January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૬.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૨૦૯.૯૦ સામે ૭૬૮૮૫.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૭૪૫.૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૭૭.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૧૩૧.૧૮ ઉછાળા સાથે ૭૭૩૪૧.૦૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૪૮૭.૩૦ સામે ૨૩૩૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૩૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૦.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૫૫.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે દિવસભરના ઉતાર-ચઢાવ બાદ તેજી જોવા મળી હતી.સેન્સેક્સ ૧૩૨ પોઈન્ટના વધારા સાથે ૭૭૩૪૧ પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૫૫૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૭૯૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સના ટોપ લોઝર્સની યાદીમાં સામેલ હતા નિફ્ટી ઓટો ઈન્ડેક્સ ૦૧ ટકાથી વધુની મજબૂતાઈ સાથે બંધ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત રહી વધી રહ્યા હોઈ ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ રેકોર્ડ તેજી સાથે ફરી એ ગુ્રપ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો થયો હતો.

ફ્રાંસમાં રાજકીય હલચલે યુરોમાં ખાનગી ક્ષેત્રે બિઝનેસ પ્રવૃતિમાં રિકવરી અટક્યાના અહેવાલ અને હવે વિયેતમનામની રશિયન પ્રમુખ પુતિનની મુલાકાત અને નોર્થ કોરિયા મામલે અમેરિકા સાથે ઘર્ષણ વધવાના અને જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં મોટા ઘટાડા જોવા માળિયા હતા.

સોમવારે શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા, પરંતુ ગાર્ડન રીચ શિપ બિલ્ડરનો શેર લગભગ ૮% વધીને રૂ.૧૭૭૦ના સ્તરની નજીક પહોંચી ગયો હતો. રેલટેલ કોર્પોરેશનનો શેર ૪% ના ઉછાળે જોવાયો હતો.સોમવારે ગ્રાસીમ,ઈન્ડીગો,લ્યુપીન,પેપર લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અશોક લેલેન્ડ, એશિયન પેઈન્ટ્સ, ઓએનજીસી, ટીસીએસ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ગેઇલ ઇન્ડિયા, કોલ ઇન્ડિયા, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ, પાવર ગ્રીડ, વેસ્ટ કોસ્ટ પેપર, મઝગાંવ ડોક, ટીટાગઢ રેલ, રેલ વિકાસ નિગમ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારત ડાયનેમિક્સ, ટેક્સ મેકો રેલ અને કોચીન શિપયાર્ડના ના શેર સોમવારે વધ્યા હતા,જ્યારે લાર્સન, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ફોસિસ,એક્સીસ બેન્ક, વિપ્રો,અદાણી પોર્ટસ,ટાટા કેમિકલ,જીન્દાલ સ્ટીલ,સન ટીવી અને એચસીએલ ટેકના શેર નબળાઈ પર બંધ થયા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૦ અને વધનારની સંખ્યા ૨૧૦૭ રહી હતી,  ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મોદી સરકાર ૩.૦ ફુલફોર્મમાં કાર્યરત થઈ જઈ આર્થિક નીતિઓને આગળ વધારવાના નિર્ધાર સાથે એક પછી એક નિર્ણયો લઈ રહી છે. બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હવે બજેટ ફીવરમાં બજારમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હોઈ બજારમાં આગામી દિવસોમાં ઊંચા મથાળે વિક્રમી તેજીને વિરામ આપવામાં આવે એવી શકયતા રહેશે. બજેટની કવાયત વચ્ચે ચોમાસાની પ્રગતિ હાલ તુરત ધીમી રહેતાં અને દેશ, દુનિયામાં હિટવેવની આગામી દિવસો, વર્ષમાં કૃષિ પાક પર કેટલી અને કેવી માઠી અસર પડી શકે છે, એના અનુમાનોને લઈ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેથી વૈશ્વિક અસરોની સાથે ભારતમાં ચોમાસું હવે સામાન્યથી સારૂ રહેશે કે પછી નબળું પડશે એના અંદાજો-અનુમાનો પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. અત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બનવા લાગ્યા છતાં આગામી દિવસોમાં લોકલ ફંડોના સંભવિત પ્રોફિટ બુકિંગે અને બજેટ પૂર્વે સાવચેત બની જનારો મોટો વર્ગ શકય છે કે બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે. જેથી નવી મોટી ખરીદીમાં આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. આ સાથે જીઓપોલિટીકલ પરિબળ રશીયાની નોર્થ કોરિયા, વિયેતનામ સાથે વધતી નિકટતા અને યુક્રેનને શસ્ત્રો આપવા મામલે દક્ષિણ કોરિયાનો ચીમકીને લઈ વિકટ પરિસ્થિતિ સર્જાવાના સંજોગોમાં તેજીનું સેન્ટીમેન્ટ ડહોળાઈ શકે છે. અલબત હાલ તુરત પ્રમુખ પરિબળ બજેટની જોગવાઈઓ પર નજર અને ચોમાસાની પ્રગતિ રહેશે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!