June 16, 2026

+91 99390 80808

June 16, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasરેપો રેટમાં ઘટાડો છતાં લોનમાં મંદ વૃદ્ધિ...!!

રેપો રેટમાં ઘટાડો છતાં લોનમાં મંદ વૃદ્ધિ…!!

૧૩ જૂનના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ વધુ જોવા મળી છે. રેપો રેટમાં કરાયેલા ઘટાડા છતાં ધિરાણમાં વધારો નહીં થયો હોવાનું ધ્યાનમાં રાખી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ધિરાણ વધારવા બેન્કોને સૂચન કર્યું છે. ૧૩ જૂનના પખવાડિયામાં થાપણ વૃદ્ધિનો દર વાર્ષિક ધોરણે ૧૦.૪૦% રહ્યો હતો જ્યારે થાપણ વૃદ્ધિનો દર ૯.૬૦% રહ્યો હતો. વર્તમાન વર્ષના મે મહિનાથી ધિરાણમાં એક અંકી વૃદ્ધિ જોવા મળી રહી છે. ધિરાણ કરતા થાપણ વૃદ્ધિ ઊંચી રહેતા થાપણથી ધિરાણનું પ્રમાણ ઘટી ૭૭.૮૦% રહ્યું હતું જે એક વર્ષ અગાઉ ૭૯.૪૦% રહ્યું હતું. દરમિયાન રિઝર્વ બેન્કે રેપો રેટમાં કરેલા ઘટાડાને ધ્યાનમાં રાખી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બેન્કોને ધિરાણ વધારવા પ્રયાસો કરવા સૂચના આપી હતી.

૩૦મી મેના પખવાડિયામાં બેન્કોની ધિરાણ વૃદ્ધિ ૮.૯૭% સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ તે સતત એક અંકમાં જ જોવા મળી રહી છે. વર્તમાન વર્ષના ફેબ્રુઆરીથી રિઝર્વ બેન્કે  રેપો રેટમાં એકંદરે એક ટકો ઘટાડો કર્યો છે. એટલું જ નહીં નાણાં વ્યવસ્થામાં ભરપૂર લિક્વિડિટી પણ પૂરી પાડવામાં આવી છે. ઊભરી રહેલા વ્યવસાયીક ક્ષેત્રોને ઓળખી કાઢવા તથા ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ધિરાણ વધારવા પર નાણાં પ્રધાને ભાર મૂકયો હતો. હાલમાં રેપો રેટ ૫.૫૦% છે અને વર્તમાન સપ્તાહમાં નાણાં વ્યવસ્થામાં રૂ.૨.૭૧ ટ્રિલિયનની વધારાની લિક્વિડિટી રહી હતી. 

દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular