April 11, 2025

Subscription
+91 99390 80808

April 11, 2025

 | Subscription | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી...

નિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૩૩૯.૪૪ સામે ૭૪૫૦૯.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૬૧૬.૬૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૯૯.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯.૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૭૩૦.૧૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૫૩.૯૫ સામે ૨૨૬૮૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૩૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૭૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતે શુક્રવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સકારાત્મક થઈ હતી. શેરબજારમાં ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગ થયું હતું.નિફ્ટી,બેંક  નિફ્ટી ઘટીને જ્યારે સેન્સેક્સ ઘટીને બંધ રહ્યો હતો. વૈશ્વિક સંકેતો નેગેટિવ હોવા છતાં આજે બજારમાં ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું,ભારતીય શેરબજારો સતત છ ટ્રેડિંગ સેશનમાં પોઝિટીવ નોટ સાથે બંધ આપ્યા બાદ ઘટાળો જોવા મળીયો હતો. અમેરિકી જીડીપી આંકડા અપેક્ષા કરતાં ઘટ્યા છે. તેમજ ફુગાવામાં વધારો નોંધાયો છે, જે યુએસ ફેડ રિઝર્વ દ્વારા આ વર્ષે રેટ કટની કોઈ જાહેરાત ન કરવાના નિવેદનને સમર્થન આપે છે. પરિણામે ઈક્વિટી બજારોમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાઈ રહ્યું છે.

સ્થાનીય સ્તરે બેન્કિંગ, ફાઈનાન્સિયલ્સ સર્વિસિઝ તથા ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ત્રિમાસિક પરિણામોને આધિન શેરોમાં હિલચાલ જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રાએ શરૂઆતના વેપારમાં જ ૧૦%નો વધારો નોંધાવ્યો હતો. બાદમાં આ સ્ટૉકમાં થોડું પ્રોફિટ બુકિંગ થયું હતું અને તે ૭.૫૦% ના વધારા સાથે બંધ થયું હતું. ડિવિસ લેબ, એલટીઆઈ માઇન્ડ ટ્રી, બજાજ ઓટો નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા.નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં સારો વધારો થયો હતો.જોકે,વિપ્રો જેવા લાર્જકેપ આઈટી શેરો ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા હતા.

નિફ્ટીના ટોપ લૂઝરમાં બજાજ ફાઇનાન્સ ૭.૭૩% ઘટ્યો હતો અને નિફ્ટી ૫૦ની યાદીમાં ટોપ લૂઝર હતો. કોટક મહિન્દ્રા બેંકમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. બજાજ ફિનસર્વ અને ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લુઝર હતા.બજારમાં સ્ટોક સ્પેસિફિક એક્શનમાં, નબળા ત્રિમાસિક પરિણામો ધરાવતા શેરો ઘટ્યા હતા, જેમાં બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને નેસ્લે ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% વધીને બંધ રહ્યા હતા.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૮ અને વધનારની સંખ્યા ૧૯૯૩ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈરાન – ઈઝરાયલ વચ્ચે વણસી રહેલા તણાવના પગલે ડોલર ઈન્ડેક્સ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના પગલે ક્રૂડ ઝડપી તેજીથી આગળ વધી રહ્યું છે, જ્યારે બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ પણ મજબૂત બન્યો છે. પરિણામે આગામી સમયમાં દેશમાં પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.ઈરાન – ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેનો સપોર્ટ ડોલરને મળ્યો છે. બીજી બાજુ અમેરિકી ફેડ રિઝર્વ પણ હાલ રેટ કટમાં વિલંબ કરે તેવો આશાવાદ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. જેના લીધે યુએસ ડોલર ઈન્ડેક્સ ૬ માસની ટોચે પહોંચ્યો છે.

વિદેશી રોકાણ પણ ઘટવાની ભીતિ દર્શાવાઈ રહી છે. મોટાભાગની આયાતમાં એક્સચેન્જ રેટ તરીકે ડોલરનો ઉપયોગ થતો હોવાથી અગામી દિવસોમાં ફુગાવો વધી શકે છે, ઉપરાંત ડોલરની મજબૂતીના કારણે વિદેશી રોકાણકારો ભારતમાંથી રોકાણ પાછું ખેંચશે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે તેમજ નવા રોકાણો પર વિરામ લગાવશે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે.

Most Popular

GODREJ CP

ADANI PORTS

TATA CONSUMER

AURO PHARMA

error: Content is protected !!