May 19, 2024

+91 99390 80808

May 19, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૭૮.૧૫ સામે ૭૪૧૯૬.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૭૮૬.૨૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૭૩.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૧૭.૩૯ ઉછાળા સાથે ૭૩૮૯૫.૫૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૭૫.૨૦ સામે ૨૨૬૪૮.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૬.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૬૩.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગત શુક્રવારે બજારમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટીએ સુધારા સાથે સપ્તાહની શરૂઆત કરી છે. ત્યારબાદ વિવિધ સાનુકૂળ અહેવાલો વચ્ચે લોકસભાની ચૂંટણી બાદ સરકાર દ્વારા આવકવેરાના નિયમોમાં ઘરખમ ફેરફાર કરવામાં આવવાના અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજે ભારે વોલેટાલિટી જોવા મળી હતી.અપેક્ષા કરતાં નબળા અમેરિકી રોજગાર ડેટા, મજબૂત ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, આર્થિક સ્થિતિમાં સુધારો, વિદેશી બજારોના સથવારે તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધવાના આશાવાદ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો છે.અમેરિકામાં જીડીપીના આંકડા નબળા આવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં  વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ફરી વધતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે વધુ ઉંચા જતા જોવા મળ્યા હતા.

શેર બજારના ટોપ ગેનર્સમાં ગોદરેજ પ્રોપ., કોટક બેંક, ટીસીએસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ભારતી એરટેલ,બાલક્રિષ્ના ઇન્ડ,ઈન્ફોસીસ, એચયુએલ અને બ્રિટાનિયા જેવી કંપનીઓ શેર રાયહે છે જ્યારે ટોચના લુજર્સમાં ટાઈટન,લાર્સેન,ઈન્ડીગો,વોલ્ટાસ,રિલાયન્સ,મુથૂત ફાયનાન્સ,સ્ટેટ બેંક,અડાની એન્ટરપ્રાઇઝ, બીપીસીએલ અને કોલ ઈન્ડિયા શેર કરી રહ્યાં છે. સોમવાર શેર માર્કેટમાં ખૂબ ઉતાર-ચઢાવ દાખલ કરવામાં આવ્યો, દિવસ માં વેપારમાં સેન્સેક્સ ૩૦૦અંક ઝડપથી આગળ વધ્યા હતા. ગુજરાત થેમીસ, હિન્દુસ્તાન મોટર્સ, જ્યોતિ લેબ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનએમડીસી સહિતના શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. ૨૧ સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૨૮ અને વધનારની સંખ્યા ૧૨૯૪ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને ઘટાડો આગામી મહિનાઓમાં ક્યારે કરાશે એની અનિશ્ચિતતા વચ્ચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વિરામના સંકેત અને અમેરિકામાં ક્રુડ ઓઈલના સ્ટોકમાં વધારો થતાં ક્રુડ ઓઈલના ભાવમાં ફેબુ્રઆરી બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થવો અને વૈશ્વિક મોરચે એપલ સહિતના કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. જ્યારે ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી જોવાઈ રહ્યા મુજબ બજાર લોકસભા ચૂંટણીના ફિવરમાં અનિશ્ચિત બે-તરફી અફડાતફડી બતાવી રહ્યું છે. સેન્સેક્સ ૭૫૦૦૦ની સપાટી પાર કરીને સપ્તાહના અંતે અથડાઈ જવા ઉપરાંત નિફટી ફ્યુચર પણ ૨૨૮૦૦નવી ટોચ બનાવીને અથડાઈ ગયો છે. ઈન્ડેક્સ બેઝડ ફંડોએ હેવીવેઈટ શેરોના સથવારે મોટી ઉથલપાથલ મચાવી છે. સાઈડ માર્કેટમાં પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો હાલ તુરત ચૂંટણી સુધી જાણે કે નવા મોટા કમિટમેન્ટ,ખરીદીથી દૂર રહ્યા છે.કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં હવે ૭, મે ૨૦૨૪ના ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝના પરિણામ, ૮, મે ૨૦૨૪ના ટાટા પાવરના પરિણામ પર બજારની નજર રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

Most Popular

TRIVENI ENG.

INDIAN RAILWAY FIN.

NMDC

GAIL INDIA

OBEROI REALTY

error: Content is protected !!