January 18, 2025

+91 99390 80808

January 18, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૩.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૬૪૩.૪૩ સામે ૭૨૫૮૭.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૩૧૪.૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૭૧.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪.૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૭૪૮.૪૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૩૩.૨૦ સામે ૨૨૧૪૩.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૦૧૮.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૧.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૩૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સેબી, એમ્ફીના આદેશ મુજબ તાણ પરિક્ષણ પરિણામો-સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ જાહેર થવાની સાથે સાથે બજારમાં ફરી તાણ વધતાં અને લોકસભા ચૂંટણીની તૈયારી અને નાણા વર્ષ ૨૦૨૩-૨૪ના અંતની એટલે કે માર્ચ એન્ડિંગની તૈયારીઓ સામે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ ઓટો શેરોમાં મહિન્દ્રા & મહિન્દ્રા, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, તેમજ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, લાર્સેન લિ., સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મેટલ, ઓટો, કોમોડિટીઝ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને એનર્જી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૨ અને વધનારની સંખ્યા ૨૦૦૮ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૫.૬૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૦૫%, જેએસડબલ્યૂ સ્ટીલ ૧.૯૮%, ટાટા મોટર્સ ૨.૭૫% અને સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૧.૪૭% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ૧.૯૯%, ટીસીએસ ૧.૭૨%, ટાઈટન કંપની ૧.૪૩%, વિપ્રો ૧.૨૫% અને હિન્દુસ્તાન યુનિલિવિર ૧.૨૦% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૨૬ લાખ કરોડ વધીને ૩૭૮.૭૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ જતા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથેના ભારતના મુકત વેપાર કરાર ફરી અટવાઈ ગયા અને હવે કેન્દ્રમાં આવનારી નવી સરકાર બાદ જ કરારને અંતિમ રૂપ મળી શકશે. બન્ને દેશો વચ્ચે મુકત વેપાર કરાર માટે અત્યારસુધી વાટાઘાટના ૧૪ રાઉન્ડ હાથ ધરાયા છે, પરંતુ ગત સપ્તાહે શનિવારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં હવે વાટાઘાટ રસપ્રદ રીતે આગળ વધી નહીં શકે. બન્ને દેશો વચ્ચે કરાર માટે વિગતવાર ચર્ચા થઈ છે અને મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ સધાઈ ગઈ છે. વેપાર કરાર માટે ૨૦૨૨ના જાન્યુઆરીથી વાટાઘાટો શરૂ થઈ હતી. ભારત તથા બ્રિટન વચ્ચે દ્વીપક્ષી વેપારનું કદ હાલમાં ૩૮.૧૦ અબજ ડોલર જેટલું છે. બેમાંથી એકપણ દેશે વાટાઘાટમાંથી પીછેહઠ કરી નથી.

યુરોપિયન યુનિયનની બજારોમા પોતાની હાજરી ઊભી કરવા યુકે સાથેના કરાર ભારત માટે લાભકારક સાબિત થઈ શકે છે. માત્ર યુરોપ જ નહીં પરંતુ પશ્ચિમના કેટલાક દેશોની બજારમાં પ્રવેશ માટે પણ કરાર લાભકારક બની શકે એમ છે. કરારમાં બન્ને દેશો પોતાના વેપાર તથા નાગરિકોના હિતોને પ્રાધાન્ય આપી રહ્યા છે. બ્રિટનની સરખામણીએ ભારત એક વિશાળ દેશ હોવાથી ભારતે પોતાના ઉદ્યોગોના હિતો સાચવવાના રહે છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ જવા છતાં બન્ને દેશો વચ્ચે વેપાર વાટાઘાટ ચાલુ રહી શકે છે, કારણ કે તે અગાઉથી ચાલતી આવી છે, પરંતુ કરારને જો અંતિમ રૂપ મળે તો તેના પર સહીસિક્કા બાબત હજુ અસ્પષ્ટતા જણાય છે. આવી સ્થિતિમાં કરારને અંતિમ રૂપ નવી સરકારના કાળમાં જ મળવાની શકયતા છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.com

The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!