November 23, 2024

+91 99390 80808

November 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૨૦૨ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૨૦૨ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૩.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૯૯૬.૩૧ સામે ૭૩૧૪૯.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૧૨૦.૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬૯.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૫૫.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૬૫૧.૩૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૩૩૧.૮૦ સામે ૨૨૩૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૪૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૪૬૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. ૨૯ માર્ચે ગુડ ફ્રાઈડે અને ૩૦ અને ૩૧ માર્ચે સાપ્તાહિક રજાઓને કારણે શેરબજારમાં ટ્રેડિંગ નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી એપ્રિલે હોવાથી આજે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના અંતે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ ગોલ્ડમેન સેશ દ્વારા રિલાયન્સ માટે પોઝીટીવ આઉટલૂક રજૂ કરીને શેર માટે નાણા વર્ષ ૨૦૨૭ માટે ઉંચો ટાર્ગેટ મૂકતાં આજે સતત બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી.

આ સાથે ફંડોની એનએવી ઊંચી લઈ જવાની કવાયતમાં લાર્જ કેપ શેરોમાં મોટી ખરીદી કરીને પોર્ટફોલિયો વેલ્યુએશન ઊંચું લઈ જવારૂપી પસંદગીની મોટી ખરીદી થઈ હતી. ફંડોએ બેન્કિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક તેમજ ફ્રન્ટલાઈન લાર્સેન લિ., બજાજ ફાઈનાન્સ, ઇન્ફોસિસ લિ., ટીસીએસ લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી ફ્યુચર નોંધપાત્ર ઉછાળા સાથે પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, કેપિટલ ગુડ્સ, યુટિલિટીઝ, ઓટો, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ્સ, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૨૪ અને વધનારની સંખ્યા ૧૮૦૨ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૩.૯૧%, બજાજ ફાઈનાન્સ ૩.૦૯%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૫૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૨૬% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૨૧% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૦.૫૦%, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૩૭%, એચસીએલ ટેક્નોલોજી ૦.૨૬% અને ટેક મહિન્દ્રા ૦.૨૬% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૨૬ લાખ કરોડ વધીને ૩૮૬.૯૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓ વધી અને ૪ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં તાજેતરમાં આવેલ અફડાતફડીમાં પ્રત્યક્ષ રીતે રોકાણ કરતા નાના રોકાણકારો દૂર થયા છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરતા રોકાણકારોનો ક્રેઝ અકબંધ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે એસઆઈપી તો રેકોર્ડ સ્તરે પહોંચી જ રહી છે પરંતુ હવે લમસમ એટલેકે એકસાથે કરવામાં આવતું રોકાણ પણ નવા શિખરસર કરી રહ્યું છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ છેલ્લા છ મહિનામાં એટલેકે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી અંદાજીત રૂ.૪૬,૨૦૦ કરોડનું રોકાણ મેળવ્યું છે, જે અગાઉના છ મહિનામાં પ્રાપ્ત થયેલા રોકાણ કરતાં લગભગ ત્રણ ગણું છે. જોકે લમસમની સાથે-સાથે એસઆઈપી દ્વારા નેટ રોકાણ પ્રમાણમાં સુસ્ત રહ્યું છે.

સપ્ટેમ્બર ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચે એસઆઈપી રોકાણ રૂ.૩૮,૨૧૦ કરોડ હતું, જે માર્ચ ૨૦૨૩થી ઓગસ્ટ ૨૦૨૩ના સમયગાળા કરતાં ૨૨% વધુ છે. એકસાથે થતા રોકાણ એટલેકે લમસમ રોકાણમાં વધારો થવાથી ફેબ્રુઆરી દરમિયાન ઇક્વિટી સ્કીમોમાં ચોખ્ખો નાણાપ્રવાહ રૂ.૨૬,૮૬૦ કરોડ થયો, જે માર્ચ, ૨૦૨૨ પછીનો સૌથી મોટો આંકડો છે. ૧૧,૫૦૦ કરોડ લમસમ રોકાણ તરીકે પ્રાપ્ત થયા અને બાકીની રકમમાં એસઆઈપીનો રૂ.૬૪૭૦ કરોડ અને એનએફઓનો રૂ.૧૧,૪૭૦ કરોડનો ફાળો રહ્યો છે. તાજેતરના મહિનાઓમાં ઈક્વિટી બજાર અસ્થિર બન્યું છે અને લાર્જકેપ ઇન્ડેક્સો કોન્સોલિડેશન મોડમાં છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ નાના શેરોમાં આવેલ તેજી અંગે ચેતવણી આપીને વેલ્યુએશન પર સવાલ કરતા મિડકેપ-સ્મોલકેપમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.com

The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!