January 18, 2025

+91 99390 80808

January 18, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૪.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૬૫૧.૩૫ સામે ૭૩૯૬૮.૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૯૦૯.૩૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૫.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૩.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૦૧૪.૫૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૮૮.૨૦ સામે ૨૨૫૩૯.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૫૧૫.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૬૧૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના કામકાજના આજના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી બાદ નીચા મથાળે નવી લેવાલી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ બીએસઈ સેન્સેક્સે ૭૪૨૫૪.૬૨ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૨૬૪૭.૦૦ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. અમેરિકન શેરબજારોમાં તેજી સાથે આજે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણ સાથે ભારતીય અર્થતંત્ર પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી.

ફંડોની ટાઈટન કંપની લિ., ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી લિ. તેમજ નેસલે ઈન્ડિયા શેરોમાં વેચવાલી સામે બેન્કીંગ શેરોમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેમજ ફ્રન્ટલાઈન લાર્સેન લિ., ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસ લિ., એનટીપીસી લિ., અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે હિન્દુસ્તાન યૂનિલિવરની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સ, નિફટી ફ્યુચર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારારિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, કોમોડિટીઝ, યુટિલિટીઝ, ઈન્ડસ્ટ્રીયલ્સ, પાવર, સર્વિસીસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૬૫ અને વધનારની સંખ્યા ૩૨૩૫ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં જેએસડબલ્યૂ સ્ટીલ ૪.૮૧%, ટાટા સ્ટીલ ૪.૬૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૩૮%, એનટીપીસી ૧.૮૮% અને લાર્સન એન્ડ ટુબ્રો ૧.૬૬% વધ્યા હતા, જ્યારે ટાઈટન કંપની ૧.૭૬%, નેસલે ઈન્ડિયા ૧.૪૩%, ભારતી એરટેલ ૦.૮૨%, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૭૭% અને ટેક મહિન્દ્રા ૦.૪૫% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૬.૨૭ લાખ કરોડ વધીને ૩૯૩.૨૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, થોડા સમય પહેલા જ અમેરિકા અને જાપાન જેવા વિકાસશીલ દેશોની કેન્દ્રીય બેંકોએ પોલિસી રેટની સમીક્ષા કરી હતી, જોકે તેમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જ્યારે વિશ્વની સૌથી મોટા અર્થતંત્ર સ્વિત્ઝરલેન્ડે પોલિસી રેટમાં ઘટાડો કર્યો હતો. જ્યારે વિશ્વના ચોથા અર્થતંત્ર જાપાને આઠ વર્ષ બાદ નેગેટિવ વ્યાજ દરો સમાપ્ત કરીને સાંકેતિક ઐતિહાસિક ફેરફાર કર્યા છે ત્યારે આર્થિક દૃષ્ટિએ ચાલુ સપ્તાહ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આ દરમિયાન ત્રણ એપ્રિલથી ભારતીય રિઝર્વ બેંકની અધ્યક્ષતામાં મોનિટરિંગ પોલિસીની બેઠક યોજાવાની છે.

એપ્રિલ ૨૦૨૨માં છૂટક ફુગાવોનો દર ૭.૮૦% નોંધાયા બાદ આરબીઆઈએ રેપો રેટ વધારવાનો સિલસિલો શરૂ કર્યો હતો અને આગામી છ તબક્કામાં રેપો રેટ ૪% થી વધારી ૬.૫% કર્યો હતો. જોકે એપ્રિલ-૨૦૨૩ બાદ મોનિટરિંગ પોલિસીની છ બેઠક યોજાઈ, પરંતુ તેમાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી. જાન્યુઆરી ૨૦૨૪માં મોંઘવારી દર ઘટીને ૫.૧૦% નોંધાયો હતો, ત્યારે મોંઘવારી દર હજુ આરબીઆઈના દાયરામાં હોવાથી મારા અંગત મત મુજબ કેન્દ્રીય બેંક આ વખતે પણ પોલિસી રેટ યથાવત્ રાખે તેવી સંભાવના જોવાઈ રહી છે. જો કે મોંઘવારી દરને ૪%ના લક્ષ્ય પર લાવવાનો પ્રયાસ કરી શકે છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.comPast Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!