રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૬૬૪.૪૭ સામે ૭૨૪૭૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૮૬૬.૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૯૭.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૧૧૧.૬૬ ઉછાળા સાથે ૭૨૭૭૬.૧૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૧૪૦.૬૦ સામે ૨૨૧૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૯૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૩.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૨૨૪.૨૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે શેરબજારનો કારોબાર તેજી સાથે સમાપ્ત થયો.શેરબજારમાં આજે ભારે વોલિટિલિટીના અંતે છેલ્લા બે કલાકમાં અર્થાત બપોરે ૧:૩૦ વાગ્યા બાદથી બાઈંગ વેલ્યૂ વધતાં સળંગ બીજા દિવસે સુધારા સાથે બંધ રહ્યા છે.લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને આ વખતે મોટી અપેક્ષાથી ઓછી સીટ મળવાના અંદાજો વહેતા થતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સળંગ પાંચ દિવસના કડાકા બાદ આજે ઘટાડાને વિરામ મળ્યો હતો. અમેરિકામાં બેરોજગારીના દાવા વધતાં અને કોર્પોરેટ પરિણામોની અપેક્ષા સાથે વ્યાજ દરમાં ઘટાડાના અંદાજોએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ઈન્ડેક્સ બેઝડ વોલેટિલિટી જોવા મળી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફરી પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. શેરબજારમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાની અસર આજે જોવા મળી છે. પ્રીમિયમ વેલ્યૂએશન અને લોકસભા ચૂંટણીમાં નીચા મતદાનના કારણે અપેક્ષિત પરિણામ ન મળવાની અટકળો વચ્ચે છેલ્લા ૩ ટ્રેડિંગ સેશનથી કડાકો નોંધાયો હતો. પરંતુ હવે નીચા મથાળે ખરીદી વધી છે.હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ પસંદગીની ખરીદી કરતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો.
શેર બજારના ટોપ ગેનર્સમાં ગ્રાસીમ,ટાટા કોમ્યુનિકેશન,ગોદરેજ પ્રોપ., કોટક બેંક, ટીસીએસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,એચયુએલ, ટાઈટન,લાર્સેન,ઈન્ડીગો,વોલ્ટાસ,રિલાયન્સ,મુથૂત ફાયનાન્સ,સ્ટેટ બેંક,અડાણી એન્ટરપ્રાઇઝ, બીપીસીએલ અને બ્રિટાનિયા જેવી કંપનીઓ શેર તેજી કરી હતી,જ્યારે ટોચના લુજર્સમાં બાલક્રિષ્ના ઇન્ડ,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેંક,ઇપ્કા લેબ, ભારતી એરટેલ અને ટાટા કેમિકલ શેર કરી મંદી જોવા મળી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૦ અને વધનારની સંખ્યા ૧૭૭૭ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, લોકસભા ચૂંટણીના ગુજરાત સહિતમાં ત્રીજા તબક્કાના મતદાનના પાછલા સપ્તાહમાં અપેક્ષાથી ઓછા મતદાનને લઈ ચૂંટણીના પરિણામ વનસાઈડ જીત શક્ય નહીં બનવાની અને વિપરીત પરિણામના સંજોગોમાં કોઈપણ ગઠબંધનને સ્પષ્ટ બહુમત નહીં મળવા સુધીના એક સર્વે અનુમાનના ચિંતાજનક અહેવાલો વહેતા થવા લાગતાં ભારતીય શેર બજારોમાં વોલેટીલિટી સાથે ગત સપ્તાહમાં કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક પરિબળોથી વિશેષ સ્થાનિક ચૂંટણીના પરિબળે ગત સપ્તાહના સળંગ ચાર દિવસ બજારને નરમાઈમાં ધકેલ્યા બાદ સપ્તાહના અંતે ઘટાડાને વિરામ આપ્યો છે. ચૂંટણીના પરિણામ વિશે હજુ અટકળોનો દોર આગામી ૪, જૂન સુધી ચાલુ રહેવાની શકયતા પૂરી છે. જેને કારણે બજારમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઉથલપાથલ સાથે સાવચેતી વધતી જોવાય અને ઉછાળે -ઘટાડે ઈન્ડેક્સ મેનેજમેન્ટ થતું રહેવાની શકયતા રહેશે. સાત તબક્કા-ચરણમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા સંપ્પન થઈ ગયા છે,જેથી ઓવરસોલ્ડ બજારમાં પ્રત્યાઘાતી સુધારાનો દોર આગળ વધતો જોવાઈ શકે છે. પરંતુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત જંગી વેચવાલીને જોતાં ઉછાળા પણ ઉભરાં જેવા નીવડી શકે છે. લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત ખરીદીના આંકડાએ બજારમાં સ્ટોક સ્પેસિફિક તેજીનો કરંટ જળવાઈ રહેવાની શકયતા સાથે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.