January 18, 2025

+91 99390 80808

January 18, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૦૩૮.૧૫ સામે ૭૪૮૮૯.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૧૮૯.૩૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૨.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૯૩.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૨૪૪.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૮૧૨.૪૦ સામે ૨૨૭૩૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૭.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૯.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૬૦૨.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ચૂંટણી બાદ કેન્દ્રમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર રચાવાની હેટ્રિક લાગવાની અને આર્થિક વિકાસ મામલે ભારત અસાધારણ વૃદ્વિ હાંસલ કરશે એવી અપેક્ષાએ ફંડોનું રોકાણ આકર્ષણે ભારતીય શેરબજાર એ સપ્તાહની શરૂઆતમાં સતત તેજી સાથે નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી, જો કે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકાના ફુગાવામાં વૃદ્ધિ અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા જિયો પોલિટિકલ ટેન્શનના કારણે વૈશ્વિક બજારો ઘટ્યા તેમજ માર્કેટમાં વોલ્યૂમ ઓવર વેઈટ થઈ રહ્યા છે, જેના પગલે દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીના મોટાભાગના શેરોમાં ઓવર વોલ્યૂમ નોંધાતા આજે ભારતીય શેરબજારમાં કરેક્શન જોવા મળ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એફએમસીજી, સર્વિસીસ, યુટીલીટીઝ અને એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૭૩ અને વધનારની સંખ્યા ૧૪૬૫ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૦.૬૭%, ટીસીએસ ૦.૪૫% અને નેસલે ઈન્ડિયા ૦.૩૭% વધ્યા હતા, જ્યારે સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૪.૦૧%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૩.૧૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૫૭%, ટાઈટન કંપની ૨.૪૦% અને જેએસડબલ્યૂ ૨.૨૨% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૧ લાખ કરોડ ઘટીને ૩૯૯.૬૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૩ કંપનીઓ વધી અને ૨૭ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રેટિંગ એજન્સી ઈક્રા દ્વારા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે દેશના બેન્કિંગ ક્ષેત્રનું આઉટલુક પોઝિટિવ પરથી ઘટાડી સ્ટેબલ કરાયું છે. બેન્કોની ધિરાણ વૃદ્ધિ તથા નફાશક્તિ ધીમી પડવાની શકયતાને ધ્યાનમાં રાખી આ ઘટાડો કરાયો હોવાનું એજન્સીએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું. બેન્કિગ ક્ષેત્રની એકંદર રૂપરેખા મજબૂત રહેવાની ધારણાં વ્યકત કરવામાં આવી છે. નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ દ્વારા ધિરાણ જે નાણાં વર્ષ ૨૦૨૪માં રૂ.૨૨ ટ્રિલિયન રહ્યું હતું તે મંદ પડી વર્તમાન નાણાં વર્ષમાં રૂ.૧૯થી રૂ.૨૦.૫૦ ટ્રિલિયન રહેવા ધારણાં છે. એકંદર રીતે નાણાં વર્ષ ૨૦૨૪માં ધિરાણ વૃદ્ધિ ઓલ ટાઈમ હાઈ રહી હતી.

નાણાં વર્ષ ૨૦૨૪માં ૧૬.૩૦ ટકા સામે નાણાં વર્ષ ૨૦૨૫માં ધિરાણ વૃદ્ધિ મંદ પડી ૧૧.૭૦થી ૧૨.૫૦ ટકા રહેવા અપેક્ષા છે. થાપણ મેળવવામાં રહેલા પડકારો તથા નિયમનકારી પગલાં કન્ઝયૂમર ક્રેડિટમાં વૃદ્ધિને મંદ પાડી શકે છે. થાપણથી ધિરાણનું ઊંચુ પ્રમાણ બેન્કો સામે પડકારો ઊભા કરી શકે છે, કારણ કે છેલ્લા બે વર્ષમાં તેમણે મજબૂત ધિરાણ વૃદ્ધિ માટે પોતાની બેલેન્સ શીટસ પરની લિક્વિડિટીને છૂટી કરી છે. વર્તમાન નાણાં વર્ષમાં થાપણથી ધિરાણનું પ્રમાણ ૮૦% જેટલું ઊંચુ રહેવા ધારણાં છે. થાપણ ખર્ચમાં વધારો થતાં છેલ્લા દોઢ વર્ષમાં બેન્કોના માર્જિન પર દબાણ આવ્યું છે. બેન્કોનું થાપણથી ધિરાણનું પ્રમાણ ૨૨મી માર્ચ ૨૦૨૪ના રોજ વધી ૭૮% રહ્યાનો અંદાજ છે. ૨૧મી ડિસેમ્બર, ૨૦૧૮માં ૭૭.૯૦% બાદ આ સૌથી ઊંચુ પ્રમાણ છે.

Past Performance is not an Indicator of Future Returns.

The securities quoted are for illustration only and are not recommendatory.

Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!