ખાદ્ય વસ્તુઓ, મેન્યુફેકચરિંગ વસ્તુઓ અને ઇંધણની ભાવ ઘટવાના કારણે
મે મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો (ડબ્લ્યુપીઆઇ) ઘટીને ૧૪ મહિનાના નિમ્ન
સ્તર ૦.૩૯%એ આવી ગયો છે. જો કે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભૂ રાજકીય તંગદિલીને
કારણે કીંમતો વધી શકે છે. ડબ્લ્યુપીઆઇ આધારિત ફુગાવો એપ્રિલમાં ૦.૮૫% અને મે, ૨૦૨૪માં
૨.૭૪% રહ્યો હતો. ડબ્લ્યુપીઆઇ ડેટા અનુસાર ખાદ્ય વસ્તુઓની કીંમતોમાં મે મહિનામાં
૧.૫૬%નો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલમાં તેમાં ૦.૮૬%નો ઘટાડો જોવા મળ્યો હતો.
શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મેમાં શાકભાજીના
ભાવમાં ૨૧.૬૨%નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એપ્રિલમાં તેમાં ૧૮.૨૬%નો ઘટાડો જોવા
મળ્યો હતો. મેન્યુફેકચરિંગ ઉત્પાદનોનો ફુગાવો ૨.૦૪% રહ્યો છે જ્યારે એપ્રિલમાં તે
૨.૬૨% રહ્યો હતો. મેમાં ઇંધણ અને વીજળીનો ફુગાવો ૨.૨૭% રહ્યો છે જ્યારે એપ્રિલમાં
તે ૨.૧૮% હતો. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ નક્કી કરતી વખતે
મુખ્યતવે રીટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે.
ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મે મહિનામાં રીટેલ
ફુગાવેો ૨.૮૨% રહ્યો છે. જે છ વર્ષની નીચલી સપાટી દર્શાવે છે. આરબીઆઇએ ફુગાવામાં
ઘટાડાની વચ્ચે આ મહિને નીતિગત વ્યાજ દરોમાં ૦.૫૦%નો ઘટાડો કર્યો છે. આ સાથે જ રેપો
રેટ ઘટીને ૫.૫% થઇ ગયો છે. આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ૩.૭%
રાખ્યો છે. આ અગાઉ આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ૪% રાખ્યો
હતો.





