January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...

નિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૬૭૧.૨૮ સામે ૭૪૮૦૦.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૩૪૬.૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૪.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૮.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૪૮૨.૭૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૭૫૦.૫૫ સામે ૨૨૭૭૩.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૬૯૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૭૦૭.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

મંગળવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી પરંતુ અંતે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ફ્યુચર પ્રોફિટ બુકિંગના કારણે નબળાઈ પર બંધ થયા હતા.બીએસઈ સેન્સેક્સ ૧૮૮ પોઈન્ટ ઘટીને બંધ થયો છે જ્યારે નિફ્ટી ફ્યુચર ૪૩ પોઈન્ટ ઘટીને બંધ થયો છે. શેરબજારના ટોપ ગેનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, શ્રીરામ ફાઇનાન્સ, હીરો મોટોકોર્પના શેરનો સમાવેશ થાય છે, જ્યારે ટેક મહિન્દ્રા સૌથી વધુ નબળાઈ દર્શાવનારા શેરોમાં સામેલ છે. મંગળવારે નિફ્ટી સેક્ટરલ ઈન્ડેક્સ નિફ્ટી મિડ કેપ ૧૦૦, નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં નબળાઈ નોંધાઈ હતી જ્યારે નિફ્ટી ઓટો લગભગ બે ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો.

મંગળવારે દિવસભરના કામકાજ દરમિયાન શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગના કારણે બજાર લાલ નિશાન પર પહોંચી ગયું હતું. મંગળવારે શેરબજારમાં કારોબારની ઝડપી શરૂઆત થઈ હતી. આ દરમિયાન નિફ્ટીએ ૨૨૮૫૦ પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી.

શેરબજારના રોકાણકારોને મલ્ટિ-બેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો, બીએસઈ લિમિટેડ, એશિયન પેઇન્ટ્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ,અદાણી પોર્ટસ,એક્સીસ બેંક,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,હેવલ્સ,ડાબર ઇન્ડિયા,બેર્જેર પેઈન્ટ્સના શેરમાં વધારો નોંધાયો હતો,જ્યારે બીજી બાજુ ટાટા કેમિકલ,ટેક મહિન્દ્રા,ટેક મહિન્દ્રા,સિપ્લા લિમીટેડ,ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ,સ્ટેટ બેંક,વિપ્રો, એચડીએફસી બેન્ક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, એયુ બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લાર્સન એન્ડ ટુબ્રો અને એચસીએલ ટેક નબળાઈ પર બંધ થયા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૫ અને વધનારની સંખ્યા ૧૮૨૨ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક મોરચે હજુ ફુગાવાનું જોખમ સતત ઝળુંબી રહ્યું હોઈ વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં હાલ તુરત ઘટાડો કરવાથી દૂર રહી ગત સપ્તાહના અંતે બેંક ઓફ જાપાને પ્રમુખ રેટ જાળવી રાખતાં ફરી અમેરિકી ડોલર સામે યેનમાં કડાકો બોલાયો છે. ક્રુડ ઓઈલના ભાવ સપ્તાહ દરમિયાન અથડાતાં રહ્યા બાદ અંતે ફરી વધતાં જોવાયા છે. અમેરિકાનો જીડીપી વૃદ્વિનો દર નબળો આવતાં અને ફુગાવો  વધતાં અમેરિકી બજારોમાં આંચકા બાદ ગુગલ પેરન્ટ આલ્ફાબેટ સહિતના પરિણામોએ સપ્તાહના અંતે ફરી તેજી આવી છે. વૈશ્વિક મોરચે આગામી દિવસોમાં યોજાનારી યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની મળનારી મીટિંગ અને ૧, મે ૨૦૨૪ના આ મીટિંગના જાહેર થનારા નિષ્કર્ષ પર નજર રહેશે. વ્યાજ દર આ વખતે યથાવત રહેવાની શકયતા છે. વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલ, અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતના વૈશ્વિક ચલણોમાં ઉથલપાથલ પર નજર સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ભારતમાં આગામી દિવસોમાં ૧લી મે, ૨૦૨૪ના અંબુજા સિમેન્ટ,  ૨,મે ૨૦૨૪ના અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈસીઝ, ૩, મે ૨૦૨૪ના ટાઈટન કંપની, ટાટા ટેકનોલોજીના જાહેર થનાર પરિણામ પર બજારની નજર રહેશે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!