રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૦૪.૬૧ સામે ૭૩૨૦૦.૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૮૨૨.૬૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૮.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૭.૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૯૮૭.૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૩૦૮.૭૦ સામે ૨૨૩૪૨.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૨૧૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૮૦.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બુધવારે શેરબજાર મંદી પર સમાપ્ત થયું. શેરબજારમાં દિવસભર વધઘટ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ સવારે લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું અને બપોરે લાલ નિશાનમાં ગયું. આ દરમિયાન ફરી એકવાર શેરબજારે લીલા રંગમાં કામકાજ શરૂ કર્યું પરંતુ બુધવારે શેરબજાર નુકસાનમાં સમાપ્ત થયું. સેન્સેક્સ ૧૧૮ પોઈન્ટ ઘટીને બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ૨૮ પોઈન્ટ ઘટીને બંધ થયો છે.શેરબજારના રોકાણકારો માટે રાહતના સમાચાર એ છે કે નિફ્ટી ફ્યુચએ ૨૨૨૦૦ પોઈન્ટનું સ્તર જાળવી રાખ્યું છે.નિફ્ટી ૫૦ ઈન્ડેક્સના ૫૦ શેરોમાંથી ૨૩માં વધારો નોંધાયો છે જ્યારે ૨૭માં નબળાઈ જોવા મળી છે.યુરોપિયન શેરબજારની કામગીરી બુધવારે સકારાત્મક નોંધ પર શરૂ થઈ છે. અમેરિકામાં ફુગાવાના ડેટાની વ્યાજદર પર અસરને કારણે યુરોપિયન શેરબજારોમાં તેજી જોવા મળી હતી.
ચાલુ સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં નબળાઈ નોંધાઈ છે, જ્યારે નિફ્ટી ફાર્મા, બીએસઈ સ્મોલ કેપ અને નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ બંધ થવામાં સફળ થયા છે.શેરબજારના ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,લાર્સેન,સિપ્લા,કોલ ઈન્ડિયા લિમિટેડ, સિપ્લા, બીપીસીએલ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, એનટીપીસી અને મહિન્દ્રાના શેરનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ લુઝર્સમાં ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, એચડીએફસી બેન્ક, ટાટા શેરનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૯૧ અને વધનારની સંખ્યા ૨૨૦૧ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, શેરબજારમાં ભારે વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારોને ચિંતા છે કે ભારતમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓછી બેઠકો મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં અગાઉના અંદાજની સરખામણીમાં ઓછી બેઠકો મળવાના હોવાના કારણે તેમની ચિંતા વધી ગઈ છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી શેરબજારમાં આવી જ વધઘટ જોવા મળી શકે છે. લોકસભા ચૂંટણીના ગુજરાત સહિતમાં ત્રીજા તબક્કાના મતદાનના પાછલા સપ્તાહમાં અપેક્ષાથી ઓછા મતદાનને લઈ ચૂંટણીના પરિણામ વનસાઈડ જીત શક્ય નહીં બનવાની અને વિપરીત પરિણામના સંજોગોમાં કોઈપણ ગઠબંધનને સ્પષ્ટ બહુમત નહીં મળવા સુધીના એક સર્વે અનુમાનના ચિંતાજનક અહેવાલો વહેતા થવા લાગતાં ભારતીય શેર બજારોમાં વોલેટીલિટી સાથે ગત સપ્તાહમાં કડાકો બોલાઈ ગયો હતો. પરંતુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત જંગી વેચવાલીને જોતાં ઉછાળા પણ ઉભરાં જેવા નીવડી શકે છે. લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત ખરીદીના આંકડાએ બજારમાં સ્ટોક સ્પેસિફિક તેજીનો કરંટ જળવાઈ રહેવાની શકયતા સાથે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.