નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં બીએસઈમિડકેપ, બીએસઈ સ્મોલકેપ, નિફ્ટી મિડકેપ ૧૦૦ અને
સ્મોલકેપ ૧૦૦ સૂચકાંકોએ ૧૨ થી ૧૮%ની રેન્જમાં પ્રભાવશાળી બે-અંકના વળતર સાથે બજાર
કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. તેની તુલનામાં, સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ સૂચકાંક
અનુક્રમે ૮.૬ અને ૯% વધ્યા હતા. ડિસેમ્બર ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં યુએસ ટેરિફ ડર,
ભૂ-રાજકીય ચિંતાઓ અને નબળી કોર્પોરેટ કમાણીને કારણે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં
સ્મોલ અને મિડકેપ્સનું પ્રદર્શન નબળું રહ્યું હતું. આના કારણે રોકાણકારો
લાર્જકેપ્સ તરફ વળ્યા હતા, જેને સલામત માનવામાં આવે છે.
અસ્થિર બજારોમાં પણ મોટાભાગે લાર્જકેપ્સને સલામત શેર માનવામાં
આવે છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સ્મોલ અને મિડકેપ સૂચકાંકોએ તેમના
અગ્રણી સમકક્ષો કરતાં નબળું પ્રદર્શન કર્યું છે. સુચિત સમય દરમિયાન બીએસઈ
સ્મોલકેપમાં ૧.૭% અને બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૨%નો ઘટાડો થયો છે. તેની
તુલનામાં, આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં ૮-૮%નો વધારો થયો છે. માર્ચ
૨૦૨૫ ક્વાર્ટરની કમાણીની સીઝન અને ટિપ્પણીઓ મોટાભાગના મિડ-એન્ડ સ્મોલકેપ્સ માટે
સારી હતી. આનું કારણ એ છે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ સેગમેન્ટના
શેરોમાં રોકાણ કર્યું હતું. જો કે, હવે શેરોની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવાની
જરૂર છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મિડ અને
સ્મોલકેપ ઇન્ડેક્સના ૫૦૧ શેરોના બજાર મૂલ્યમાં ૧૮%થી વધુનો વધારો થયો છે. તેમાંથી
૭૫ શેરોમાં ૫૦%થી વધુનો વધારો થયો છે. સ્મોલકેપ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી મજબૂત
છે, ભારત એક સ્મોલકેપ બજાર છે. ભારતમાં નાના સ્તરે મજબૂત કંપનીઓ ધરાવે છે. દરમિયાન
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, છેલ્લા સાત કેલેન્ડર વર્ષોમાં સ્મોલકેપ સેગમેન્ટમાં
મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.
આ
સમયગાળા દરમિયાન, આ બાસ્કેટનું બજાર મૂડીકરણ પાંચ ગણું વધ્યું છે. તે ૨૦૧૭માં રૂ.૧૭
લાખ કરોડથી વધીને ૨૦૨૪ના અંત સુધીમાં રૂ.૯૨ લાખ કરોડ થયું છે, જે આ સમયગાળા
દરમિયાન ૨૭.૬%નો મજબૂત વાષક ચક્રવૃદ્ધિ દર દર્શાવે છે. તેની સરખામણીમાં, લાર્જકેપ
અને મિડકેપ સેગમેન્ટમાં સમાન સમયગાળા દરમિયાન ૧૪.૫% અને ૨૧.૬%નો વાષક ચક્રવૃદ્ધિ
દર નોંધાયો હતો.