રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૯૦.૫૦ સામે ૭૫૫૮૫.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૦૮૩.૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૨.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૦.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૧૭૦.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૮૧.૫૦ સામે ૨૩૦૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૯૧૫.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૨.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૬.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૯૨૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે એક દિવસના અસ્થિર ટ્રેડિંગ પછી, શેરબજાર નબળા નોંધ પર સમાપ્ત થયું. બીએસઇ સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટ ઘટીને ૭૫૧૭૦ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૫૭ પોઈન્ટ ના ઘટાળા સાથે ૨૨૯૨૫ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૧૬૬ પોઈન્ટ ના ઘટાળા સાથે ૪૯૧૩૨ ના સ્તર પર બંધ થયો હતો.દિવસભર શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજાર સળંગ ત્રણ ટ્રેડિંગ સેશનમાં રોજ નવી રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ વોલેટાઈલ રહ્યા હતા.પોઝિટીવ શરૂઆત બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયા હતા. જેના પગલે છેલ્લા અંતિમ ટ્રેડિંગ સેશનમાં વેચવાલીનું પ્રમાણ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ રહ્યા હતા. ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, પીએસયુ બેન્ક, પાવર અને રિયાલ્ટી ઈન્ડેક્સ ૧ થી ૨% તૂટ્યા હતા. એકમાત્ર ફાર્મા ઈન્ડેક્સ ૦.૦૫% સુધારા સાથે બંધ રહ્યો હતો.માર્કેટમાં વોલેટિલિટી વધવાનો સંકેત ઈન્ડિયા VIX ઈન્ડેક્સ આપી રહ્યો છે. ઈન્ડિયા VIX ઈન્ડેક્સ આજે ૪.૩૨% ઉછળી ૨૪.૨૦ પર બંધ રહ્યો છે. જે ઈન્ટ્રા ડે ૨૪.૪૮ની ટોચે પહોંચ્યો હતો. આ ફિઅર ઈન્ડેક્સમાં સતત વૃદ્ધિ શેરબજારમાં ભારે વોલેટિલિટીનો સંકેત આપે છે.
શેરબજારમાં મંગળવારે આવેલા ઉતાર-ચઢાવમાં એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, હીરો મોટોકોર્પ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, વિપ્રો લિમિટેડ, સિપ્લા,લાર્સેન,એચસીએલ ટેક, અશોક લેલેન્ડ, એચડીએફસી બેન્ક,ડો. રેડ્ડીઝ અને એશિયન પેઈન્ટ્સના શેરનો સમાવેશ થાય છે જે મોટા સમયગાળા દરમિયાન શેરબજારમાં ટોપ ગેનર્સની યાદીમાં છે. શેરબજારમાં નબળાઈ વચ્ચે અદાણી પોર્ટ્સ,ભારત ફોર્જ, વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ડીવીઝ લેબ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, એનટીપીસી ,ઓએનજીસી અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ,ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, ઓએનજીસી, ભારત ઈલેક્ટ્રોનિક્સ, આઈઆરસીઓન ઈન્ટરનેશનલ અને શેરમાં નબળાઈ નોંધાયેલ છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૧૦ અને વધનારની સંખ્યા ૧૩૨૧ રહી હતી, ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચૂંટણી પરિણામો ૪૦૦ પારના હશે કે અપેક્ષાથી ઓછી સીટો આવશે એની અનિશ્ચિતતા મોટું પરિબળ બની રહેવાની શકયતા છે. જેથી ચૂંટણી પરિણામ પૂર્વે મોટી અપેક્ષાઓમાં શેર બજારોમાં આગામી દિવસોમાં મોટા ઉછાળા આવે તો પણ પ્રોફિટ બુકિંગ કરવું હિતાવહ રહેશે. કેમ કે ચૂંટણી પરિણામોની સાથે આ પરિબળને ડિસ્કાઉન્ટ કરી દઈ બજાર મોટું કરેકશન પણ આપી શકે છે. આગામી દિવસોમાં જૂન એક્ઝિટ પોલ તેમજ ૩૦ મેના રોજ F&O એક્સપાયરી તેમજ ૩૦ અને ૩૧ મેના રોજ દેશના જીડીપી આંકડા આવવાના છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પૂર્વે કેન્દ્રમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના પ્રબળ આશાવાદ સાથે ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહ ઐતિહાસિક, રેકોર્ડ તેજીનું બન્યું છે.ચૂંટણીના પરિણામોની અપેક્ષા સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૪ના અંતના ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો એકંદર પ્રોત્સાહક આવી રહ્યા હોઈ સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનો રોકાણ ઉત્સાહ વધતો જોવાયો છે. હવે અંતિમ બે તબક્કાના મતદાન સાથે આગામી શનિવારે ચૂંટણી સંપન્ન થતાં એક્ઝિટ પોલની સાથે અનેકવિધ અટકળો, અહેવાલો વહેતાં થતાં જોવાશે. જેથી આગામી દિવસોમાં ઈન્ડેક્સ બેઝડ મોટી ઉથલપાથલ કરાવી ફરી ખેલાડીઓ, ટ્રેડરોને ગુમરાહ કરવાનો છેતરામણો ખેલ ખેલાતો જોવાઈ શકે છે. જેથી કોઈપણ ઓવરબોટ કે ઓવરસોલ્ડ પોઝિશન રાખવાથી દૂર રહી શનિવારના એક્ઝિટ પોલ અને ૪, જૂનના ચૂંટણી પરિણામ સુધી સંભાળવું હિતાવહ રહેશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing