રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૨૪૪.૯૦ સામે ૭૩૩૧૫.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૩૧૫.૧૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૦.૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૫.૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૩૯૯.૭૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૦૧.૪૫ સામે ૨૨૪૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૩૪૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૭.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૩૬૪.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત મોટા કડાકા સાથે થઇ હતી. વૈશ્વિક સ્તરે ઈરાને ઈઝરાયલ વિરૂદ્ધ ૩૦૦થી વધુ મિસાઈલ લોન્ચ કરતા ઈરાન અને ઈઝરાયલના વધતા તણાવના પગલે એશિયા – પેસિફિક બજારોમાં ઘટાડા સાથે આજે ભારતીય શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે અમેરિકામાં ફુગાવાનો આંક વધીને આવતાં અને ક્રુડ ઓઈલના ભાવોમાં ગરમીને પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે આજે ભારતીય શેરબજારમાં પણ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્સનના કરને ફોરેન ફંડો શેરોમાં જંગી વેચવાલી કરતાં ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાઈ ગયો હતો.
અમેરિકામાં આ વર્ષે ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડાના અગાઉના અંદાજ સામે હવે ફુગાવો વધતાં જૂનમાં પણ વ્યાજ દર ઘટાડો થવા વિશે શંકા સાથે યુરોપીય સેન્ટ્રલ બેંકે વ્યાજ દર યથાવત રાખતાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. બીજી તરફ ભારત સરકાર દ્વારા મોરિશિયસ માર્ગે આવતાં વિદેશી રોકાણ પર ચાંપતી નજર રાખવાના અને બન્ને દેશો વચ્ચેની સંધિમાં ફેરફાર થવાના અહેવાલ વચ્ચે આજે સાવચેતીમાં ફંડો હળવા થયા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ તેમજ એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૯૧ અને વધનારની સંખ્યા ૯૧૩ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૨૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસલે ઈન્ડિયા ૧.૨૨%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૧.૧૪% અને ભારતી એરટેલ ૦.૧૬% વધ્યા હતા, જ્યારે વિપ્રો ૨.૪૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૩૭%, બજાજ ફિનસર્વ ૨.૧૫%, લાર્સન એન્ડ ટુબ્રો ૨.૧૦% અને બજાજ ફાઈનાન્સ ૨.૦૯% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૦૫ લાખ કરોડ ઘટીને ૩૯૪.૬૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૩ કંપનીઓ વધી અને ૨૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, જીઓપોલિટીકલ ટેન્શનમાં ઈઝરાયેલના હમાસ સાથે ગાઝામાં યુદ્વ બાદ હવે ઈરાન સાથે નવો મોરચો ખુલવાની અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાને લઈ વૈશ્વિક બજારોની સેન્ટીમેન્ટ ડહોળાયું છે. યુદ્ધને પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી ઉછાળો આવતા અને અમેરિકા સહિતમાં ફુગાવો ફરી માથું ઉંચકતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં હવે વિલંબ થવાની મૂકાતી શકયતા સાથે સ્થાનિકમાં પણ લોકસભા ચૂંટણીને કારણે સરકાર પેટ્રોલ, ડિઝલના ભાવ વધારો કરી શકે એમ નથી, એટલે હાલ તુરત ફુગાવાને કૃત્રિમ રીતે કાબૂમાં રાખવામાં આવશે. પરંતુ ચૂંટણી બાદ જો ક્રુડના ભાવ સતત વધતાં રહી ૧૦૦ ડોલર પાર થશે તો ફયુલના ભાવમાં વધારો અનિવાર્ય બની જશે. જેથી અર્થતંત્ર અને બજારો માટે ક્રુડનું પરિબળ મહત્વનું બની રહેશે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ભારતીય શેરબજાર પૂરેપૂરુ ઈલેક્શન ફિવરમાં આવી જતા આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.
Past Performance is not an Indicator of Future Returns.
The securities quoted are for illustration only and are not recommendatory.
Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in