January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૧૭૦.૪૫ સામે ૭૪૮૨૬.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૪૫૪.૫૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૧.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬૭.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૫૦૨.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૩૭.૨૫ સામે ૨૨૮૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૭૨૧.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૨.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૬.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૭૩૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચાલુ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી.શેરબજારમાં પ્રોફિટ બુકિંગ તેમજ આવતીકાલે એફએન્ડઓ એક્સપાયરીના પગલે સેટલમેન્ટનું પ્રમાણ વધતાં શેરબજાર આજે ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સે સળંગ ચાર ટ્રેડિંગ સેશન સુધી જાળવી રાખેલી ૭૫,૦૦૦ હજારની સપાટી આજે તોડી છે. રોકાણકારોની મૂડીમાં રૂ.૧.૩૯ લાખ કરોડનો ઘટાડો થયો છે.બીએસઇ સેન્સેક્સ ૬૬૮ પોઈન્ટ ઘટીને ૭૪૫૦૨ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૨૦૬ પોઈન્ટ ના ઘટાળા સાથે ૨૨૭૩૧ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૬૭૮પોઈન્ટ ના ઘટાળા સાથે ૪૮૫૦૫ના સ્તર પર બંધ થયો હતો.દિવસના કામકાજ દરમિયાન શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ખાનગી બેંકોના શેરમાં નબળાઈને કારણે શેરબજારમાં ઘટાડો વધ્યો હતો.શેરબજારમાં બીએસઇ સ્મોલ કેપ અને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ સિવાય તમામ સેક્ટરલ ઈન્ડેક્સ નબળાઈ પર બંધ થયા છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સની સાથે નિફ્ટી આઇટી અને નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

બુધવારે શેરબજારના નબળા કામકાજ દરમિયાન બીએસઇ સેન્સેક્સ અને એનએસસી નિફ્ટી ફ્યુચરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. શેરબજાર સતત ચોથા દિવસે નબળાઈ સાથે બંધ થયું છે.ચૂંટણીના પરિણામોના કારણે શેરબજારમાં વધઘટ નોંધાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ચૂંટણીના કારણે શેરબજારમાં નફો નથી થઈ રહ્યો, જો બજાર ૧૨૦૦ – ૧૩૦૦ પોઈન્ટનો ઉછાળો જુએ છે તો થોડી નબળાઈ તેના સ્વભાવમાં છે.

બુધવારના નબળા વેપારમાં પણ ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,સન ફાર્મા,અદાણી એન્ટ.,હિન્દાલ્કો, પાવર ગ્રીડ, ડિવિસ લેબ્સ, સિપ્લા, બજાજ ઓટો, સન ફાર્મા અને ભારતી એરટેલના શેરમાં વધારો નોંધાયો હતો.જ્યારે બીજી બાજુઈન્ફોસીસ,લાર્સેન,ગ્રાસીમ,રિલાયન્સ,વોલ્ટાસ,એચડીએફસી લાઇફ, ડો. રેડ્ડીઝ અને એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, એનટીપીસી ,ઓએનજીસી,એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ ટાટા કન્ઝ્યુમર, ડીવીઝ લેબ, બીપીસીએલ, ટેક મહિન્દ્રા, ઈન્ડીગો અને એક્સિસ બેન્કના શેરમાં વધારો થયો હતો.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૬ અને વધનારની સંખ્યા ૧૬૮૦ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,  લોકસભા ચૂંટણીના  અંતિમ તબક્કાના મતદાન પૂર્વે કેન્દ્રમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના પ્રબળ આશાવાદ સાથે ભારતીય શેર બજારોમાં ઐતિહાસિક, રેકોર્ડ તેજીનું બન્યું છે.ચૂંટણીના પરિણામોની અપેક્ષા સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૪ના અંતના ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો એકંદર પ્રોત્સાહક આવી રહ્યા હોઈ સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનો રોકાણ ઉત્સાહ વધતો જોવાયો છે.જેથી કોઈપણ ઓવરબોટ કે ઓવરસોલ્ડ પોઝિશન રાખવાથી દૂર રહી શનિવારના એક્ઝિટ પોલ અને ૪, જૂનના ચૂંટણી પરિણામ સુધી સંભાળવું હિતાવહ રહેશે. ચૂંટણી પરિણામો  ૪૦૦ પારના હશે કે અપેક્ષાથી ઓછી સીટો આવશે એની અનિશ્ચિતતા મોટું પરિબળ બની રહેવાની શકયતા છે. જેથી ચૂંટણી પરિણામ પૂર્વે મોટી અપેક્ષાઓમાં શેર બજારોમાં આગામી દિવસોમાં મોટા ઉછાળા આવે તો પણ પ્રોફિટ બુકિંગ કરવું હિતાવહ રહેશે. કેમ કે ચૂંટણી પરિણામોની સાથે આ પરિબળને ડિસ્કાઉન્ટ કરી દઈ બજાર મોટું કરેકશન પણ આપી શકે છે. વૈશ્વિક મોરચે ફરી ફુગાવાને લઈ અમેરિકા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો નજીકના દિવસોમાં નહીં થવાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં નરમાઈ તેમ જ રશિયા-યુક્રેન વચ્ચે ફરી તણાવ બાદ પુતીનની અમુક શરતે યુદ્વ વિરામની ઓફર વચ્ચે જીઓપોલિટીકલ પરિબળ પણ મહત્વનું રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!