January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૩૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૩૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૬.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૦૭૪.૫૧ સામે ૭૫૦૩૧.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૯૪૧.૮૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૫૩.૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૧૬૧૮.૮૫ ઉછાળા સાથે ૭૬૬૯૩.૩૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૮૯૯.૫૦ સામે ૨૨૯૦૦.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૮૫૨.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૮૯.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩૪.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૩૪.૧૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારનો કારોબાર શુક્રવારે બમ્પર તેજી સાથે સમાપ્ત થયો હતો. શેરબજારના સેન્સેક્સ ૧૬૧૮ પોઈન્ટની ઉછાળા સાથે ૭૬૬૯૩ના સ્તર પર બંધ થયો હતો ,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૩૪ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૩૩૪ના સ્તર પર બંધ થયો હતો ,જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૯૯ પોઈન્ટની ઉછાળા સાથે ૪૯૯૩૫ના સ્તર પર બંધ થયો હતો.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિની જાહેરાત બાદ વ્યાજ દર સંવેદનશીલ શેરોમાં ૮% નો બમ્પર વધારો નોંધાયો છે. દિવસના કામકાજમાં શેરબજારમાં ૧૭૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને તેણે ૭૬૭૯૫ પોઈન્ટની લાઈફ ટાઈમ હાઈ બનાવી હતી જ્યારે નિફ્ટી ૪૯૦ પોઈન્ટ વધી રહી હતી.બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.૭.૬૮ લાખ કરોડ વધીને રૂ.૪૨૩.૫૭ લાખ કરોડે પહોંચ્યું છે. શુક્રવારે ફોકસ આઇટી અને બેન્ક શેર પર હતું.

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરવામાં આવ્યા બાદ શેરબજારમાં બમ્પર ઉછાળો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી વૃદ્ધિ ૭.૨% રહેવાના આરબીઆઈના અનુમાન પછી, શેરબજારમાં ૧૭૦૦ સુધીનો બમ્પર વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે શેરબજારમાં આઈટી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

શુક્રવારના કારોબારમાં વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, લાર્સન, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, એશિયન પેઈન્ટ્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સારો ઉછાળો નોંધાયો હતો. વિપ્રોમાં ૫%, ઈન્ફોસિસમાં ૩% જ્યારે અન્ય આઈટી કંપનીઓના શેરમાં પણ સારો ઉછાળો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલના શેરમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી,જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પણ શેરબજારમાં ઉછાળામાં મહત્ત્વનો ફાળો હતો.અદાણી ગ્રૂપની ૧૦ લિસ્ટેડ કંપનીઓમાંથી ૯ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.શુક્રવારે પીએસયુ કંપનીઓના શેરમાં ફરી એકવાર સારો ઉછાળો જોવા મળ્યો હતો. ગાર્ડન રીચ શિપ બિલ્ડર અને ટીટાગઢ રેલ્વે લગભગ ૪% વધીને બંધ થયા હતા, જ્યારે બેલ, કોચીન શિપયાર્ડના શેર ૩% થી વધુ વધીને બંધ થયા હતા. ગેઇલ અને ટેક્સ મેકો રેલના શેરમાં લગભગ ૨% નો વધારો થયો હતો.હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, રેલ વિકાસ નિગમ, કોલ ઈન્ડિયા, આઈઆરસીઓન, આઈઆરસીટીસી, આરઆઈટીઈએસ અને આઈઆરએફસીના શેર પણ ઉછાળા સાથે બંધ થયા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૭૦ અને વધનારની સંખ્યા ૨૮૯૦ રહી હતી,  ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા અર્ધવાર્ષિક ગાળાથી વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત કરી શકે છે. ફુગાવો છેલ્લા ઘણા સમયથી આરબીઆઈના કમ્ફર્ટ લેવલમાં રહ્યો છે. જેથી આગળ જો કોઈ આર્થિક પડકારો નહીં નડે તો આગામી વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે છે.આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે. આ સમયે તમારા પોર્ટફોલિયોમાં વધારે ફેરફાર કરવાની જરૂર નથી કારણ કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની રહી છે.લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારે રસાકસી વચ્ચે શેરબજારમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી હતી. જેના પગલે શેરબજારમાં અફરાતફરી મચી છે સાથે સાથે આ સ્થિતિમાં અર્થતંત્ર અને બજાર માટે સમીકરણો બદલાતાં જોઈ ફંડો, ઈન્વેસ્ટરોએ શેરોમાં ઓલ રાઉન્ડ હેમરીંગ કર્યું હતું.સ્થિર સરકાર રચાવાના અંદાજ સાથે બેન્કમાર્ક ઈન્ડાઈસિસમાં પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવશે, પરંતુ શેરબજારના પાછલા ટ્રેન્ડને જોતાં વર્ષ ૨૦૨૪ દરમિયાન વોલેટિલિટીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!