May 4, 2024

+91 99390 80808

May 4, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી...

નિફ્ટી ફયુચર ૨૨૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૪.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૭૩૮.૪૫ સામે ૭૩૯૫૭.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૭૮૮.૬૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૪.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૮૫૨.૯૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૩૭૧.૦૫ સામે ૨૨૪૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૮.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૪૨૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકન શેરબજારોમાં તેજી સાથે આજે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણ તેમજ ભારતીય અર્થતંત્રમાં પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી. લોકસભાની ચૂંટણી બાદ હાલની જ સરકાર પ્રસ્થાપિત થવાના અહેવાલને પગલે રોકાણકારોનું માનસ પણ પોઝિટિવ રહેતા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં અવિરત ખરીદી નોંધાતા પણ સુધારા તરફી આગેકૂચ જોવા મળી છે.

કોર્પોરેટ પરિણામોની સીઝનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક અપેક્ષિત સાધારણ પરિણામ જાહેર થતા ફંડોની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,  ટીસીએસ લિ., ઈન્ફોસીસ લિ., ભારતી એરટેલ અને મારુતિ સુઝુકી શેરોમાં વેચવાલી સામે બેન્કીંગ શેરોમાં કોટક બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક તેમજ ફ્રન્ટલાઈન ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સેન લિ., પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી લિ. અને બજાજ ફાઈનાન્સની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સ, નિફટી ફ્યુચર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.

ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા મેટલ, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, સર્વિસીસ અને એનર્જી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૯% વધીને બંધ રહ્યા હતા. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૧ અને બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૯૨% વધ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલેકોમ્યુંનીકેશન, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૭ અને વધનારની સંખ્યા ૨૨૫૩ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૭૩ લાખ કરોડ વધીને ૪૦૧.૩૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતનું અર્થતંત્ર સારી કામગીરી દર્શાવી રહ્યું છે અને વિશ્વનું ઉજળુ મથક તરીકે જળવાઈ રહ્યું છે. ચૂંટણીના વર્ષમાં રાજકોષિય શિસ્તતા જાળવી રાખવા બદલ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (આઈએમએફ) ભારતની પ્રશંસા કરી હતી. હાલના સમયે, ભારતનું અર્થતંત્ર સારી કામગીરી કરી રહ્યું છે. ૬.૮૦%નો આર્થિક વિકાસ દર સારો છે. ફુગાવો નીચે આવી રહ્યો છે. ફુગાવો તેના ટાર્ગેટ સ્તરે આવે અને લાંબો સમય સુધી આ સ્તરે ટકી રહે તેની ખાતરી રાખવાની રહેશે.

ફન્ડામેન્ટલ્સ સારા જણાઈ રહ્યા છે. સામાન્ય રીતે ચૂંટણીના વર્ષમાં દેશો રાજકોષિય સાહસો ખેડતા હોય છે, પરંતુ ચૂંટણીના વર્ષમાં રાજકોષિય શિસ્તતા જાળવી રાખવી એ ઘણું વખાણવાને લાયક છે. મજબૂત મેક્રો ફન્ડામેન્ટલ્સના આધારે જે દેશોનો વિકાસ થતો હોય છે અને ટકાઉ વિકાસ થાય છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અનેક આંચકાઓમાંથી સફળતાપૂર્વક પસાર થઈ શકયું છે. વિશ્વમાં તે એક ઝડપથી વિકસતું અર્થતંત્ર બની શકયું છે. વર્તમાન નાણાં વર્ષ માટે આઈએમએફે ભારતનો આર્થિક વિકાસ દર ૬.૮૦% રહેવા અંદાજ મૂકયો છે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

ARVIND

LT FOODS

BOMBAY DYING

DELTA CORP

RELIANCE

error: Content is protected !!