January 18, 2025

+91 99390 80808

January 18, 2025

+91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડનિફ્ટી ફયુચર 22008 પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર 22008 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો,

સ્મોલ, મિડ કેપ શેરો ઓવરવેલ્યુએશને એટલે કે વાસ્તવિક ભાવથી વધુ પડતાં ઊંચા ખર્ચાળ ભાવે ટ્રેડ થઈ રહ્યા વિશે તાજેતરના દિવસોમાં મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ સ્મોલ, મિડ કેપ ફંડો સાથે સંકળાયેલા જોખમો વિશે વધુ માહિતી આપવા તાકીદ કરતાં ફંડોના એસેટ મેનેજરોને તેમના રોકાણકારોને ફંડ સાથે સંકળાયેલા જોખમોની વધુ માહિતી આપવા સૂચના આપતાં અને સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીઝ (એસએમઈ) મામલે એસએમઈ આઈપીઓમાં થઈ રહેલા કથિત મેનીપ્યુલેશન મુદ્દે સખ્ત વલણે બુધવારે ભારતીય શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો, જો કે આજે સપ્તાહના ચોથા દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ આજે બીએસઈ સેન્સેક્સે ફરી પછી 73000 પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે 22250 પોઈન્ટની સપાટી પાર કરી હતી. બેન્કેક્સ શેરોમાં વેચવાલી સામે સર્વિસીસ, ટેલિકોમ્યુનિકેશન, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, ઈન્ડસ્ટ્રીયલ્સ, કોમોડિટીઝ, એનર્જી, આઈટી, ટેક અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.28% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.11% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3958 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1153 અને વધનારની સંખ્યા 2722 રહી હતી, 83 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 17 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેક્નોલોજી 2.96%, વિપ્રો 2.63%, ઈન્ફોસિસ 2.53%, ભારતી એરટેલ 2.23% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.09% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક 1.68%, ઈન્ડસઈન્ડ બેન્ક 1.33%, બજાજ ફાઈનાન્સ 1.05%, જેએસડબલ્યૂ સ્ટીલ 0.82% અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0.76% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 7.94 લાખ કરોડ વધીને 380.04 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 19 કંપનીઓ વધી અને 11 કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રેડ સી પર સતત વધી રહેલા હુમલા અને વધતા સંકટને કારણે વર્ષ 2024માં તે વેપાર વોલ્યૂમ પર નોંધપાત્ર રીતે પ્રતિકૂળ અસર કરી શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ અનુસાર શિપિંગ અને ઇન્સ્યોરન્સનો વધતો ખર્ચ અને સપ્લાયમાં વિલંબથી વૈશ્વિક વેલ્યૂ ચેઇન પ્રભાવિત થશે, માર્જિન ઘટશે. એશિયા, આફ્રિકા અને યુરોપ જેવા દેશોમાં ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ અડચણો જોવા મળી શકે છે. આ અવરોધો ભારતીય વેપાર પર અસર કરશે અને ખાસ કરીને મિડલ ઇસ્ટ, આફ્રિકા અને યુરોપમાં વધુ વ્યાપક અસર નોંધાશે. રેડ સી સંકટને કારણે શિપિંગ ખર્ચ 40% – 60% સુધી વધી રહ્યો છે અને રૂટ બદલવાને કારણે સપ્લાયમાં પણ વધુ 20 દિવસનો વિલંબ થઇ રહ્યો છે, ઉચ્ચ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 15-20% અને હુમલાઓને કારણે કાર્ગોને નુકસાન થવા જેવા જોખમો રહેલા છે.

નાણાકીય વર્ષ 2023માં દેશની ક્રૂડ ઓઇલની 65% આયાત જેનું મૂલ્ય 105 અબજ ડોલર હતું. તેની આયાત ઇરાક, સાઉદી અરબ અને અન્ય દેશોમાંથી કરવામાં આવી હતી. તે સુએઝ કેનાલ મારફતે આયાત કરવામાં આવી હતી. યુરોપ અને ઉત્તર આફ્રિકાથી 50% આયાત અને 60% નિકાસ માટે આ રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્રૂડ ઓઇલ અને એલએનજીની આયાત માટે બાબ અલ મંદીબ પર નિર્ભર ભારત આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની અડચણથી આર્થિક અને સલામતીનું જોખમ ધરાવે છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

Most Popular

COAL INDIA

MOIL LTD

MAHINDRA LOGISTICS

PETRONET LNG

LUPIN LTD

error: Content is protected !!