January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૦૦૫.૯૪ સામે ૭૩૮૪૨.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૭૬૨.૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૬.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨.૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૯૫૩.૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૫૪૩.૯૦ સામે ૨૨૫૧૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૫૧૦.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૬.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૬.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૫૯૦.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચાલુ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે મંગળવારે શેરબજાર નબળાઈ સાથે સમાપ્ત થયું.બીએસઇ સેન્સેક્સ ૫૨ પોઈન્ટ ઘટીને ૭૩૯૫૩ ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૪૬ પોઈન્ટ ના મામૂલી વધારા સાથે ૨૨૫૯૦ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૧૯૨ પોઈન્ટ ના ઘટાળા સાથે ૪૮૦૯૬ ના સ્તર પર બંધ થયો હતો.ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારની કુલ માર્કેટ કેપ ૫ ટ્રિલિયન ડોલરને સ્પર્શી ગઈ છે.છેલ્લા ૬ મહિનામાં શેરબજારે રોકાણકારોની સંપત્તિમાં એક ટ્રિલિયન ડોલરનો વધારો કર્યો છે.વિદેશી રોકાણકારોની સતત વેચવાલી વચ્ચે સ્થાનિક રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે શેરબજારના માર્કેટ કેપમાં જબરદસ્ત વધારો થયો છે. ૪ જૂને લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ૪૧૪.૭૫ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ બંને શેરબજારમાં સ્થાનિક રોકાણકારો ભારે ખરીદી કરી રહ્યા છે. અગાઉ, ૨૯નવેમ્બર, ૨૦૨૩ ના રોજ, દલાલ સ્ટ્રીટનું માર્કેટ કેપ $૪ ટ્રિલિયનને પાર કરી ગયું હતું.

ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે મંગળવારે શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ નોંધાયો હતો. દિવસભર શેરબજાર ક્યારેક લાલ તો ક્યારેક લીલા રંગમાં કાર્યરત રહ્યું હતું. શેરબજારના ટોપ ગેઇનર્સની યાદીમાં બાલક્રિષ્ના ઇન્ડ ૯.૩૪%,ગ્રાસીમ,ટાટા કોમ્યુનિકેશન,હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,અદાણી પોર્ટ્સ, સિપ્લા અને પાવર ગ્રીડના શેરનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ લુઝર્સમાં ઈન્ડીગો,સન ફાર્મા,ઈન્ફોસીસ,નેસ્લે ઈન્ડિયા, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચડીએફસી લાઇફના નો સમાવેશ થાય છે

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૬ અને વધનારની સંખ્યા ૧૬૧૯ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૬  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,વૈશ્વિક મોરચે અમેરિકા સામે રશીયા-ચાઈના વચ્ચે વધુ મજબૂત બનતાં સંબંધો અને વૈશ્વિક વેપારમાં અમેરિકાના ચાઈનાની આયાતો પર અંકુશોને લઈ વૈશ્વિક વેપાર મામલે સમીકરણો બદલાતા જોવાઈ રહ્યા છે. જેને લઈ આગામી દિવસોમાં સંભવિત ડેવલપમેન્ટ પર બજારની નજર રહેશે. આ સાથે ઘર આંગણે લોકસભા ચૂંટણીને લઈ  અનપેક્ષિત કોઈ ડેવલપમેન્ટના સંજોગોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. ચૂંટણી સંપન્ન ન થાય અને રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી ઈન્ડેક્સ બેઝડ ઓવરબોટ પોઝિશન કે ઓવરસોલ્ડ પોઝિશન હળવી કરવી હિતાવહ રહેશે.લોકસભા ચૂંટણીના ચાર તબક્કા પૂરા થઈ ગયા બાદ હવે સોમવારે પાંચમાં તબક્કાનું મતદાન મુંબઈ-મહારાષ્ટ્ર સહિતની સીટો માટે થઈ ચૂકયું છે, ચૂંટણીમાં અત્યાર સુધી સરેરાશ સંતોષકારક મતદાનની ટકાવારી છતાં કેટલાક રાજયોમાં અમુક ક્ષેત્રોમાં અપેક્ષાથી ઓછા મતદાને ચિંતા ઉપજાવી હોઈ ચૂંટણીના પરિણામો મામલે અનિશ્ચિતતા જોવાઈ છે. પરંતુ ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો રોકાણકારોની ગુરૂવારે વેચવાલી ધીમી પડયા બાદ શુક્રવારે શેરોમાં કેશમાં નેટ ખરીદદાર બનતાં કેન્દ્રમાં ફરી મજબૂત સ્થિર સરકારનું નિર્માણ થવાનો અંદેશો મળી ગયો હોય એમ ફંડો ખરીદદાર બન્યાના અંદાજો મૂકાઈ રહ્યા છે. આ સાથે કોર્પોરેટ પરિણામો પણ એકંદર પ્રોત્સાહક નીવડતાં શેરોમાં વેચવાલી અટકીને ખરીદી વધતી જોવાઈ છે. પીએસયુ શેરો સાથે કેપિટલ ગુડઝ, પાવર, ઓટો શેરોમાં ખરીદી વિશેષ જોવાઈ છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!