November 21, 2024

+91 99390 80808

November 21, 2024

+91 99390 80808

HomeUncategorizedનિફ્ટી ફયુચર ૨૧૬૭૬ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૧૬૭૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

વૈશ્વિક સ્તરે બેંક ઓફ જાપાને ૧૭ વર્ષ બાદ તેના પ્રમુખ વ્યાજ દરને નેગેટીવ ઝોનમાંથી પોઝિટીવ કરી માઈનસ ૦.૧૦ થી પ્લસ ૦.૧૦ કરતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વ પણ હવે વ્યાજ દર જાળવી રાખશે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ફંડોએ બેન્કિંગ શેરોમાં એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક તેમજ ટાટામોટર્સ, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યૂનિલિવર શેરોમાં વેચવાલી સામે ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી લિ., સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ, સાથે કોટક બેન્ક, નેસલે ઈન્ડિયા, લાર્સેન લિ., બજાજ ફાઈનાન્સ અને ટેક મહિન્દ્રની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક બે તરફી અફડાતફડી બાદ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.

ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, પાવર, ટેલિકોમ્યુનિકેશન અને રિયલ્ટી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કોમોડિટીઝ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૦ અને વધનારની સંખ્યા ૧૬૦૯ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતી સુઝુકી ઈન્ડિયા ૨.૯૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૧૬%, નેસલે ઈન્ડિયા ૨.૦૯%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૮૩% અને આઈટીસી ૧.૫૫% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૧.૯૮%, ટાટા મોટર્સ ૧.૭૬%, એક્સિસ બેન્ક ૧.૫૩%, એચડીએફસી બેન્ક ૧.૨૩% અને હિન્દુસ્તાન યુનિલિવિર ૧.૨૧% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૨૫ લાખ કરોડ વધીને ૩૭૪.૧૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્મોલકેપ અને મિડકેપ સેગમેન્ટમાં બબલ જેવી સ્થિતિ અમુક ક્ષેત્રો પૂરતી મર્યાદિત હોવા છતાં, નિયમનકારી ચકાસણી અને તપાસ આ ક્ષેત્રને સતત અનિશ્ચિતતા તરફ દોરી શકે છે. સ્મોલ-કેપ શેરોમાં રોકાણકારો એક્સ્પોઝર, એમએફ અને ડાયરેક્ટ ઓપ્શન્સ બંને દ્વારા, ઘટાડી રહ્યા છે. મોટાભાગના ગ્રાહકોએ તેમના સ્મોલકેપ રોકાણમાં ઘટાડો કર્યો છે. તેમજ પોર્ટફોલિયો લાર્જકેપ્સ તરફ શિફ્ટ કરાયો છે. ઈન્ડેક્સ-લેવલ મજબૂત હોવા છતાં, સ્મોલકેપ અને મિડકેપ સૂચકાંકોમાં કેટલાક ક્ષેત્રો જેમ કે સ્પેશિયાલિટી કેમિકલ્સ, મીડિયા અને ઈન્ટરનેટ સોફ્ટવેર અને સેવાઓએ નબળું વળતર આપ્યું છે. તાજેતરના ઘટાડાથી રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં સારી ગુણવત્તાના શેરોનો સમાવેશ કરવાની તક મળી છે.

સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરમાં વર્ષભરની તેજીને કારણે સારો નફો થયો છે. સ્મોલકેપ સેગમેન્ટમાં વધતી જતી નિયમનકારી સખ્તાઈ અને નફા વૃદ્ધિમાં મંદીને કારણે જોખમ વધ્યું છે. સ્મોલ અને મિડકેપ વેલ્યુએશન હાલમાં લાર્જકેપની નજીક છે. આ સમસ્યા સ્મોલકેપ અને મિડકેપ પુરતી મર્યાદિત નથી. સૌથી મોટું પરિબળ લિસ્ટેડ સેક્ટર પર વધેલી નિયમનકારી તપાસ સાથે સંબંધિત છે. આનાથી લાંબા ગાળાની અસ્થિરતા થઈ શકે છે અને રોકાણકારોએ આ માટે તૈયાર રહેવું પડશે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.com

The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

HCL TECH

KOTAK MAHINDRA BANK

RELIANCE

SBI

Nifty Trend : 22 November 2024

error: Content is protected !!