February 23, 2025

+91 99390 80808

February 23, 2025

| +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૯૫૩.૩૧ સામે ૭૪૧૬૫.૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૮૬૦.૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૪૭.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૨૬૭.૭૫ ઉછાળા સાથે ૭૪૨૨૧.૦૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૬૦૫.૯૦ સામે ૨૨૬૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૫૪૮.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૪.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૬૬.૧૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચાલુ સપ્તાહના બીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર તેજી સાથે સમાપ્ત થયું.બીએસઇ સેન્સેક્સ ૨૬૭ પોઈન્ટ વધીને ૭૪૨૨૧ ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૬૦ પોઈન્ટ ના મામૂલી વધારા સાથે ૨૨૬૬૬ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૮૨ પોઈન્ટ ના ઘટાળા સાથે ૪૮૦૭૧ ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે શેરબજારમાં કારોબારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ હતી.અંતે શેરબજારનું કામકાજ તેજીમાં સમાપ્ત થયું. શેરબજારની ગતિવિધિમાં તેજી વચ્ચે, નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ સૂચકાંકોમાં નબળાઈ નોંધાઈ હતી, જ્યારે નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી આઈટી, બીએસઈ સ્મોલ કેપ અને નિફ્ટી મિડકેપ ૧૦૦ સૂચકાંકોમાં ઉછાળો નોંધાયો હતો.

શેરબજારની કામગીરીમાં આવી અનેક કંપનીઓના શેર આવ્યા છે જેમાં બમ્પર વધારો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં હિન્દુસ્તાન ઝિંકના શેરે રોકાણકારોને ૧૦૦% વળતર આપ્યું છે, નબળા પરિણામો બાદ ભેલ ના શેરમાં ૫% ઘટાડો થયો છે. ભારતમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત સાથે, વિદેશી રોકાણકારો દરરોજ ૧૮૦૦ કરોડ રૂપિયાના શેરનું વેચાણ કરી રહ્યા છે.

 શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, તેમાં સિપ્લા, ટાટા કન્ઝ્યુમર, એશિયન પેઈન્ટ્સ, લાર્સન, એચડીએફસી બેંક, ટીસીએસ, વિપ્રો, કોટક મહિન્દ્રા બેંક ,એચસીએલ ટેક એચયુએલ, કોલ ઇન્ડિયા, બ્રિટાનિયા, ડો. રેડ્ડીઝ અને રિલાયન્સના શેરનો સમાવેશ થાય છે, શેરબજારમાં આવેલી તેજી વચ્ચે કોલ ઈન્ડિયા લિમિટેડ અને પાવર ગ્રીડના શેર ૫૨ સપ્તાહની ટોચે પહોંચી ગયા છે.જ્યારે નબળા શેરોમાં શ્રીરામ ફાઇનાન્સ, એપોલો હોસ્પિટલ, એસબીઆઇ, હિન્દાલ્કો, હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઈફ અને જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઓએનજીસી, અદાણી વિલ્મર, એન્જિનિયર્સ ઈન્ડિયા ના શેર સામેલ હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૨ અને વધનારની સંખ્યા ૧૯૦૨ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયા બાદ હવે બે તબક્કાનું મતદાન બાકી રહ્યું છે અને પરિણામો ૪, જૂનના આવતાં પૂર્વે કેન્દ્રમાં સ્થિર મજબૂત સરકાર રચાવા જઈ રહ્યાના પ્રબળ આશાવાદે ભારતીય શેર બજારોમાં રોકાણકારોની સંપતિ એટલે કે કુલ માર્કેટ કેપિટલાઈઝેશને ઈન્ટ્રા-ડે પાંચ લાખ કરોડ ડોલરનો પડાવ પાર કર્યો હતો. માર્કેટ કેપ ઈન્ટ્રા-ડે રૂ.૪૧૪.૭૫ લાખ કરોડ એટલે કે પાંચ લાખ કરોડ ડોલર પહોંચી ગયું હતું. આ સાથે વિશ્વમાં અત્યારે પાંચ લાખ કરોડ ડોલરથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતાં કલબમાં પ્રવેશનાર ભારત પાંચમો દેશ બન્યો છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ગત સપ્તાહના છેલ્લા બે દિવસમાં વેચવાલી ધીમી પડીને ખરીદદાર બની રહ્યાના આંકડાકીય પોઝિટીવ સંકેત અને લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સતત વધતી રહેતાં સેન્ટીમેન્ટ તેજીનું  બન્યું છે. કોર્પોરેટ પરિણામો પણ એકંદર પ્રોત્સાહક નીવડતાં શેરોમાં વેચવાલી અટકીને ખરીદી વધતી જોવાઈ છે. પીએસયુ શેરો સાથે કેપિટલ ગુડઝ, પાવર, ઓટો શેરોમાં ખરીદી વિશેષ જોવાઈ છે. વૈશ્વિક મોરચે અમેરિકા સામે રશીયા-ચાઈના વચ્ચે વધુ મજબૂત બનતાં સંબંધો અને વૈશ્વિક વેપારમાં અમેરિકાના ચાઈનાની આયાતો પર અંકુશોને લઈ વૈશ્વિક વેપાર મામલે સમીકરણો બદલાતા જોવાઈ રહ્યા છે. જેને લઈ આગામી દિવસોમાં સંભવિત ડેવલપમેન્ટ પર બજારની નજર રહેશે. આ સાથે ઘર આંગણે લોકસભા ચૂંટણીને લઈ  અનપેક્ષિત કોઈ ડેવલપમેન્ટના સંજોગોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

OIL INDIA LTD

COAL INDIA

JUPITER WAGONS

MOIL LTD

GRASIM IND.

error: Content is protected !!