January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૪૧૮.૦૪ સામે ૭૫૩૩૫.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૨૪૪.૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૨.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૦૭.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૪૧૦.૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૦૦૨.૭૦ સામે ૨૩૦૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૯૫૩.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૬.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૦૧૫.૪૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચાલુ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે શેરબજાર મંદી સાથે સમાપ્ત થયું.બીએસઇ સેન્સેક્સ ૦૮ પોઈન્ટ ઘટીને ૭૫૪૧૦ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૩ પોઈન્ટ ના વધારા સાથે ૨૩૦૧૫ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૦૬ પોઈન્ટ ના ઉછાળા સાથે ૪૯૦૪૪ના સ્તર પર બંધ થયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ જૂને એનડીએની જીત નિશ્ચિત હોવાની ખાતરી આપતાં શેરબજારોમાં તેજી આવવાના એંધાણ આપ્યા છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ નજીવા ઘટાડે ખૂલ્યા બાદ વધી ૭૫૬૩૬.૫૦ ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. નિફ્ટી ફ્યુચર એ ૨૩૦૮૯ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટી ફ્યુચર એ ૪૯૧૧૫ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો.પીએસયુ શેરોમાં ૧૦% થી વધુ ઉછાળો નોંધાયો છે.લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં શેરબજારમાં આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય શેરબજાર આજે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. વધુમાં લગભગ દોઢ મહિના બાદ એફઆઈઆઈએ હજારો કરોડમાં ખરીદી નોંધાવી છે. ગઈકાલે એફઆઈઆઈએ ૪૬૭૦.૯૫ કરોડનું રોકાણ કર્યું હતું. 

બીએસઈ માર્કેટ કેપ સળંગ પાંચમાં દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. બીએસઈ માર્કેટ કેપ આજે ૪૨૧.૨૨ લાખ કરોડની સપાટી નોંધાવી છે. પીએસયુ શેરોમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. આજે ફરી બીડીએલનો શેર ૧૨.૮૫%, આરસીએફ ૭.૦૭%, કોચિન શીપયાર્ડ ૫.૩૨%,ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.બીજી બાજુ ઈરકોન, આઈટીઆઈ, એમએમટીસી, આઈઆરસીટીસી શેરોમાં પ્રોફિટ બુકિંગના પગલે ૨.૩૨% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 

શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, તેમાં સિપ્લા, ટાટા કન્ઝ્યુમર, એશિયન પેઈન્ટ્સ, લાર્સન, એચડીએફસી બેંક, હેવેલ્લ્સ,વોલ્ટાસ,એક્સીસ બેન્ક અને રિલાયન્સના શેરનો સમાવેશ થાય છે, જ્યારે નબળા શેરોમાં ઈન્ડીગો,ટાટા કોમ્યુનિકેશન,બાલક્રિષ્ણ ઇન્ડ.,ગ્રાસીમ ના શેર સામેલ હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૫૪ અને વધનારની સંખ્યા ૧૬૯૪ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૧  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને ઘટાડો આગામી મહિનાઓમાં ક્યારે કરાશે એની અનિશ્ચિતતા વચ્ચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વિરામના સંકેત અને અમેરિકામાં ક્રુડ ઓઈલના સ્ટોકમાં વધારો થતાં ક્રુડ ઓઈલના ભાવમાં ફેબુ્રઆરી બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થવો અને વૈશ્વિક મોરચે એપલ સહિતના કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી.વૈશ્વિક મોરચે અમેરિકા સામે રશીયા-ચાઈના વચ્ચે વધુ મજબૂત બનતાં સંબંધો અને વૈશ્વિક વેપારમાં અમેરિકાના ચાઈનાની આયાતો પર અંકુશોને લઈ વૈશ્વિક વેપાર મામલે સમીકરણો બદલાતા જોવાઈ રહ્યા છે. જેને લઈ આગામી દિવસોમાં સંભવિત ડેવલપમેન્ટ પર બજારની નજર રહેશે. આ સાથે ઘર આંગણે લોકસભા ચૂંટણીને લઈ  અનપેક્ષિત કોઈ ડેવલપમેન્ટના સંજોગોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.લોકસભા ચૂંટણી ૨૦૨૪નુ અપેક્ષિત પરિણામ મળવાની શક્યતા વધી છે. વૈશ્વિક શેરબજારો પણ પોઝિટીવ પરિબળો સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આરબીઆઈએ સરકારની તિજોરીમાં ૨.૧૧ લાખ કરોડનું ડિવિડન્ડ ઠાલવવાની જાહેરાત કરતાં મજબૂત અર્થતંત્રનો સંકેત મળ્યો છે. બેન્કિંગ શેરોમાં વોલ્યુમ વધ્યા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ૦.૨૩% તૂટી ૨૧.૪૨ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે માર્કેટમાં સ્થિરતા વધવાનો સંકેત આપે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!