May 16, 2024

+91 99390 80808

May 16, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...

નિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૭૩૦.૧૬ સામે ૭૩૯૮૨.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૯૨૨.૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૯૮.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૯૪૧.૧૨ ઉછાળા સાથે ૭૪૬૭૧.૨૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૫૫૬.૦૦ સામે ૨૨૬૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૫૬૪.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૦.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૯.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૭૪૫.૧૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે ભારતીય શેરબજારોએ સપ્તાહની શરૂઆત સુધારા સાથે કરી છે. પીએસયુ શેરોમાં તેજીના પગલે શેરબજાર સુધર્યા હતા. શેરબજારનો કારોબાર સોમવારે ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો હતો. BSE સેન્સેક્સ ૯૪૧ પોઈન્ટના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ૧૯૦ પોઈન્ટના ઉછાળા બંધ થયો છે.ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્કના શેર ૨ થી ૩% ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યા છે. સ્મોલકેપ અને મિડકેપ સેગમેન્ટના મોટાભાગના શેરોમાં ૨૦% સુધી ઉછાળો નોંધાતાં ઈન્ડેક્સ ફરી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. સ્મોલકેપ ઈન્ડેક્સ ૪૭૫૯૯.૨૫ પોઈન્ટ અને મિડકેપ ૪૭૫૯૯.૨૫ પોઈન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. તદુપરાંત કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને રિયાલ્ટી ઈન્ડેક્સ પણ રેકોર્ડ ટોચ નોંધાવી છે. નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટો ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી મિડકેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં સારો ઉછાળો નોંધાયો હતો.

શેરબજારના ટોપ ગેઇનર્સની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૪.૭% નો વધારો નોંધાયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,સ્ટેટ બેંક, ઇન્ડસિન્ડ બેંક ના શેર ૩% ના ઉછાળા સાથે બંધ થયા.અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સેન,વોલ્ટાસ,ઈન્ફોસીસ,એયુ બેંક,લ્યુપીન,એક્સિસ બેન્ક, કોટક બેન્ક અને એનટીપીસી પણ શેરબજારના ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા.શેરબજારના ટોપ લુઝર્સની યાદીમાં એચસીએલ ટેકના શેરમાં ૫.૦૯% નો ઘટાડો નોંધાયો હતો.ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ,અદાની પોર્ટસ,ભારત ફોર્જ,એપોલો હોસ્પિટલ્સ, બજાજ ઓટો, એચડીએફસી લાઈફ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીની સાથે હીરો મોટોકોર્પ અને ડીવીની લેબના શેરમાં પણ નબળાઈ નોંધાઈ છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૪ અને વધનારની સંખ્યા ૨૦૧૫ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શન ગત સપ્તાહમાં  હળવું થવા સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં મિશ્ર ટ્રેન્ડ સાથે ગત સપ્તાહમાં આરંભના ચાર દિવસ બજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને કાયમ રાખવામાં આવ્યા બાદ એકાએક ફાઈનાન્સ-બેંકિંગ હેવીવેઈટ શેરોમાં ઓફલોડિંગ કરી તેજીનો ઉથલો કરાવવામાં આવ્યો છે. પરંતુ એકંદર ઈન્ડેક્સ મેનેજમેન્ટ ચાલુ હોય એમ સપ્તાહના અંતે જ કરેકશન આપવામાં આવ્યા છતાં સાઈડ માર્કેટ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનું ચક્ર ગતિમાન રહ્યું છે. વૈશ્વિક મોરચે આગામી દિવસોમાં મંગળવારે૩૦, એપ્રિલના યોજાનારી યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની મળનારી મીટિંગ અને ૧, મે ૨૦૨૪ના આ મીટિંગના જાહેર થનારા નિષ્કર્ષ પર નજર રહેશે. વ્યાજ દર આ વખતે યથાવત રહેવાની શકયતા છે. વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલ, અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતના વૈશ્વિક ચલણોમાં ઉથલપાથલ પર નજર સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ભારતમાં આગામી દિવસોમાં ૩૦, એપ્રિલ ૨૦૨૪ના આઈઓસી, ૧લી મે, ૨૦૨૪ના અંબુજા સિમેન્ટ,  ૨,મે ૨૦૨૪ના અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈસીઝ, ૩, મે ૨૦૨૪ના ટાઈટન કંપની, ટાટા ટેકનોલોજીના જાહેર થનાર પરિણામ પર બજારની નજર રહેશે. 

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular

HINDWARE HOME

SHIPPING CORP.

IRCON

ASHOK LEYLAND

M & M

error: Content is protected !!