January 18, 2025

+91 99390 80808

January 18, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૦૧૪.૫૫ સામે ૭૪૦૨૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૭૪૩.૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૫૬.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦.૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૯૦૩.૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૦૨.૬૦ સામે ૨૨૫૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૫૦૭.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૪.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૭૭.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. રિઝર્વ બેન્કની ચાલુ સપ્તાહમાં યોજાનારી મીટિંગમાં વ્યાજ દર મામલે નિર્ણય પર બજારની નજર સાથે જીએસટી એક્ત્રિકરણ માર્ચમાં રૂ.૧.૭૮ લાખ કરોડ થતાં ભારતની આર્થિક ગ્રોથ સ્ટોરી અકબંધ હોવા સાથે હવે લોકસભા ચૂંટણી બાદ દેશમાં સ્થિર, મજબૂત સરકાર રચાવાની અપેક્ષાએ અને આર્થિક સુધારા આગળ વધવાના વિશ્વાસે ગત સપ્તાહથી જ ભારતીય શેરબજારોમાં વિદેશી ફંડોનો રોકાણ પ્રવાહ વહેતો થવા લગતા આજે ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ શેરોમાં મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જો કે ઇન્ડેક્સ બેઇઝડ બે તરફી અફડાતફડીના અંતે ઘટાડો નોંધાયો હતો.

એચડીએફસી બેન્ક, મહિન્દ્રા & મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શેરોમાં આક્રમક ખરીદી તેમજ ટાટા મોટર્સ એનટીપીસી લિ.માં ફંડોની તેજી સામે બેન્કીંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્ર બેન્ક તેમજ આઈટી શેરોમાં ઇન્ફોસિસ લિ., ટીસીએસ લિ., એચસીએલ ટેકનોલોજી સાથે લાર્સેન લિ., ભારતી એરટેલ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ અને આઈટીસી લિ. શેરોમાં ભારે વેચવાલીએ બજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક, આઈટી, ટેલિકોમ્યુનિકેશન અને બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૦૪ અને વધનારની સંખ્યા ૨૮૪૮ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલી સામે લાર્જકેપ શેરોમાં લેવાલીએ  રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૩૯ લાખ કરોડ વધીને ૩૯૫.૫૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત મહીને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત વેચવાલી અટક્યા સાથે માર્ચ મહિનાના નજીવી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં કરેલી મોટી ખરીદીના પરિણામે બજાર નવા વિક્રમો સર્જતું રહી નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યું. ફેબ્રુઆરી અને માર્ચમાં સ્મોલ કેપ અને માઈક્રો કેપ કંપનીઓના શેરો ઓવરવેલ્યુઅડ હોવાના અને બેફામ સટ્ટાને અંકુશમાં લેવા નિયામક તંત્રો દ્વારા લેવાયેલા પગલાંને પરિણામે તેજીનો અતિરેક શાંત જોવાય બાદ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રિટેલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડોમાં સતત રોકાણ પ્રવાહ અને એના પરિણામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં મોટાપાયે ખરીદી સાથે ફોરેન ફંડોની નવી લેવાલીએ ચાલુ સપ્તાહે તેજી તરફી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ઓવરવેલ્યુએશનનું પરિબળ હજુ યથાવત હોવાથી અગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત ત્રણ એપ્રિલથી ભારતીય રિઝર્વ બેંકની અધ્યક્ષતામાં મોનિટરિંગ પોલિસીની બેઠક પર નજર સાથે નવા નાણાકીય વર્ષમાં હવે લોકસભા ચૂંટણી પર ફોક્સ સાથે વૈશ્વિક જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ અને અમેરિકાની વ્યાજ દર નીતિમાં ક્યારે ઘટાડાની શરૂઆત થશે એના પર પણ ભારતીય બજારની નજર રહેશે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.comPast Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!