January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડઅર્થતંત્રનાં બુસ્ટર ડોઝ તરીકે એનડીએ સરકારના સર્વાંગી વિકાસ લક્ષી પ્રથમ બજેટ પર...

અર્થતંત્રનાં બુસ્ટર ડોઝ તરીકે એનડીએ સરકારના સર્વાંગી વિકાસ લક્ષી પ્રથમ બજેટ પર સૌની નજર….!!!

મિત્રો,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએ સરકારની ત્રીજી ઈનિંગ શરૂ થઈ જવાની સાથે પાછલા વસોમાં ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની વાપસીએ થયેલા નેટ રોકાણ થકી સેન્સેક્સ, નિફટીએ નવી ઐતિહાસિક ઊંચાઈને આંબી છે.

સેન્સેક્સ અંદાજીત ૭૭૮૫૧ પોઈન્ટ જયારે નિફ્ટી ફ્યુચર ૨૩૬૬૯ પોઈન્ટની ઐતિહાસિક સપાટી ઉપર ટ્રેડ થયાં હતાં સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચર પણ  ૫૧૮૮૫ પોઈન્ટ આસપાસ ઐતિહાસિક ટોચે પહોંચી હતી.

તારીખ ૦૪ જુને લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો એક્ઝિટ પોલ ને ખોટાં સાબિત કરી બજારની અપેક્ષા કરતાં વિપરિત જાહેર થતાં શેરબજારને મોટો આચંકો લાગ્યો અને ભારતીય શેરબજારમાં અંદાજીત ૬૫૦૦ પોઈન્ટના અકલ્પ્ય કડાકા સાથે રોકાણકારોની મૂડી એક જ દિવસમાં અંદાજીત ૪૬ લાખ કરોડ ધોવાઈ હતી.

લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારે રસાકસી વચ્ચે શેરબજારમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી હતી પરંતુ જેની ભરપાઈ થતાં માત્ર પાંચ ટ્રેડિંગ સેશન લાગ્યા છે અને આ પાંચ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડી અંદાજીત ૩૨ લાખ કરોડ  વધી છે.

લાર્જ કેપ સાથે સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ  સળંગ ૫ દિવસ અંદાજીત ૫૦૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ઓલટાઈમ  સપાટી બનાવી ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસીએ તેની ત્રિદિવસીય બેઠકના અંતે સળંગ આઠમા મહિને વ્યાજ દરો યથાવત રાખી રેપો રેટ ૬.૫%ના સ્તરે જાળવી રાખવા નિર્ણય લીધો છે જે બજાર માટે ઈંધણ પુરવાર થયું. આરબીઆઈએ એમપીસી બેઠકમાં ઈંધણના ઘટતાં ભાવોની નોંધ લીધી હોવા છતાં રેપો રેટ હાલપૂરતા જાળવી રાખવા કમિટીના ૪ સભ્યોએ સમર્થન આપ્યું છે. કારણકે, વૈશ્વિક સ્તરે ક્રાઈસિસનું જોખમ જારી છે. જેથી કોઈ નવા પડકારોનો સામનો કરવા માટે રેપો રેટ જાળવી રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. 

રિઝર્વ બેન્કે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે તેનો રિઅલ GDP ગ્રોથ અંદાજ અગાઉના ૭%ના સ્તરથી વધારી ૭.૨% કર્યો છે.અગાઉ આરબીઆઈએ ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપોરેટમાં વધારો કર્યો હતો.

ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે ખાદ્ય વસ્તુઓ અને મેન્યુફેકચર્ડ વસ્તુઓના ભાવ વધવાને કારણે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૬૧% રહ્યેો છે જે ૧૫ મહિનાની ઉંચી સપાટી છે.ઉલ્લેખનીય છે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો છેલ્લા ત્રણ મહિનાથી સળંગ વધી રહ્યો છે. એપ્રિલ, ૨૦૨૪માં જથ્થાબંધ ફુગાવો ૧.૨૬% હતો. મે, ૨૦૨૩માં જથ્થાબંધ ફુગાવો માઇનસ ૩.૬૧% હતો. ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ખનીજ તેલ સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે મે, ૨૦૨૪માં જથ્થાબંધ ફુગાવામાં વધારો થયો છે.મે, ૨૦૨૪નો જથ્થાબંધ ફુગાવો ૧૫ મહિનાની ટોચે છે.આ અગાઉ ફેબુ્રઆરી, ૨૦૨૩માં જથ્થાબંધ ફુગાવો ૩.૮૫% હતો. મે મહિનામાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો ૯.૮૨% રહ્યો છ જે ૧૦ મહિનાની ટોચે છે.મે, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૪.૭૫% રહ્યો છે. જે એક મહિનાની નીચલી સપાટી છે.

