રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૬૧૧.૧૧ સામે ૭૫૦૧૭.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૪૬૭.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૬૨૭.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩૨.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૭૮.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૭૭૩.૯૫ સામે ૨૨૮૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૭૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૧૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૨.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૫૧.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે શુક્રવારે દિવસની શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજારે અચાનક યુ-ટર્ન માર્યો અને શેરબજારમાં રોકાણ કરનારા લોકોમાં હડકંપ મચી ગયો. ભારતીય બજારમાં ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં નબળાઈ નોંધાઈ હતી.અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક દરમિયાન વ્યાજદરમાં ઘટાડા અંગે કોઈ સ્પષ્ટ સંકેત ન હોવાને કારણે ભારતીય શેરબજારમાં કરેક્શન નિશ્ચિત હતું.સેન્સેક્સ તેના હાઈ લેવલથી ૨% એટલે કે ૧૪૩૪ પોઈન્ટ સુધી ગગડી ગયો હતો. જ્યાર નિફ્ટી ફ્યુચર દિવસની શરૂઆતમાં ૨૨૮૮૮ના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યા બાદ તેમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. લગભગ ૧.૬૦% એટલે કે ૪૦૦ પોઈન્ટના ઘટાડા જોવા મળી હતી.
શુક્રવારે એકદમ ઉછાળા બાદ હેવીવેઇટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો, જેના કારણે શેરબજાર નીચે તરફ ગગડવા લાગ્યું. શુક્રવારે શેરબજારના કારોબાર દરમિયાન નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક જેવા મોટા શેરોમાં વેચવાલીથી બજારમાં ગભરાટભરી વેચવાલી શરૂ થઇ હતી.બીજું કારણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ.૯૬૪ કરોડના શેર વેચ્યા હતા. ત્રીજું મોટું કારણ એ છે કે સેન્સેક્સ એક્સપાયરી પણ છે. બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. ૩ લાખ કરોડ ઘટીને રૂ. ૪૦૫.૮૩ લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે બીએસઇ શેર્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં આજે રૂ. ૨.૬૭ લાખ કરોડનો ઘટાડો થયો છે.
શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, ઓએનજીસી, ડૉ. રેડ્ડીઝ, હિન્દાલ્કો, અપોલો હોસ્પિટલ અને બજાજ ફિનસર્વના શેરમાં તેજી રહી હતી જ્યારે લાર્સન, મારુતિ સુઝુકી, નેસ્લે, રિલાયન્સ, ભારતી એરટેલ, કોટક બેંક અને એચડીએફસીના શેરમાં નબળાઈ નોંધવામાં આવી છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૯ અને વધનારની સંખ્યા ૧૫૩૫ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલ, અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતના વૈશ્વિક ચલણોમાં ઉથલપાથલ પર નજર સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ભારતમાં આગામી દિવસોમાં જાહેર થનાર પરિણામ પર બજારની નજર રહેશે. જીઓપોલિટીકલ ટેન્શન ગત સપ્તાહમાં હળવું થવા સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં મિશ્ર ટ્રેન્ડ સાથે ગત સપ્તાહમાં આરંભના ચાર દિવસ બજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને કાયમ રાખવામાં આવ્યા બાદ એકાએક ફાઈનાન્સ-બેંકિંગ હેવીવેઈટ શેરોમાં ઓફલોડિંગ કરી તેજીનો ઉથલો કરાવવામાં આવ્યો છે. પરંતુ એકંદર ઈન્ડેક્સ મેનેજમેન્ટ ચાલુ હોય એમ સપ્તાહના અંતે જ કરેકશન આપવામાં આવ્યા છતાં સાઈડ માર્કેટ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનું ચક્ર ગતિમાન રહ્યું છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.