November 23, 2024

+91 99390 80808

November 23, 2024

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૧૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૧૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૩.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૫૦૦.૩૦ સામે ૭૨૬૦૬.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૫૯૧.૧૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨૮.૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૪૫.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૭૪૫.૩૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૬૦.૫૦ સામે ૨૨૨૦૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૧૮૦.૧૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૩.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૦.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૪૫૧.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

બેંક ઓફ જાપાને ૧૭ વર્ષ બાદ નેગેટીવ વ્યાજ દરમાંથી પોઝિટીવ રેટની નીતિ અપનાવતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી બાદ યુ.એસ. ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગમાં ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ અંતે સ્ટીકી ફુગાવા છતાં વર્ષ ૨૦૨૪માં ત્રણ દરમાં કાપની અપેક્ષા સાથે સતત પાંચમી બેઠકમાં બેન્ચમાર્ક વ્યાજ દરો યથાવત રાખતા વૈશ્વિક બજારોમાં અમેરિકી શેરબજારમાં મજબૂતી પાછળ આજે ભારતીય શેરબજારમાં પણ મજબૂતી રહી હતી. સ્થાનિક સ્તરે માર્ચ એન્ડિંગ નજીક હોઈ ફંડોએ ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારુતિ સુઝુકી અને એશિયન પેઇન્ટ શેરોમાં વેચવાલી સામે લાર્સેન લિ., એનટીપીસી લિ., આઈટીસી લિ., તેમજ ફ્રન્ટલાઈન હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાટા સ્ટીલ સાથે બેન્કીંગ શેરોમાં એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેન્કની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક બે તરફી અફડાતફડી બાદ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ એનર્જી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, મેટલ, યુટિલિટીઝ, સર્વિસીસ, કોમોડિટીઝ અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૧ અને વધનારની સંખ્યા ૨૭૫૮ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૭૧ લાખ કરોડ વધીને ૩૭૯.૮૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓ વધી અને ૪ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ગત વર્ષે ભારતનું નેટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ૨૫ અબજ ડોલર હતું તે એપ્રિલ ૨૦૨૩ થી જાન્યુઆરી ૨૦૨૪ સુધીના ૧૦ મહિનામાં માત્ર ૧૫.૪૧ અબજ ડોલર રહ્યું છે. નેટ એફડીઆઈમાં આ મોટા ઘટાડાનું કારણ ફંડનો આઉટફ્લો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૪ના બુલેટિન અનુસાર એપ્રિલ, ૨૦૨૩થી જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન ભારતમાં એફડીઆઈ ઈન્ફલો ૨૫.૫૩ અબજ ડોલર હતો, જ્યારે ઉપાડ ૧૦.૧૧ અબજ ડોલર હતો. જોકે એક વર્ષ અગાઉ ઈન્ફલો ૩૬.૭૫ અબજ ડોલર અને ઉપાડ ૧૧.૭૫ અબજ ડોલર હતો. સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર ભારતમાં પ્રત્યક્ષ રોકાણકારો દ્વારા ફંડનો સ્વદેશમાં આઉટફ્લો / ડિસઇન્વેસ્ટમેન્ટ એપ્રિલ ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ના ૨૪.૯૯ અબજ ડોલરની સરખામણીએ ૨૦૨૪ના ૧૦ મહિનામાં વધીને ૩૪ અબજ ડોલર થયો છે.

માર્ચ ૨૦૨૪માં બહાર પાડવામાં આવેલા ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી’ પર આરબીઆઈના માસિક બુલેટિન મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪ના ૧૦ મહિનામાં પ્રાપ્ત થયેલ એફડીઆઈમાંથી લગભગ બે તૃતીયાંશ મેન્યુફેક્ચરિંગ, કોમ્પ્યુટર સર્વિસ, પાવર અને અન્ય એનર્જી ક્ષેત્રોમાં હતું. ભારતમાં લગભગ ૮૦% એફડીઆઈ સિંગાપોર, મોરેશિયસ, અમેરિકા, નેધરલેન્ડ, જાપાન અને યુએઇમાંથી આવે છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૩માં વિશ્વમાં એફડીઆઈનો પ્રવાહ સુસ્ત રહ્યો હતો અને વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં વૈશ્વિક ધોરણે માત્ર ૩%નો વધારો થયો હતો. જોકે ભારતે એશિયામાં તેના અન્ય સમકક્ષો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.com

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

RELIANCE

HDFC BANK

HAVELLS

SBI

Nifty Trend : 25 November 2024

error: Content is protected !!