રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૫.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૪૮૨ સામે ૭૪૩૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૩૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૬૧૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૭૧૮ સામે ૨૨૭૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૬૮૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૭૭૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક શેરબજારોની સાથે આજે ભારતીય શેરબજારમાં પણ તરફી ચાલ જોવા મળી હતી. ફેડ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખતાં આ વર્ષના અંત સુધી કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે અમરીકી શેરબજારોમાં ઉછાળા સાથે વિદેશી રોકાણ વધવાની સંભાવના સાથે આજે સ્થાનિક સ્તરે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. યુરોપ, એશીયાના દેશોના બજારોમાં મજબૂતી સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં સંખ્યાબંધ કંપનીઓના સારા પરિણામોની પોઝિટીવ અસરે આજે ફંડોએ નીચા મથાળે લેવાલી કરતા તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેકસ, ટેલેકોમ્યુંનીકેશન, ટેક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૪ અને વધનારની સંખ્યા ૧૯૧૨ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ ૩.૯૧%, એશિયન પેઈન્ટ્સ ૩.૩૬%, ટાટા મોટર્સ ૧.૯૯%, એનટીપીસી ૧.૭૨% અને ટાટા સ્ટીલ ૧.૪૫% વધ્યા હતા જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક ૨.૯૫%, એક્સિસ બેન્ક ૧.૪૧%, ભારતી એરટેલ ૧.૨૬%, વિપ્રો ૧.૦૯% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૫ ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૯૪ લાખ કરોડ વધીને ૪૦૮.૪૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ફુગાવો અપેક્ષા કરતાં વધુ નોંધાતા અમેરિકાની ફેડરલ રિઝર્વના અધિકારીઓ સતત છઠ્ઠી વખત વ્યાજદરો યથાવત રાખ્યા હતા. અમેરિકી ફેડ રિઝર્વના મતે, જ્યાં સુધી ફુગાવો ૨% પર બંધ ન થાય ત્યાં સુધી ઉધાર ખર્ચમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. વર્તમાન રેટ દેશના મજબૂત અર્થતંત્ર માટે યોગ્ય છે. અગાઉ ફેડ દ્વારા આ વર્ષે રેટ કટની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે આ વર્ષે કોઈ ઘટાડો ન કરવા નિર્ણય લીધો હોવાના સંકેત પોવેલે આપ્યા હતા.
ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો જાળવી રાખવામાં આવતા આગામી દિવસોમાં વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારમાંથી ફંડ પાછું ખેંચી શકે છે. જો કે, એફપીઆઈ દ્વારા વેચવાલીનું પ્રમાણ સીમિત રહી શકે છે. ડોલર ઈન્ડેક્સ મજબૂત બનશે, જેથી કિંમતી ધાતુની માગ ઘટશે. પરિણામે સ્થાનીય સ્તરે પણ સોના – ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. યુએસ ટ્રેઝરીની યીલ્ડ પણ મોંઘી થશે. જેથી વિદેશી રોકાણકારો ભારતમાં ૧૦ થી ૧૨% રિટર્ન માટે રોકાણ કરવાને બદલે યુએસ માર્કેટમાં રોકાણને પ્રાધાન્ય આપશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in