રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૯૬૧.૩૧ સામે ૭૬૫૮૩.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૫૬૭૮.૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૬૦.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૨૫૦૭.૪૭ ઉછાળા સાથે ૭૬૪૬૮.૭૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૭૦૦.૭૦ સામે ૨૩૫૦૧.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૧૬૧.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૮૨.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૪૯.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૫૦.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારની ધમાકેદાર શરૂઆત રહી હતી,પ્રિ ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં ૭૬૦૦૦પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે એકઝીટ પોલ ઈફેક્ટ દેખાઈ હતી અને તેની સાથે જ ૨૬૦૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. બીએસઇ સેન્સેક્સ ૨૫૦૭ પોઈન્ટ વધીને ૭૬૪૬૮ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૭૪૯ પોઈન્ટ ના ઉછાળા સાથે ૨૩૪૫૦ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૨૩ પોઈન્ટ ના ઉછાળા સાથે ૫૧૪૭૫ના સ્તર પર બંધ થયો હતો, સોમવારે નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં સારી વૃદ્ધિ નોંધાઈ છે. મિડ કેપ ૧૦૦ ૩%, સ્મોલ કેપ ૨%, બેન્ક ઇન્ડેક્સ ૪.૩%, નિફ્ટી ઓટો ૨.૫૮%, નિફ્ટી એફએમસીજી ૧% થી વધુ અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ૪.૨૯%વધીને બંધ થયા છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે. આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ ૭૬૭૩૮.૮૯ પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચએ પણ લગભગ ૮૦૦ પોઈન્ટનો ઉછાળો દર્શાવતા ૨૩૮૪૪.૦૦ ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો. શેરબજારમાં આક્રમક તેજી વચ્ચે રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. રોકાણકારોની મૂડી રૂ.૧૨.૭૨લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ.૪૨૫.૦૯ લાખ કરોડ થઈ છે. આજે ૩૦૭ શેરોમાં અપર સર્કિટ અને ૨૪૧ શેરો વર્ષની ટોચે ૫૨ સપ્તાહના ટોચે પહોંચી છે. નિફ્ટી VIX આજે ૧૯.૭૧ ટકા ઘટ્યો છે.
શેરબજારના ટોપ ગેનર્સમાં અદાણી પોર્ટ,અદાણી પાવર,સ્ટેટ બેન્ક,એક્સીસ બેન્ક,ટેક મહિન્દ્રા,જીન્દાલ સ્ટીલ,બાટા ઇન્ડિયા,સિપ્લા,ઈન્ડીગો,રિલાયન્સ,લાર્સેન,હેવેલ્લ્સ,એનટીપીસી, એસબીઆઈ, પાવર ગ્રીડ, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ અને શ્રીરામ ફાઈનાન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, લ્યુપીન લિમિટેડ, ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, રેલ વિકાસ નિગમ, ટીટાગઢ, ટેક્સમેકો રેલ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, ગ્રાસીમ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર,ભારત ડાયનેમિક્સ,મઝગાંવ ડોકના શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લોઝર્સમાં આઈશર મોટર્સ,ટોરેન્ટ ફાર્મા,એલટીઆઈ માઇન્ડટ્રી, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા બ્રિટાનિયા અને ડૉ. રેડ્ડીઝનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૬ અને વધનારની સંખ્યા ૨૩૪૭ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, લોકસભા ચૂંટણીના અંત સાથે હવે ૪, જૂનના ચૂંટણી પરિણામો જાહેર થનાર હોઈ પરિણામનું આગામી દિવોસમાં અસાધારણ વોલેટીલિટી સાથે તોફાની બની રહેવાની પૂરી શકયતા છે. એક્ઝિટ પોલના અનુમાન એનડીએને સ્પષ્ટ બહુમતીના આવ્યા છતાં હજુ વાસ્તવિક પરિણામ પર બજારની નજર રહેશે. ચૂંટણીના અંતિમ તબક્કાના શનિવારના મતદાન પૂર્વે બજારમાં દરેક વર્ગ આ વખતે હવાની રૂખ કઈ બાજુની છે એના એકબીજાને પૂછપરછ કરી લેવાઈ રહેલા અંદાજોને લઈ જાતજાતની અટકળો કરતાં રહી આ વખતે કોઈ ક નવાજૂનીની શકયતાની વાતો કરી અસમંજસની સ્થિતિ ઊભી કરાતી જોવાઈ રહી છે. પરંતુ હવે પરિણામની ઘડી આવી પહોંચી છે, ત્યારે હજુ આગામી ૪, જૂને અટકળોનું બજાર ગરમ રહેવાની પૂરી શકયતાએ ખેલાડીઓ મોટી ઉથલપાથલ કરવાની કોશીષ કરે એવી સંભાવના છે. કેન્દ્રમાં આપણે રોકાણ કરવા માટે પાંચ વર્ષની સ્થિર સરકાર આવે એવું જ ઈચ્છીએ. ચૂંટણી પરિણામ અને ત્યાર બાદ ચોમાસાના પોઝિટીવ પરિબળે બજાર શકય છે કે આંચકા પચાવીને ફરી તેજીના પંથે સવાર થાય અને કેન્દ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ફરી ભાજપના નેતૃત્વમાં એનડીએની બહુમતી સાથેની સ્થિર સરકાર રચાવાના સંજોગોમાં બજારમાં વંટોળ બાદ ઐતિહાસિક તેજી જોવાય શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.