May 19, 2024

+91 99390 80808

May 19, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૯૫.૫૪ સામે ૭૩૯૭૩.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૨૫૯.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૭.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૩.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૫૧૧.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૫૦.૧૫ સામે ૨૨૫૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૩૧૨.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭૮.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૫.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૩૭૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચાલુ સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં નબળાઈ સાથે સમાપ્ત થયું.શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે.બીએસઇ સેન્સેક્સ ૩૮૪ પોઈન્ટ ઘટીને બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૭૬ પોઈન્ટ ઘટીને બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૭૧૫  પોઈન્ટ ઘટીને બંધ થયો છે. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનની અસર શેરબજારના કામકાજ પર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં શેરબજારમાં ચાલી રહેલી નબળાઈને કારણે રોકાણકારોને ૧૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.શેરબજારના કામકાજના અંત પછી, મંગળવારે નિફ્ટી ૫૦ દિવસની મૂવિંગ એવરેજથી નીચે બંધ થયો હતો. બીએસઇ સેન્સેક્સ ત્રણ દિવસમાં ૧૦૦૦ પોઈન્ટ ઘટી ગયો છે અને બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૧૧લાખ કરોડનો ઘટાડો થયો છે.

શેરબજારમાં અસ્થિર કારોબાર વચ્ચે નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં વધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટી મિડ કેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સ નબળાઈ પર બંધ થયા છે.

શેરબજારના અસ્થિર કારોબાર વચ્ચે શેરબજારના ટોપ ગેનર્સની યાદીમાં ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનિયા,બાટા ઇન્ડિયા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ગોદરેજ કન્ઝ્યુમર,વિપ્રો લિમિટેડ, એસબીઆઈ લાઈફ ,કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ફોસિસના,ટીસીએસ, વિપ્રોના શેરનો સમાવેશ થાય છે,જ્યારે બીજીબાજુ ટોપ લુઝર કેટેગરીમાં બજાજ ઓટો,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, લાર્સન એન્ડ ટુબ્રો, હેવેલ્સ,એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બીએસઈ લિમિટેડ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, એચસીએલ,લ્યુપીન,સિપ્લા,પાવર ગ્રીડ, ઓએનજીસી, ઇન્ડસિન્ડ બેંક,હિન્દાલ્કો, ટાટા મોટર્સના શેર સામેલ છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૩૮ અને વધનારની સંખ્યા ૧૦૮૪ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો,ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી જોવાઈ રહ્યા મુજબ બજાર લોકસભા ચૂંટણીના ફિવરમાં અનિશ્ચિત બે-તરફી અફડાતફડી બતાવી રહ્યું છે. શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને ઘટાડો આગામી મહિનાઓમાં ક્યારે કરાશે એની અનિશ્ચિતતા વચ્ચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વિરામના સંકેત અને અમેરિકામાં ક્રુડ ઓઈલના સ્ટોકમાં વધારો થતાં ક્રુડ ઓઈલના ભાવમાં ફેબુ્રઆરી બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થવો અને વૈશ્વિક મોરચે એપલ સહિતના કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. સેન્સેક્સ ૭૫૦૦૦ની સપાટી પાર કરીને સપ્તાહના અંતે અથડાઈ જવા ઉપરાંત નિફટી ફ્યુચર પણ ૨૨૮૦૦નવી ટોચ બનાવીને અથડાઈ ગયો છે. ઈન્ડેક્સ બેઝડ ફંડોએ હેવીવેઈટ શેરોના સથવારે મોટી ઉથલપાથલ મચાવી છે. સાઈડ માર્કેટમાં પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો હાલ તુરત ચૂંટણી સુધી જાણે કે નવા મોટા કમિટમેન્ટ,ખરીદીથી દૂર રહ્યા છે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં હવે ૮, મે ૨૦૨૪ના ટાટા પાવરના રિઝલ્ટ, ૯, મે ૨૦૨૪ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિ., બીપીસીએલના રિઝલ્ટ પર બજારની નજર રહેશે. વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં અપેક્ષિત વોલેટીલિટી વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

TRIVENI ENG.

INDIAN RAILWAY FIN.

NMDC

GAIL INDIA

OBEROI REALTY

error: Content is protected !!