રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૬.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૬૦૬.૫૭ સામે ૭૭૧૦૨.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૭૧૯.૭૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૫.૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૨૦૪.૩૩ ઉછાળા સાથે ૭૬૮૧૦.૯૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૩૫૫.૧૦ સામે ૨૩૪૬૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૭૧.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૦.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૯૬.૯૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે શેરબજારનો કારોબાર બુધવારે તેજી સાથે સમાપ્ત થયો હતો.ફરી સેન્સેક્સ અને નિફ્ટી ખૂલતાંની સાથે જ નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા.બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યો છે.સેન્સેક્સ ૫૬૦ પોઈન્ટ ઉછળીને ૭૭૧૪૫ના સ્તરે અને નિફ્ટી ફ્યુચર ૧૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૮૨ઐતિહાસિક સપાટી નોંધાવી છે. માર્કેટ કેપ ૪૩૦.૨૪ લાખ કરોડ થયુ છે.સ્મોલકેપ-મીડકેપ ઉપરાંત હેલ્થકેર, ઓટો, ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયાલ્ટી ઈન્ડેક્સ પણ નવી ટોચ નોંધાવી છે. બીએસઈ માર્કેટ કેપ નવી સર્વોચ્ચ ટોચે નોંધાયું છે.સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આ સાથે બીએસઈ માર્કેટ કેપએ પ્રથમ વખત ૪૩૦ લાખ કરોડની સપાટી વટાવી છે.
અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદર મામલે હોકિશ વલણ દર્શાવ્યું હોવા છતાં ઈક્વિટી બજારમાં તેજી જોવા મળી છે. જો કે, ગઈકાલે રિટેલ ફુગાવાના જારી આંકડાએ શેરબજારને ટેકો આપ્યો છે. રિટેલ ફુગાવો મેમાં ૪.૭૫% નોંધાયો છે. જે એપ્રિલમાં ૪.૮૦% સામે નજીવો સુધર્યો છે.
જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦,બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો નિફ્ટી ફાર્મા અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં વધારો નોંધાયો હતો શેરબજારની મજબૂત કામગીરીના સમયગાળા દરમિયાન પીએસયુ, સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીઓના શેરમાં સારો ઉછાળો નોંધાયો હતો.ભારત ડાયનેમિક્સ લિમિટેડ, કોચીન શિપયાર્ડ, મઝગાંવ ડોક અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેર ૫ થી ૬% વધારા સાથે બંધ થયા છે.
ટોપ ગેઇનર્સની યાદીમાં શ્રીરામ ફાઇનાન્સ,ઈન્ડીગો,સિપ્લા,વોલ્ટાસ,સન ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,એચડીએફસી લાઇફ, ડિવિઝ લેબ, મહિન્દ્રા, ટાઇટન, લાર્સન, એલટીઆઇ માઇન્ડટ્રી, કોચીન શિપયાર્ડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ,ગેઈલ ઈન્ડિયા, એનએમડીસી.,કોલ ઈન્ડિયા ના શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લુઝર્સની યાદીમાં,ગ્રાસીમ,ટોરેન્ટ ફાર્મા, એક્સિસ બેન્ક, આઇશર મોટર્સ, ટાટા કન્ઝ્યુમર ,બ્રિટાનિયાનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૩૯ અને વધનારની સંખ્યા ૨૩૪૫ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો,અમેરિકાના ફેડરલ રિઝર્વે યુરોપ અને કેનેડાને નહીં પરંતુ ભારતના માર્ગે ચાલવાનું પસંદ કર્યું છે.યુએસ ફેડરલ રિઝર્વે પણ ભારતની સેન્ટ્રલ બેંક આરબીઆઈની જેમ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે યુએસ ફેડ દ્વારા ચાલુ વર્ષે માત્ર એક જ વાર પોલિસી રેમાં કાપ મૂકવાની શક્યતાના સંકેત અપાયા હતા. બીજી તરફ, ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરી ૨૦૨૩ થી તેના રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને ૬.૫૦% પર જાળવી રાખ્યો છે. તેનાથી વિપરિત, ગયા અઠવાડિયે કેનેડા અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં ઘટાડો કરીને વિશ્વને સંકેતો આપ્યા હતા. ફેડ પોલિસીની જાહેરાત બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દિલ્હીથી લઈને વોશિંગ્ટન સુધી દરેક લોકો મોંઘવારી સામેની લડાઈ ચાલુ રાખવા માંગે છે.યુએસ ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.તાજેતરના મહિનાઓમાં ફુગાવો સતત ઘટી રહ્યો છે, પરંતુ સંકેત આપ્યો છે કે તેઓ આ વર્ષે માત્ર એક જ વાર તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખે છે.આગામી દિવસોમાં એનડીએ સરકારની મહત્ત્વના ૧૦૦ દિવસની કામગીરી પર અને સાથે સાથે નવી સરકારના મંત્રી મંડળની ફાળવણી અને આગામી યોજનાઓ ભારતીય શેરબજારની નજર રહેશે. જેથી આગામી સપ્તાહમાં અણધાર્યા કોઈ પરિબળોની ગેરહાજરીમાં સેન્સેક્સ અને નીફ્ટીમાં વોલેટિલિટી જોવા મળી શકે છે.ચૂંટણી પરિણામ અને ત્યાર બાદ હવે ચોમાસાના પોઝિટીવ પરિબળો પર બજારની નઝર રહેશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.