  શેરોમાં નરમાઈ જોવાઈ હતી. 

ભારતીય શેરબજારમાં તેજીનો મોહોલ સપ્તાહના બીજા દિવસે પણ જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી સળંગ બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. રોકાણકારોની મૂડીમાં રૂ. ૧.૪૦ લાખ કરોડ વધી છે.સેન્સેક્સ ૬૮૦ પોઈન્ટ ઉછળી ૭૮૭૫૯.૪૦ ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ ૭૮૬૭૪.૨૫ ના લેવલે ૬૨૦.૭૩ પોઈન્ટ ઉછાળા બંધ થયું હતું. નિફ્ટી ફ્યુચર ૨૩૯૦૬.૮૦ ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ ૨૩૮૬૨.૧૦ પર ૧૩૦.૮૫ પોઈન્ટ ઉછળી બંધ રહયું. બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૯૯૦ ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ ૫૨૮૮૦.૫૦ પર ૨૫૩.૬૫ પોઈન્ટ ઉછળી બંધ રહયું.બીએસઈ માર્કેટ કેપ ૪૩૭.૨૯ લાખ કરોડ સાથે ઓલટાઈમ હાઈ થઈ હતી.

જ્યારે ૨૦ શેર્સ વાર્ષિક તળિયે પહોંચ્યા છે.૨૫૫ શેર્સમાં અપર સર્કિટ અને ૧૬૯ શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૧૪%,રિલાયન્સ ૪.૧૫%,સન ફાર્મા,લ્યુપીન,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,ઈન્ડસઈન્ડ બેન્ક,હિન્દુસ્તાન યુનિલીવર,ટાટા કોમ્યુનિકેશન ઉછાળા સાથે બંધ રહયા હતા. છેલ્લા કેટલાક દિવસથી નવી રેકોર્ડ ટોચ બનાવ્યા બાદ મેટલ, ઓટો, રિયાલ્ટી, હેલ્થકેર સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે.ઈન્ડીગો,ઈન્ફોસીસ,સિપ્લા,ટાટા કેમિકલ,બજાજ ઓટો ,ટીવીએસ મોટર,આઈશર મોટર્સ ,મેટલ ઈન્ડેક્સમાં વેદાંતા,એનએમડીસી,ટાટા સ્ટીલ,અને હિન્દાલ્કો ઘટાડા સાથે ટોપ લૂઝર્સ છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૬૦ અને વધનારની સંખ્યા ૧૯૨૨ રહી હતી,  ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હવે બજેટ ફીવરમાં બજારમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હોઈ બજારમાં આગામી દિવસોમાં ઊંચા મથાળે વિક્રમી તેજીને વિરામ આપવામાં આવે એવી શકયતા રહેશે. બજેટની કવાયત વચ્ચે ચોમાસાની પ્રગતિ હાલ તુરત ધીમી રહેતાં અને દેશ, દુનિયામાં હિટવેવની આગામી દિવસો, વર્ષમાં કૃષિ પાક પર કેટલી અને કેવી માઠી અસર પડી શકે છે, એના અનુમાનોને લઈ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેથી વૈશ્વિક અસરોની સાથે ભારતમાં ચોમાસું હવે સામાન્યથી સારૂ રહેશે કે પછી નબળું પડશે એના અંદાજો-અનુમાનો પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. મોદી સરકાર ૩.૦ ફુલફોર્મમાં કાર્યરત થઈ જઈ આર્થિક નીતિઓને આગળ વધારવાના નિર્ધાર સાથે એક પછી એક નિર્ણયો લઈ રહી છે..અત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બનવા લાગ્યા છતાં આગામી દિવસોમાં લોકલ ફંડોના સંભવિત પ્રોફિટ બુકિંગે અને બજેટ પૂર્વે સાવચેત બની જનારો મોટો વર્ગ શકય છે કે બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે. જેથી નવી મોટી ખરીદીમાં આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. આ સાથે જીઓપોલિટીકલ પરિબળ રશીયાની નોર્થ કોરિયા, વિયેતનામ સાથે વધતી નિકટતા અને યુક્રેનને શસ્ત્રો આપવા મામલે દક્ષિણ કોરિયાનો ચીમકીને લઈ વિકટ પરિસ્થિતિ સર્જાવાના સંજોગોમાં તેજીનું સેન્ટીમેન્ટ ડહોળાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

T D POWER

GENUS POWER INFRA

SUNFLAG IRON & STEEL

GREAVES COTTON

error: Content is protected !!