January 19, 2025

+91 99390 80808

January 19, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૪.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૪૮૮.૯૯ સામે ૭૧૯૯૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૮૧૬.૪૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯૩.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૯.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૦૮૮.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૫૫.૨૦ સામે ૨૧૯૮૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૮૧૩.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૫.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૧.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૨૬.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં બજારોમાં પેનીક સેલિંગ સાથે ભારતીય શેરબજાર પણ આજે ભારે ઘટાડા સાથે ખૂલ્યા બાદ ઈરાન – ઈઝરાયલ વચ્ચેના ઘર્ષણને રાજદ્વારી પ્રયાસો થકી અટકાવી શકાશે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં ધોવાણ અટક્યા સાથે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના આઈએમડીના અંદાજો એ આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પોઝિટીવ રહેવાના આશાવાદ તેમજ લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ જતા વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ નીચા મથાળે ખરીદી કરતા ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટી કરી અંતે બાઉન્સબેક થયા હતા.

બીએસઈ સેન્સેક્સમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં ૨૫૫૦ પોઈન્ટ તૂટ્યા બાદ વોલેટિલિટીના અંતે આજે ઘટ્યા મથાળેથી ૭૨૧.૧૮ પોઈન્ટ અને ગઈકાલના બંધ સામે ૫૯૯.૩૪ પોઈન્ટ સુધરી સરેરાશ ૧૩૯૩.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ૭૩૦૦૦ પોઈન્ટની જયારે નિફ્ટી ફ્યુચરએ ૨૨૦૦૦ પોઈન્ટની સપાટી પાછી મેળવી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટીઝ, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ઓટો અને સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૭૩ અને વધનારની સંખ્યા ૧૭૧૭ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૩.૧૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૦%, એચડીએફસી બેન્ક ૨.૪૬%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૩૯% અને મારુતી સુઝુકી ઈન્ડિયા ૨.૨૦% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક ૧.૨૦%, નેસ્ટલે ઈન્ડિયા ૧.૦૪%, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ૦.૯૩%, લાર્સન એન્ડ ટ્રુબ્રો ૦.૮૯% અને ટાટા મોટર્સ ૦.૮૪% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૫૬ લાખ કરોડ વધીને ૩૯૩.૪૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈરાન – ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેનો સપોર્ટ ડોલરને મળ્યો છે. બીજી બાજુ અમેરિકી ફેડ રિઝર્વ પણ હાલ રેટ કટમાં વિલંબ કરે તેવો આશાવાદ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. જેના લીધે યુએસ ડોલર ઈન્ડેક્સ ૬ માસની ટોચે પહોંચ્યો છે. ઈરાન – ઈઝરાયલ વચ્ચે વણસી રહેલા તણાવના પગલે ડોલર ઈન્ડેક્સ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના પગલે ક્રૂડ ઝડપી તેજીથી આગળ વધી રહ્યું છે, જ્યારે બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ પણ મજબૂત બન્યો છે. પરિણામે આગામી સમયમાં દેશમાં પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ભારત પેટ્રોલ-ડીઝલની કુલ વપરાશના ૮૦% માંગ આયાત મારફત પૂરી કરે છે. રૂપિયામાં કડાકાના પગલે ભારત દ્વારા થતી આયાતો મોંઘી થશે. વિશ્વના ૮૫% વેપાર અમેરિકી ડોલર મારફત થાય છે. વિદેશી રોકાણ પણ ઘટવાની ભીતિ દર્શાવાઈ રહી છે. મોટાભાગની આયાતમાં એક્સચેન્જ રેટ તરીકે ડોલરનો ઉપયોગ થતો હોવાથી અગામી દિવસોમાં ફુગાવો વધી શકે છે, ઉપરાંત ડોલરની મજબૂતીના કારણે વિદેશી રોકાણકારો ભારતમાંથી રોકાણ પાછું ખેંચશે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે તેમજ નવા રોકાણો પર વિરામ લગાવશે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!