January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી...

નિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૪.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૫૨ સામે ૭૩૫૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૫૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૩૩૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૧૪ સામે ૨૨૩૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૧૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૫૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

પૂર્વ એશિયાની અનિશ્ચિતતાઓ યથાવત રહેતા આગામી સમયમાં ક્રૂડના ભાવ વધવાની તેમજ મોંઘવારી વધવાની ભીતી વચ્ચે વૈશ્વિક બજારોની સુધારા તરફી ચાલ અને સ્થાનીક સ્તરે કોર્પોરેટ પરિણામોની સાનુકૂળ જાહેરાત પાછળ આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ જળવાઈ રહી હતી. ફંડોની કોટક બેન્ક, હિન્દુસ્તાન યૂનિલિવર, ટાઈટન કંપની લિ., બજાજ ફાઈનાન્સ અને મારુતિ સુઝુકી શેરોમાં વેચવાલી સામે બેન્કીંગ શેરોમાં એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક તેમજ ફ્રન્ટલાઈન આઈટીસી લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી લિ., એચસીએલ ટેકનોલોજી અને ઈન્ફોસીસ લિ. ની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સ, નિફટી ફ્યુચર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.

કોર્પોરેટ પરિણામોની જાહેરાત સાથે વૈશ્વિક બજારની તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ આજે સતત પાંચમાં દિવસે સુધારાની ચાલ જળવાતા આ ચાર દિવસમાં બીએસઈ સેન્સેકસમાં અંદાજીત ૧૮૫૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. જયારે ચાર દિવસમાં રોકાણકારોની સંપતિમાં અંદાજીત રૂ.૧૦ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા સર્વિસીસ, મેટલ, હેલ્થકેર, પાવર, ઓટો, યુટીલીટીઝ, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૮ અને વધનારની સંખ્યા ૨૦૭૬ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૭૩ લાખ કરોડ વધીને ૪૦૪.૧૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ત્રિમાસિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા જાહેર ક્ષેત્રની ૧૦ બેન્કોના હોલ્ડિંગ્સમાં ૩% સુધી વધારો થયો છે જ્યારે ખાનગી ક્ષેત્રની નવ બેન્કોમાં હોલ્ડિંગ્સમાં ૬% સુધી ઘટાડો થયો છે. જાહેર ક્ષેત્રની બેન્કો પર નોન-પરફોર્મિંગ એસેટસનું ભારણ ઓછું થતાં અને બેન્કો હવે નોંધપાત્ર નફો કરવા લાગતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું દેશની જાહેર ક્ષેત્રની બેન્કોમાં રોકાણ માટેના આકર્ષણમાં વધારો જ્યારે ખાનગી બેન્કોમાં ઘટી રહ્યાનું જોવા મળી રહ્યું છે. નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં ઘટાડા તથા થાપણો મેળવવાની કામગીરી પડકારરૂપ બનતા ખાનગી ક્ષેત્રની બેન્કો માટે સ્થિતિ હાલમાં દબાણરૂપ જોવાઈ રહી છે. એનપીએમાં ઘટાડા ઉપરાંત રિટેલ લોન્સ છૂટી કરવાના હિસ્સામાં વૃદ્ધિને પરિણામે જાહેર ક્ષેત્રની બેન્કોનું ટૂંકાથી મધ્યમ ગાળા માટેનું આઉટલુક મજબૂત જણાઈ રહ્યું છે.

જાહેર ક્ષેત્રની જે બેન્કોમાં હિસ્સા વધારાયા છે તેમાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, પીએનબી, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઈન્ડિયા તથા એસબીઆઈનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બીજી બાજુ જે ખાનગી બેન્કોમાં હિસ્સામાં ઘટાડો કરાયો છે તેમાં આરબીએલ, બંધન, કોટક મહિન્દ્રાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે દેશની ઈક્વિટીઝમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું કુલ રોકાણ મૂલ્ય વધી રૂ.૬૪ લાખ કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આ મૂલ્ય કુલ માર્કેટ કેપના ૧૬% જેટલું થવા જતું હતું. હવે અગામી દિવસોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો રોકાણ પ્રવાહ જળવાઈ રહે છે કે અટકીને પ્રોફિટ બુકિંગે તેજીને બ્રેક લાગે છે એના પર બજારની નજર રહેશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!