રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૫.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૪૬૬.૩૯ સામે ૭૩૪૯૯.૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૩૩૪.૧૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૬૫.૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬૨.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૪૦૪.૧૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૩૯૩.૮૫ સામે ૨૨૩૪૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૦૫૧.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૧.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૦૭૨.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે ઈઝરાયેલે યુદ્વ વિરામની દરખાસ્ત ફગાવતા ફરી યુદ્વ વકરવાના એંધાણે જીઓપોલિટીકલ ટેન્શન વધતા એશીયા બજારોમાં જાપાન, હોંગકોંગ અને ચાઈનાના બજારોમાં ધોવાણની નેગેટીવ અસર સાથે સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ત્રીજા તબક્કામાં ભાજપના ગઢમાં ઓછું મતદાન નોંધાતા એનડીએની સીટ્સમાં ઘટાડો થવાના અહેવાલો બજારમાં ફરતાં થતાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે સપ્તાહના ચોથા દિવસે ફોરેન ફંડોની ભારે વેચવાલીએ ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૦૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. છેલ્લા થોડા સમયથી ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે ત્યારે આજે બીએસઇ સેન્સેક્સ ૭૨૫૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચરે ૨૨૧૦૦ પોઈન્ટનો મહત્ત્વનો સપોર્ટ તોડી ઘટાડે બંધ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૪૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૦૨ અને વધનારની સંખ્યા ૯૨૯ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૧.૮૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૪૮%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૪%, ઇન્ફોસિસ લિમીટેડ ૦.૫૪% અને એચસીએલ ટેક. ૦.૪૯% વધ્યા હતા, જ્યારે લાર્સન લિ. ૫.૫૬%, એશિયન પેઈન્ટ ૪.૫૧%, જેએસડબલ્યુ સ્ટીલ ૩.૬૪%, આઈટીસી લિ. ૩.૫૬%, બજાજ ફાઈનાન્સ ૨.૮૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૭૩%, ટાટા સ્ટીલ ૨.૪૭%, એનટીપીસી લિ. ૨.૪૩%, બજાજ ફિનસર્વ ૨.૧૭%, એચડીએફસી બેન્ક ૨.૧૦% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૭.૩૫ લાખ કરોડ ઘટીને ૩૯૩.૩૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વના પાંચમાં મોટા અર્થતંત્ર ભારતમાં એફએમસીજી ઉત્પાદકો મંદ માંગનો સામનો કરી રહ્યા છે. ઊંચા ભાવને કારણે ઉપભોગતાઓ બિનઆવશ્યક માલસામાન પાછળના ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશમાં ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસની માંગ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી છે. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત જ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં એફએમસીજીનું વધુ વેચાણ જોવા મળ્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહેવાની ધારણાં છે ત્યારે ચોમાસા બાદ અને લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ જવા બાદ ગ્રામ્ય વિસ્તારમાં માંગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. માર્ચ ત્રિમાસિકમાં એફએમસીજીના એકંદર વેચાણમાં વાર્ષિક ધોરણે ૬.૫૦% વધારો જોવા મળ્યો છે જે ડિસેમ્બર ત્રિમાસિકમાં ૬% રહ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વ્યક્તિગત સારસંભાળ તથા હોમ કેર સામાનની આગેવાની હેઠળ ગ્રામ્ય ભારતમાં વેચાણમાં ૭.૬૦% વૃદ્ધિ જોવા મળી છે, જે ડિસેમ્બર ત્રિમાસિકમાં ૫.૮૦% જોવા મળી હતી. આની સામે શહેરી વિસ્તારમાં વેચાણ વૃદ્ધિ ૬.૯૦ પરથી ઘટી ૫.૭૦% રહી હતી. છેલ્લા કેટલાક સમયથી દેશમાં ફુગાવો પ્રમાણમાં ઊંચો જોવા મળી રહ્યો છે જેને કારણે માંગ પર અસર પડી છે. ફુગાવો ઘટાડવા રિઝર્વ બેન્કના સતત પ્રયાસો છતાં માર્ચનો ફુગાવો ૪.૮૫% રહ્યો હતો. જે રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટથી ઊંચો છે. ચૂંટણી તેમજ મોટાભાગના શેરોના પ્રીમિયમ વેલ્યુએશનના પગલે પ્રોફિટ બુકિંગ વધ્યું છે ત્યારે અગામી દિવસોમાં લોકસભા ચૂંટણીના પરિણામો સુધી સ્ટોક માર્કેટમાં કોન્સોલિડેશન જારી રહેશે, જયારે એફએમસીજી અને રિયલ્ટી સેગમેન્ટના શેરોમાં વોલ્યુમ ગ્રોથ વધવાના આશાવાદ સાથે તેજી જોવા મળી શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in