ફોરેકસ રિઝર્વમાં ૪.૮૦ અબજ ડોલરનો વધારો થઈને તે ૬૫૧.૫૦ અબજ ડોલર પર પહોંચ્યું હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસના બેઠકના અંતે જણાવ્યું હતું. ૨૪મી મેના સપ્તાહમાં રિઝર્વ બે અબજ ડોલર ઘટી ૬૪૬.૬૭ અબજ ડોલર રહ્યું હતું. ભારતના બહારી ક્ષેત્ર સ્થિતિસ્થાપક જળવાઈ રહ્યા છે અને બહારી મુખ્ય નબળાઈઓના નિર્દેશાંકો સ્થિતિ સુધરી રહ્યાના સંકેત આપે છે.

યુએસ ફેડરલ રિઝર્વે પણ ભારતની સેન્ટ્રલ બેંક આરબીઆઈની જેમ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે યુએસ ફેડ દ્વારા ચાલુ વર્ષે માત્ર એક જ વાર પોલિસી રેમાં કાપ મૂકવાની શક્યતાના સંકેત અપાયા હતા. યુએસ ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવું પણ સૂચવવામાં આવ્યું છે કે દરમાં ઘટાડો આ વર્ષમાં માત્ર એક જ વાર અપેક્ષિત છે.

માર્કેટ આઉટલૂક

કેન્દ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ફરી ભાજપના નેતૃત્વમાં એનડીએની બહુમતી સાથેની સ્થિર સરકાર રચાવાના સંજોગોમાં સત્તારૂઢ થયા બાદ હવે NDA સરકારનાં કેન્દ્રિય બજેટ પર ફોક્સ અને આર્થિક વિકાસને ઝડપી આગળ વધારવા પ્રોત્સાહનો, તેમજ પગલાં અપેક્ષિત હોઈ ફંડોની શેરોમાં ખરીદી જળવાતાં નિફટી બેઝડ બજારે નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો.ચૂંટણી પરિણામ અને ત્યાર બાદ ચોમાસાના પોઝિટીવ પરિબળે શકય છે કે આંચકા પચાવીને બજાર ફરી તેજીના પંથે સવાર થાય.

આગામી દિવસોમાં એનડીએ સરકારની મહત્ત્વના ૧૦૦ દિવસની કામગીરી પર અને આગામી યોજનાઓ ભારતીય શેરબજારની નજર રહેશે.

ફેડ પોલિસીની જાહેરાત બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દિલ્હીથી લઈને વોશિંગ્ટન સુધી દરેક લોકો મોંઘવારી સામેની લડાઈ ચાલુ રાખવા માંગે છે.યુએસ ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.તાજેતરના મહિનાઓમાં ફુગાવો સતત ઘટી રહ્યો છે, પરંતુ સંકેત આપ્યો છે કે તેઓ આ વર્ષે માત્ર એક જ વાર તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખે છે.

ચાલુ વર્ષે વરસાદ સામાન્યથી સારી રહેવાની આગાહીએ ચોમાસું સફળ રહેવાના સંજોગોમાં કૃષિ ક્ષેત્રે મજબૂત વિકાસ થકી અન્ન ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ મળવાની અપેક્ષાએ આર્થિક વિકાસને વેગ મળી શકે છે.

કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ૨૨જૂનના રોજ પ્રથમ બેઠક મળી રહી છે.૨૨ જૂનની બેઠક નવી દિલ્હી ખાતે મળી રહી છે.જૂનની બેઠક એ કાઉન્સિલની ૫૩મી બેઠક હશે અને તે નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં યોજાશે.બેઠકમાં જીએસટીના દરમાં વ્યવહારિકતા લાવવા, ફરજપાલનના પગલાં ઉપરાંત અન્ય સુધારા બાબત ચર્ચા થવાની શકયતા છે.૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી મળી રહ્યું છે ,ત્યારે સત્ર પહેલા જ કાઉન્સિલની બેઠક મળી રહી છે  તેમાં જે રાજ્યોમાં એનડીએની સરકાર નથી તે રાજ્યોના નાણાં પ્રધાન કેવું વલણ ધરાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

આમ, સાનુકૂળ / પ્રતિકૂળ પરિબળો વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક પ્રત્યાઘાતી ઘટાડે નવી ખરીદી રોકાણકારોને આકર્ષિત કરી શકે છે.

આગામી દિવસોમાં અર્થતંત્ર બુસ્ટર ડોઝ તરીકે એનડીએ સરકારના સર્વાંગી વિકાસ લક્ષી બજેટની અપેક્ષા રહેશે…!!!

નવી ખરીદી માટે રોકાણકારોએ ફન્ડામેન્ટલ તેમજ ડીવીડન્ડપેઈડ અને બોનસ આપનારી કંપનીઓમાં સાવચેતીપૂર્વક તબક્કાવાર રોકાણ કરવું હિતાવહ છે અને ડેરિવેટિવ્ઝ ટ્રેડરોએ ખાસ સ્ટોપલોસના ચુસ્ત પાલન સાથે ટ્રેડ કરવાં, બાકી મારાં અંગત અનુભવે – તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!! બરાબર ને…!!!

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!