November 23, 2024

+91 99390 80808

November 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૪.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૨૨૭.૬૩ સામે ૭૪૨૮૭.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૯૪૬.૯૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૪.૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦.૫૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૨૪૮.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૧૨.૨૫ સામે ૨૨૫૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૦૫.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૬૧૦.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દર મામલે અનિશ્ચિતતાના વાદળો દૂર કરી ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડાની ખાતરી આપતાં વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ભારતીય શેરબજારમાં પણ આજે સપ્તાહના અંતિમ દિવસે આરબીઆઈની મોનેટરી પોલિસીની જાહેરાતો વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટીના અંતે સુધારા તરફી ચાલ જોવા મળી હતી. ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આરબીઆઈએ સતત સાતમી વખત રેપો રેટ ૬.૫%ના દર જાળવી રાખ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેક દેશો દ્વારા ઉત્પાદન ઘટાડા માટે મક્કમતા બતાવતાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ મજબૂત રહેતાં ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે બજારમાં ફરી વધ્યામથાળે ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં ખેલંદાઓ, ઓપરેટરોએ પ્રોફિટ બુકિંગ કરતાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, આઈટી, કેપિટલ ગુડ્સ, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, મેટલ, કોમોડિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૪ અને વધનારની સંખ્યા ૨૪૨૪ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક મહિન્દ્રા બેન્ક ૨.૦૯.%, બજાજ ફિનસર્વ ૧.૫૬%, એચડીએફસી બેન્ક ૧.૪૧%, આઈટીસી ૧.૨૧% અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૬૭% વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૨% લાર્સન એન્ડ ટુબ્રો ૧.૫૪, ભારતી એરટેલ ૧.૨૮, બજાજ ફાઈનાન્સ ૧.૨૫% અને મારુતી સુઝુકી ઈન્ડિયા ૧.૨૧% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૦૨ લાખ કરોડ વધીને ૩૯૯.૩૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ક્રુડ તેલના વધી રહેલા ભાવ તથા હીટ વેવની આગાહી વચ્ચે રિઝર્વ બેન્ક દ્વારા મજબૂત આર્થિક વિકાસ દર તથા ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી મોનિટરી પોલિસી કમિટિની ત્રણ દિવસની બેઠકના અંતે ફેબ્રુઆરી, ૨૦૨૩માં રેપો રેટમાં વધારો કરી ૬.૫૦%ના સ્તરે લઈ જવાયા બાદ આજરોજ સતત સાતમી વખત રેપો રેટ જાળવી રાખ્યા હતા. લોકસભાની ચૂંટણી, ઊંચા ફુગાવા ઉપરાંત આર્થિક વિકાસ દરની મજબૂત સ્થિતિને ધ્યાનમાં રાખી એમપીસી એ હાલમાં રેપો રેટ ઘટાડવાનું ટાળ્યું હતું. ભારતનો જીડીપી મજબૂત છે, પરંતુ તેની ક્ષમતા પ્રમાણે નથી. ૨૦૨૩ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ૮.૪૦% રહ્યો હતો જે મોટા અર્થતંત્રમાં સૌથી વધુ હતો.

આ ઉપરાંત ફેબ્રુઆરી માસનો ફુગાવો પણ અપેક્ષા કરતા વધુ રહી ૫.%કા આવ્યો હતો. જે રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટ કરતા ઘણો ઊંચો છે. મારા મત મુજબ જ્યાંસુધી ફુગાવો ૪%ની આસપાસ નહીં આવે ત્યાંસુધી રેપો રેટમાં ઘટાડો વહેલો ગણાશે. તાજેતરમાં હીટવેવની આવી પડેલી આગાહી તથા ક્રુડ તેલના ભાવમાં વધારાએ રિઝર્વ બેન્કની ચિંતા વધારી દીધી છે અને ફુગાવાને નીચે લાવવાના તેના પ્રયાસો લંબાઈ જવાની શકયતા જોવાઈ રહી છે. જુલાઈમાં ચોમાસાની તથા પાકપાણીની પ્રગતિ પર નજર રાખીને અગામી મોનિટરી પોલિસી કમિટિની બેઠકમાં રેપો રેટમાં ઘટાડા અંગે નિર્ણય આવી શકે છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.comPast Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!