રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૨૪૮.૨૨ સામે ૭૪૫૫૫.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૪૧૦.૦૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૯.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯૪.૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૭૪૨.૫૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૯૫.૫૦ સામે ૨૨૬૫૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૬૨૫.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૬.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૭૫૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યુ છે, ત્યારે અર્થતંત્રની તેજ રફ્તારની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. આરબીઆઈ દ્વારા પણ સકારાત્મક માહોલની જાહેરાતના પગલે સ્થાનીય સ્તરે સેન્ટિમેન્ટ પોઝિટીવ જોવા મળી રહ્યું છે. જ્યારે વૈશ્વિક સ્તરે પણ ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાની પગલે વિદેશી રોકાણ વધવાનો આશાવાદ સાથે વોલેટાલિટી સાથે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી નવી ખરીદી જોવાઈ રહી છે. અગામી દિવસોમાં ચોથા ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે ટોચની આઈટી કંપનીઓના પોઝિટીવ આઉટલુક સાથે રોકાણકારો રોકાણ વધારી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી બાદ હાલની જ સરકાર પ્રસ્થાપિત થવાના અહેવાલને પગલે રોકાણકારોનું માનસ પણ પોઝિટિવ રહેતા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં નીચા મથાળે નવી લેવાલી તેમજ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી નોંધાતા બીએસઈ સેન્સેક્સે ૭૪૮૬૯ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૨૭૭૩ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. સાથે સાથે બ્લુચીપ, મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડાઈસિસમાં રેકોર્ડબ્રેક તેજીએ આજે બીએસઈ માર્કેટ કેપએ પણ ૪૦૦ લાખ કરોડની સપાટી ક્રોસ કરી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ, આઈટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૩ અને વધનારની સંખ્યા ૧૮૯૮ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતી સુઝુકી ઈન્ડિયા ૩.૨૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૨૨%, એનટીપીસી ૨.૫૪%, જેએસડબલ્યૂ સ્ટીલ ૨.૩૯% અને લાર્સન એન્ડ ટુબ્રો ૧.૯૨% વધ્યા હતા, જ્યારે નેસલે ઈન્ડિયા ૧.૫૯%, વિપ્રો ૧.૦૯%, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૫૧%, એચસીએલ ટેક્નોલોજી ૦.૩૭% અને ટાઈટન કંપની ૦.૩૨% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૫૩ લાખ કરોડ વધીને ૪૦૦.૮૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, માર્ચ ૨૦૨૩ના સમાપ્ત થયેલા છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં સરેરાશ ૭૦ અબજ ડોલરનું ગ્રોસ એફડીઆઈ જોવા મળ્યું છે. જો કે નાણાં વર્ષ ૨૦૨૪માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે ફરી સ્થિતિ બદલાઈ હોવાનું જોવા મળે છે. વર્તમાન નાણાં વર્ષમાં એફડીઆઈનો આંક ૧૦૦ અબજ ડોલરની નજીક જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. વૈશ્વિક રોકાણકારો જેઓ ભૌગોલિકરાજકીય તાણ સામે પોતાના રોકાણને અન્યત્ર હેજ કરવા માગે છે તેમને ભારત સરકાર દેશમાં આવવા આમંત્રણ આપી રહી છે. વીજ વાહનો, ઈલેકટ્રોનિકસ માલસામાન સહિતના ક્ષેત્રોમાં ભારતમાં વ્યાપક વિકાસની તકો રહેલી છે.
એફડીઆઈ નિયમોને હળવા કરવા ભારત સરકાર વધુ પગલાં લઇ રહી છે. અનેક વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટસ કરી રહી છે. જો કે એફડીઆઈની માત્રા હજુ તેની સંપૂર્ણ ક્ષમતાએ જોવા મળતી નથી. ઊંચા ફુગાવા, ભૌગોલિકરાજકીય તાણ તથા ઊભરતી બજારોમાં જોખમની ચિંતાથી રોકાણકારો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. રોકાણકારો ઈન્વેસ્ટમેન્ટસ માટે ચીનનો વિકલ્પ શોધી રહ્યા હોવાનું જણાતા ભારત દ્વારા વૈશ્વિક રોકાણકારોને દેશમાં રોકાણ કરવા સમજાવાઈ રહ્યા હોવાનું ધ્યાનમાં રાખતા આગામી પાંચ વર્ષમાં દેશમાં વાર્ષિક સરેરાશ ૧૦૦ અબજ ડોલરનું ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટસ આવવાની અપેક્ષા જોવાઈ રહી છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
email :- hellonikhilbhatt@gmail.comPast Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in