January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૦૮૮ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૦૮૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૭૭૬.૧૩ સામે ૭૨૬૯૬.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૬૮૩.૯૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૦૨.૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૩૨૮.૪૮ ઉછાળા સાથે ૭૩૧૦૪.૬૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૨૦૧.૧૦ સામે ૨૨૨૧૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૧૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૩.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૩૧૨.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વર્તમાન કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું.બીએસઇ સેન્સેક્સ ૩૨૮ પોઈન્ટ ઉછળીને ૭૩૧૦૪ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૧૦ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. મંગળવારના શેરબજારના ટ્રેડિંગમાં, અદાણી એન્ટરપ્રાઇઝે પાંચ ટકાથી વધુનો વધારો નોંધાવ્યો હતો, જ્યારે સિપ્લાના શેર ચાર ટકાથી વધુ ઘટીને બંધ થયા હતા. શેરબજારના કામકાજમાં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે અને નિફ્ટી ૨૨૩૦૦ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં મંગળવારના ટ્રેડિંગમાં સારો ઉછાળો નોંધાયો હતો.મંગળવારે શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ નોંધાયો હતો અને દિવસભર સેન્સેક્સ અને નિફ્ટી લીલા રંગમાં રહ્યા હતા. જોકે બપોર બાદ શેરબજારે તેની લીડ ગુમાવી દીધી હતી, પરંતુ કારોબારના છેલ્લા કલાકમાં ફરી તેજી જોવા મળી હતી. 

શેરબજારમાં સારી ગતિ વચ્ચે નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી સૂચકાંકોમાં થોડી નબળાઈ જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં કામ કરી રહ્યા હતા. મંગળવારે શેરબજારમાં આવેલી તેજી વચ્ચે ટોપ ગેઇનર્સની વાત કરીએ તો તેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી ,જેએસડબલ્યુ સ્ટીલ અને હિન્દાલ્કોના શેરનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ લુઝર્સની યાદીમાં સિપ્લા, એચડીએફસી બેંક અને ટાટા મોટર્સ ,ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, મુથુટ ફાઈનાન્સ, એક્સિસ બેંક અને હિન્દુસ્તાન ઝિંક ,ટાટા કન્ઝ્યુમર, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ડોક્ટર રેડ્ડીઝ લેબ્સનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૧૬ અને વધનારની સંખ્યા ૨૬૯૦ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક પરિબળોથી વિશેષ સ્થાનિક ચૂંટણીના પરિબળે ગત સપ્તાહના સળંગ ચાર દિવસ બજારને નરમાઈમાં ધકેલ્યા બાદ સપ્તાહના અંતે ઘટાડાને વિરામ આપ્યો છે. ચૂંટણીના પરિણામ વિશે હજુ અટકળોનો દોર આગામી ૪, જૂન સુધી ચાલુ રહેવાની શકયતા પૂરી છે. જેને કારણે બજારમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઉથલપાથલ સાથે સાવચેતી વધતી જોવાય અને ઉછાળે -ઘટાડે ઈન્ડેક્સ મેનેજમેન્ટ થતું રહેવાની શકયતા રહેશે. સાત તબક્કા-ચરણમાં યોજાઈ રહેલી  લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા સંપ્પન થઈ ગયા છે,જેથી ઓવરસોલ્ડ બજારમાં પ્રત્યાઘાતી સુધારાનો દોર આગળ વધતો જોવાઈ શકે છે. પરંતુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત જંગી વેચવાલીને જોતાં ઉછાળા પણ ઉભરાં જેવા નીવડી શકે છે. લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત ખરીદીના આંકડાએ બજારમાં સ્ટોક સ્પેસિફિક તેજીનો કરંટ જળવાઈ રહેવાની શકયતા સાથે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે. લોકસભા ચૂંટણીના ગુજરાત સહિતમાં ત્રીજા તબક્કાના મતદાનના પાછલા સપ્તાહમાં અપેક્ષાથી ઓછા મતદાનને લઈ ચૂંટણીના પરિણામ વનસાઈડ જીત શક્ય નહીં બનવાની અને  વિપરીત પરિણામના સંજોગોમાં કોઈપણ ગઠબંધનને સ્પષ્ટ બહુમત નહીં મળવા સુધીના એક સર્વે અનુમાનના ચિંતાજનક અહેવાલો વહેતા થવા લાગતાં ભારતીય શેર બજારોમાં વોલેટીલિટી સાથે ગત સપ્તાહમાં કડાકો બોલાઈ ગયો હતો.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!