January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૪૧૦.૩૯ સામે ૭૫૬૫૫.૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૧૭૫.૨૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૪.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯.૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૩૯૦.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૦૧૯.૬૦ સામે ૨૩૦૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૯૨૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૦૦૧.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર નબળા નોંધ પર સમાપ્ત થયું.દિવસભર શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પોઝિટીવ પરિબળો વચ્ચે શેરબજારમાં ધૂમ ખરીદી જોવા મળી છે. સોમવારે શેરબજારની કામગીરીમાં દલાલ સ્ટ્રીટે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ સોમવારના સેશનમાં ૭૬૦૦૦નું લેવલ ક્રોસ કરી ૭૬૦૦૯.૬૮ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી ફ્યુચર ૨૩૧૭૭ ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૮૪૦ ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો.

સાર્વત્રિક તેજીના માહોલમાં રોકાણકારોની મૂડી ૧.૩૨લાખ કરોડ વધી છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં ધૂમ લેવાલીના સથવારે રેકોર્ડબ્રેક તેજી જોવા મળી છે. ઉછાળામાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને લાર્સન એન્ડ ટ્રુબોનું યોગદાન વધુ રહ્યું છે. ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના ઉત્તમ પરિણામો બાદ અશોક લેલેન્ડના શેરમાં ૬% નો બમ્પર વધારો જોવા મળ્યો હતો. ચૂંટણી પરિણામો વચ્ચે વોલેટિલિટીનુ પ્રમાણ ઉંચુ હોવાનો સંકેત ઈન્ડિયા VIX આપી રહ્યો છે. આજે ઈન્ડિયા VIX ઈન્ડેક્સ ૫.૩% ઉછાળા સાથે ૨૨.૯ પર પહોંચ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સમાં સામેલ ૭૪ શેરોમાં ૩ થી ૧૦% સુધીનો ઉછાળો નોંધાયો છે.

શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, ઈન્ડીગો,ઈન્ફોસીસ,ગ્લેનમાર્ક ફાર્મા,બાલક્રિષ્ણ ઇન્ડ.,ગ્રાસીમ,વોલ્ટાસ ,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેન્ક,સિપ્લા, ટાટા કન્ઝ્યુમર, એશિયન પેઈન્ટ્સ, લાર્સન, એચડીએફસી બેંક, હેવેલ્લ્સ,વોલ્ટાસ,એક્સીસ બેન્ક અને રિલાયન્સના શેરનો સમાવેશ થાય છે,જ્યારે નબળા શેરોમાં  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,સન ફાર્મા,ઔરબીન્દો ફાર્મા, વિપ્રો,ટાટા કોમ્યુનિકેશન, ના શેર સામેલ હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૫૬ અને વધનારની સંખ્યા ૧૭૦૬ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. બજારની ભાવિ દિશા…. મિત્રો,  લોકસભા ચૂંટણીના  અંતિમ તબક્કાના મતદાન પૂર્વે કેન્દ્રમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના પ્રબળ આશાવાદ સાથે ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહ ઐતિહાસિક, રેકોર્ડ તેજીનું બન્યું છે.ચૂંટણીના પરિણામોની અપેક્ષા સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૪ના અંતના ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો એકંદર પ્રોત્સાહક આવી રહ્યા હોઈ સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનો રોકાણ ઉત્સાહ વધતો જોવાયો છે. હવે અંતિમ બે તબક્કાના મતદાન સાથે આગામી શનિવારે ચૂંટણી સંપન્ન થતાં એક્ઝિટ પોલની સાથે અનેકવિધ અટકળો, અહેવાલો વહેતાં થતાં જોવાશે. જેથી આગામી દિવસોમાં ઈન્ડેક્સ બેઝડ મોટી ઉથલપાથલ કરાવી ફરી ખેલાડીઓ, ટ્રેડરોને ગુમરાહ કરવાનો છેતરામણો ખેલ ખેલાતો જોવાઈ શકે છે. જેથી કોઈપણ ઓવરબોટ કે ઓવરસોલ્ડ પોઝિશન રાખવાથી દૂર રહી શનિવારના એક્ઝિટ પોલ અને ૪, જૂનના ચૂંટણી પરિણામ સુધી સંભાળવું હિતાવહ રહેશે. ચૂંટણી પરિણામો  ૪૦૦ પારના હશે કે અપેક્ષાથી ઓછી સીટો આવશે એની અનિશ્ચિતતા મોટું પરિબળ બની રહેવાની શકયતા છે. જેથી ચૂંટણી પરિણામ પૂર્વે મોટી અપેક્ષાઓમાં શેર બજારોમાં આગામી દિવસોમાં મોટા ઉછાળા આવે તો પણ પ્રોફિટ બુકિંગ કરવું હિતાવહ રહેશે. કેમ કે ચૂંટણી પરિણામોની સાથે આ પરિબળને ડિસ્કાઉન્ટ કરી દઈ બજાર મોટું કરેકશન પણ આપી શકે છે. આગામી દિવસોમાં જૂન એક્ઝિટ પોલ તેમજ ૩૦ મેના રોજ F&O એક્સપાયરી તેમજ ૩૦ અને ૩૧ મેના રોજ દેશના જીડીપી આંકડા આવવાના છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!