રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૬૪૮.૬૨ સામે ૭૪૦૪૮.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૬૮૮.૩૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૧.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૯.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૭૩૮.૪૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૩૫૮.૨૦ સામે ૨૨૪૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૩૪૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૩૫૪.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે સુધારા સાથે બંધ રહ્યા હતા. ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો તણાવ ઘટતાં અને વૈશ્વિક શેરબજારમાં એશીયા, યુરોપના દેશોના બજારોમાં તેજી પાછળ સ્થાનિક સ્તરે પણ કોર્પોરેટ પરિણામોની સિઝનમાં મજબૂત પ્રદર્શનોના પગલે ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, મહારથીઓએ રિયાલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં આક્રમક લેવાલીએ બીએસઈ સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે છ ટ્રેડિંગ સેશન બાદ સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે ફરી પાછી ૭૪૦૦૦ હજારનું લેવલ ક્રોસ કર્યું હતું. અલબત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાએ સેન્ટીમેન્ટ તેજીનું બન્યું હતું.
જીઓપોલિટીકલ ટેન્શને કારણે સેન્સેક્સ તેની સર્વોચ્ચ ૭૫૧૨૪ પોઈન્ટની સપાટીથી ગત સપ્તાહમાં સતત કરેકશનમાં ૭૧૮૧૬ પોઈન્ટના નીચા મથાળેથી પાછો ફર્યો છે. એટલે કે ૩૩૦૮ પોઈન્ટનું ૪.૪૧%નું કરેકશન આપી રીકવરી નોંધાવી છે. નિફટી ફ્યુચર પણ વિક્રમી ૨૨૮૪૫ પોઈન્ટની સપાટીથી ગત સપ્તાહમાં ૨૧૮૧૩ પોઈન્ટ સુધીનો ઘટાડો આપી ફરી રિકવર થઇ છે. આમ નિફટી ફ્યુચરમાં પણ અંદાજીત ૧૦૩૨ પોઈન્ટનું ૪.૫૨%નું કરેકશન ઊંચા મથાળેથી જોવા મળ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૫ અને વધનારની સંખ્યા ૨૩૩૮ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૩.૩૮%, નેસ્લે ૧.૭૭%, મારુતિ ૧.૫૩%, એચસીએલ ટેક ૧.૪૨% અને ટાટા મોટર્સ ૧.૩૪% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા ૩.૬૩% રિલાયન્સ ૧.૪૨%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧%, ટેક મહિન્દ્ર ૦.૬૩% અને બજાજ ફાઈનાન્સ ૦.૫૮% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૭૮ લાખ કરોડ વધીને ૩૯૯.૬૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈઝરાયેલ-ઈરાન વચ્ચે મિડલ-ઈસ્ટમાં ટેન્શનને લઈ અત્યારે પરિસ્થિતિ અનિશ્ચિતતાભરી હોઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન સાથે સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ જતા વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં ઘટાડે નવી લેવાલી જોવા મળી છે. હજુ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ટેન્શન વધે છે કે મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ વધુ વણશે છે એના પર વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારની નજર રહેશે.
આ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રોના પરિણામો બાદ એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અપેક્ષિત પરિણામ આવ્યા છે. હવે આગામી દિવસોમાં જાહેર ૨૪ એપ્રિલના એક્સિસ બેન્ક, ૨૫ એપ્રિલના એસીસી સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટેક મહિન્દ્ર તેમજ ૨૬ એપ્રિલના મારુતિ સુઝીકી, એચસીએલ ટેકનોલોજી અને એસબીઆઈ લાઈફના જાહેર થનારા મહત્વના પરિણામો પર નજર સાથે જીઓપોલિટીકલ ટેન્શન, મોંઘવારી, અમેરિકી ડોલર – રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in