રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૬.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૮૧૦.૯૦ સામે ૭૬૯૧૨.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૫૪૯.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૨.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૧૮૧.૮૭ ઉછાળા સાથે ૭૬૯૯૨.૭૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૩૯૯.૨૫ સામે ૨૩૪૨૧.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૫૦.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૯.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૫૭.૧૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
શુક્રવારે શેરબજારનો કારોબાર તેજી સાથે સમાપ્ત થયો હતો.એક વાર ફરી સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા.બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યો છે. છેદિવસના કામકાજ દરમિયાન બીએસઇ સેન્સેક્સે ૭૭૦૦૦ની સપાટી વટાવી હતી જ્યારે નિફ્ટી ફ્યુચરએ ૨૩૫૦૦ની સપાટી વટાવાની નજીક ૨૩૪૮૯ પોઈન્ટ ઉછાળો જોવાયો. અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદર મામલે હોકિશ વલણ દર્શાવ્યું હોવા છતાં ઈક્વિટી બજારમાં તેજી જોવા મળી છે. જો કે, ગઈકાલે રિટેલ ફુગાવાના જારી આંકડાએ શેરબજારને ટેકો આપ્યો છે. રિટેલ ફુગાવો મેમાં ૪.૭૫% નોંધાયો છે. જે એપ્રિલમાં ૪.૮૦% સામે નજીવો સુધર્યો છે.શેરબજારના સારા પ્રદર્શન વચ્ચે નિફ્ટીના આઈટી ઈન્ડેક્સ સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે.
જો આપણે પીએસયુ શેર્સની વાત કરીએ તો, બીએચએમએલ લિમિટેડના શેરમાં ૧૬%થી વધુનો વધારો નોંધાયો હતો. મઝગાંવ ડોકના શેર ૧૫% થી વધુના વધારા સાથે બંધ થયા છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર ૭% થી વધુના વધારા સાથે બંધ થયો હતો જ્યારે ભારત ડાયનેમિક્સના શેર ૭% થી વધુ વધ્યા હતા. કોચીન શિપયાર્ડનો શેર ૬.૫૩% ના વધારા સાથે બંધ રહ્યો હતો.ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો શેર ૩% ના વધારા સાથે બંધ થયો હતો. ટીટાગઢ રેલવે, ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, સતલુજ જલ વિદ્યુત નિગમ અને ગેઈલ ઈન્ડિયા લિમિટેડના શેરમાં વધારો નોંધાયો હતો.
શુક્રવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં જેકે અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ, અશોક લેલેન્ડ, એચડીએફસી બેંક, અશોકા બિલ્ડકોન, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે. બાટા ઇન્ડિયા,લાર્સેન,રેલ વિકાસ નિગમ લિમિટેડ, કોલ ઈન્ડિયા, ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન, કન્ટેનર કોર્પોરેશન અને એનટીપીસીના શેર નબળાઈ પર બંધ થયા છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૫ અને વધનારની સંખ્યા ૨૨૩૮ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કેન્દ્રમાં મોદી સરકાર ફરી સત્તારૂઢ થયા બાદ હવે કેન્દ્રિય બજેટ પર ફોક્સ અને આર્થિક વિકાસને ઝડપી આગળ વધારવા પ્રોત્સાહનો, પગલાં અપેક્ષિત હોઈ ફંડોની શેરોમાં ખરીદી જળવાતાં નિફટી બેઝડ બજારે નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો.ચૂંટણી પરિણામ અને ત્યાર બાદ ચોમાસાના પોઝિટીવ પરિબળે બજાર શકય છે કે આંચકા પચાવીને ફરી તેજીના પંથે સવાર થાય અને કેન્દ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ફરી ભાજપના નેતૃત્વમાં એનડીએની બહુમતી સાથેની સ્થિર સરકાર રચાવાના સંજોગોમાં બજારમાં વંટોળ બાદ ઐતિહાસિક તેજી જોવાય.બરોબર એ મુજબ બજારે ફંગોળાતી ચાલ ગત સપ્તાહમાં બતાવી સપ્તાહના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વમાં હેટ્રિક એનડીએ સરકાર રચવાનો દાવો કરી દેતાં બજારે સતત ૩દિવસ ઐતિહાસિક તેજી બતાવી છે. આગામી દિવસોમાં એનડીએ સરકારની મહત્ત્વના ૧૦૦ દિવસની કામગીરી પર અને સાથે સાથે નવી સરકારના મંત્રી મંડળની ફાળવણી અને આગામી યોજનાઓ ભારતીય શેરબજારની નજર રહેશે. જેથી આગામી સપ્તાહમાં અણધાર્યા કોઈ પરિબળોની ગેરહાજરીમાં સેન્સેક્સ અને નીફ્ટી ફ્યુચરમાં વોલેટિલિટી જોવા મળી શકે છે.જેથી હવે આગામી દિવસોમાં માર્કેટમાં કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશતુ જોવાઈ શકે છે.શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.