રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૫૦૨.૯૦ સામે ૭૪૩૬૫.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૬૬૮.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૪.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૭.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૮૫.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૮૬૩.૦૦ સામે ૨૨૮૨૭.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૬૭.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૦.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૨.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૬૬૦.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે શેરબજારમાં મે ફ્યુચર્સ અને ઓપ્શન્સ એફએન્ડઓ એક્સપાયરીના પગલે સેટલમેન્ટનું પ્રમાણ વધતાં શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી.બીએસઇ સેન્સેક્સ ૬૧૭પોઈન્ટ ઘટીને ૭૩૮૮૬ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૨૦૩ પોઈન્ટ ના ઘટાળા સાથે ૨૨૬૬૦ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૧૧૯ પોઈન્ટ ના ઉછાળા સાથે ૪૯૧૩૦ ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી બેંક લીલા નિશાનમાં કામ કરી રહી હતી જ્યારે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં કામ કરી રહ્યા હતા. લાર્સન અને કોટક બેન્કના શેર પણ શેરબજારના ટોપ ગેઇનર્સમાં હતા.
દિવસ દરમિયાન શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા, એક વખત શેરબજારમાં ૮૦૦ પોઈન્ટનો ઘટાડો થયો હતો. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં નબળાઈ વધી છે. શનિવારે છેલ્લા તબક્કાના મતદાન પછી એક્ઝિટ પોલના પરિણામો આવવાનું શરૂ થશે, જેના કારણે બજારમાં સાવચેતીભર્યું ટ્રેડિંગ થઈ રહ્યું છે.લોકસભા ચૂંટણીના પગલે વોલેટિલિટી ઈન્ડેક્સ પણ ૨૨.૭૫ થી ૨૪.૫૨ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. જે શેરબજારમાં મોટી વધ-ઘટનો સંકેત આપે છે. છેલ્લા બે માસમાં સેન્સેક્સ ૭૧૮૧૬ – ૭૬૦૦૯ ની હાઈ-લો રેન્જમાં ટ્રેડ થયો છે. જે ૪૧૯૩ પોઈન્ટની વોલેટિલિટી દર્શાવે છે.
ગુરુવારે શેરબજારના ટ્રેડિંગના અંતે, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, અશોક લેલેન્ડ, એન્જિનિયર્સ ઈન્ડિયા, અને સન ટીવી શેરબજારમાં ટોચના ગેનર્સમાં હતા,જ્યારે ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,સન ફાર્મા,અદાણી એન્ટ., ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝહિન્દાલ્કો, પાવર ગ્રીડ, ડિવિસ લેબ્સ, સિપ્લા, બજાજ ઓટો, સન ફાર્મા , પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઈન્ફોસીસ,લાર્સેન,ગ્રાસીમ,રિલાયન્સ,વોલ્ટાસ,એચડીએફસી લાઇફ, ડો. રેડ્ડીઝ અને એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, એનટીપીસી ,વિપ્રો ,ઓએનજીસી,એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ ટાટા કન્ઝ્યુમર, ડીવીઝ લેબ, બીપીસીએલ, ઈન્ડીગો, ભારતી એરટેલ ,ટાઇટન અને પાવર ગ્રીડના શેર નબળા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૨૨ અને વધનારની સંખ્યા ૧૧૯૦ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં લોકસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો શનિવારે છે, ત્યાર બાદ સાંજે એક્ઝિટ પોલના પરિણામો સામે આવશે. તે પહેલા શેરબજારમાં સાવચેતીભર્યું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. શેરબજાર અને રાજકીય જગતના ઘણા નિષ્ણાતોને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવશે, પરંતુ તેમને બહુમતનો આંકડો મળશે તે અંગે શેરબજાર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે.ભારતીય શેરબજારની ભારે વોલેટિલિટીના પગલે હાલ નાના અને રિટેલ રોકાણકારો ચિંતિંત છે. તેઓ માને છે કે,૪ જૂને લોકસભા ચૂંટણીના અપેક્ષિત પરિણામોથી બજાર ઉંચકાવવાની સંભાવના છે, પરંતુ શેરબજારના પાછલા ટ્રેન્ડને જોતાં વર્ષ ૨૦૨૪ દરમિયાન વોલેટિલિટીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. વૈશ્વિક મોરચે ફરી ફુગાવાને લઈ અમેરિકા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો નજીકના દિવસોમાં નહીં થવાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં નરમાઈ તેમ જ રશિયા-યુક્રેન વચ્ચે ફરી તણાવ બાદ પુતીનની અમુક શરતે યુદ્વ વિરામની ઓફર વચ્ચે જીઓપોલિટીકલ પરિબળ પણ મહત્વનું રહેશે.આગમી દિવસોમાં એક્ઝિટ પોલના પરિણામો ૦૧ જૂને આવવાના છે. અમેરિકાના જીડીપીના આંકડા ૩૦ મેના રોજ આવવાના છે જ્યારે ભારતના જીડીપીના આંકડા ૩૧ મેના રોજ આવવાના છે. અમેરિકામાં ફુગાવાના આંકડા ૩૧ મેના રોજ આવવાના છે, જ્યારે ભારતમાં મે મહિનાના વાહનોના વેચાણના આંકડા ૦૧ જૂને આવવાના છે. તે મુજબ આ સપ્તાહ શેરબજારના કામકાજમાં ઉતાર-ચઢાવથી ભરેલું સાબિત થઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.