July 3, 2024

+91 99390 80808

July 3, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૬.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૩૪૧.૦૮ સામે ૭૭૫૨૯.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૪૫૯.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૦૫.૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૭૧૨.૪૪ ઉછાળા સાથે ૭૮૦૫૩.૫૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૫૪૩.૨૦ સામે ૨૩૫૬૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૫૫૦.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૫.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૧.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૩૫.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચાલુ સપ્તાહના બીજા કારોબારી દિવસે, શેરબજાર બમ્પર નોટ પર સમાપ્ત થયું.ભારતીય શેરબજાર ગઈકાલે પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા બાદ સુધારાનો સિલસિલો જાળવી રાખી આગેકૂચ કરી રહ્યા છે.ભારતીય શેરબજારમાં બે દિવસ સતત વોલેટિલિટીમાં શુષ્ક માહોલ રહ્યા બાદ ફરી પાછો આકર્ષક ઉછાળો નોંધાયો છે. સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે.બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોમાં તેજીના સથવારે સેન્સેક્સ, નિફ્ટી સહિત બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝનો ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ થયો છે.શેરોમાં આકર્ષક તેજીના પગલે સન્સેક્સ ૭૮૧૬૪.૭૧ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો છે.નિફ્ટી ફ્યુચરએ પણ ૨૩૭૪૬.૧૦ ની સપાટી વટાવી ૨૩૭૩૫.૦૦ બંધ થયો છે.બેન્ક નિફ્ટી ફ્યુચર પણ ૫૨૭૧૮.૨૫ ઉછાળો નોંધાવીને ૫૨૬૪૪.૩૫ બંધ થયો છે.બીએસઈ ખાતે ૨૯૯ શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે ૨૯૩ શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા.બીએસઈ માર્કેટ કેપ ૪૩૫.૮૨ લાખ કરોડ થયુ હતું.

નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝે પણ ૧.૫૧% ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચ બનાવી છે.એક્સિસ બેન્ક ૨.૬૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૨૮% અને એચડીએફસી બેન્ક ૨.૨૫%, તથા એસબીઆઈનો શેર ૧.૫૦% ઉછળ્યો છે.સ્મોલકેપ, ટેલિકોમ્યુનિકેશન્સ, બેન્કેક્સ ઈન્ડેક્સ નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જ્યારે બીજી બાજુ મીડકેપ શેર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. રિયાલ્ટી, ઓટો, એફએમસીજી શેર્સમાં પણ વેચવાલીનું પ્રેશર વધ્યું છે. મિડકેપ ઈન્ડેક્સ ૦.૩૧%  ઘટાડે ૪૫૯૯૪.૮૬ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, અમરા રાજા બેટરીઝમાં ૨૦%નો વધારો નોંધાયો હતો. અમરા રાજા બેટરી અને એક્સિસ બેંકના શેર ૫૨ સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. ક્રાફ્ટ્સમેન ઓટોમેશન ૧૫% ના વધારા સાથે બંધ થયું. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સના શેર ૧૦.૫% ના વધારા સાથે બંધ થયા હતા. રિલાયન્સ ,બાટા ઇન્ડિયા,રેમન્ડ, એલઆઈસી હાઉસિંગ, વેલસ્પન કોર્પ અને વેસ્ટસાઇડ ડેવલપર,લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક, અશોક લેલેન્ડ, એચસીએલ ટેક અને ટીસીએસના શેરમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો,જયારે બીજી બાજુ અદાણી પોર્ટ્સ,સિપ્લા,લ્યુપીન,હેપીએસ્ટ માઈન્ડ, રૂટ મોબાઈલ, રેલટેલ, માઈક્રોટેક ડેવલપર્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ,ઓબેરોય રિયલ્ટી,ઓએનજીસી, જેકે પેપર,એશિયન પેઇન્ટ્સ, ટેક્સમેકો રેલ અને પાવર ગ્રીડના, બોમ્બે બર્માના શેરમાં નબળાઈ નોંધાઈ હતી.પીએસયુ કંપનીઓના શેર વિશે વાત કરીએ તો, કોચીન શિપયાર્ડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ટીટાગઢ રેલ, મઝગાંવ ડોક, ગેઇલ અને કન્ટેનર કોર્પોરેશનના શેર વધ્યા હતા જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભેલ, ભારત ડાયનેમિક્સ, કોલ શેર્સ. પાવર ગ્રીડ, લિમિટેડ, રેલ વિકાસ નિગમએ ઘટાડો નોંધાવ્યો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૭૫ અને વધનારની સંખ્યા ૧૮૦૮ રહી હતી,  ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, હવે બજેટ ફીવરમાં બજારમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હોઈ બજારમાં આગામી દિવસોમાં ઊંચા મથાળે વિક્રમી તેજીને વિરામ આપવામાં આવે એવી શકયતા રહેશે. બજેટની કવાયત વચ્ચે ચોમાસાની પ્રગતિ હાલ તુરત ધીમી રહેતાં અને દેશ, દુનિયામાં હિટવેવની આગામી દિવસો, વર્ષમાં કૃષિ પાક પર કેટલી અને કેવી માઠી અસર પડી શકે છે, એના અનુમાનોને લઈ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેથી વૈશ્વિક અસરોની સાથે ભારતમાં ચોમાસું હવે સામાન્યથી સારૂ રહેશે કે પછી નબળું પડશે એના અંદાજો-અનુમાનો પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. મોદી સરકાર ૩.૦ ફુલફોર્મમાં કાર્યરત થઈ જઈ આર્થિક નીતિઓને આગળ વધારવાના નિર્ધાર સાથે એક પછી એક નિર્ણયો લઈ રહી છે. બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.અત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બનવા લાગ્યા છતાં આગામી દિવસોમાં લોકલ ફંડોના સંભવિત પ્રોફિટ બુકિંગે અને બજેટ પૂર્વે સાવચેત બની જનારો મોટો વર્ગ શકય છે કે બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે. જેથી નવી મોટી ખરીદીમાં આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. આ સાથે જીઓપોલિટીકલ પરિબળ રશીયાની નોર્થ કોરિયા, વિયેતનામ સાથે વધતી નિકટતા અને યુક્રેનને શસ્ત્રો આપવા મામલે દક્ષિણ કોરિયાનો ચીમકીને લઈ વિકટ પરિસ્થિતિ સર્જાવાના સંજોગોમાં તેજીનું સેન્ટીમેન્ટ ડહોળાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

T D POWER

GENUS POWER INFRA

SUNFLAG IRON & STEEL

GREAVES COTTON

error: Content is protected !!