May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesભારતની જેમ્સ જ્વેલરીની નિકાસ પર વૈશ્વિક ભૂરાજકીય તણાવની સીધી અસર...!!

ભારતની જેમ્સ જ્વેલરીની નિકાસ પર વૈશ્વિક ભૂરાજકીય તણાવની સીધી અસર…!!

ચીન અને અમેરિકા વચ્ચે વેપાર અનિશ્ચિતતા અને વધતા જતા વૈશ્વિક ભૂરાજકીય તણાવની અસર ભારતની જેમ્સ જ્વેલરીની (રત્નો અને ઝવેરાત) નિકાસ પર પણ સીધી અસર થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું કે મે મહિનામાં કુલ રત્નો અને ઝવેરાતની નિકાસ વાર્ષિક ધોરણે ૧૫.૮૧% ઘટીને ૨૨૬.૩૪ કરોડ ડોલર (રૂ.૧૯,૨૬૦.૮૧ કરોડ) થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, આયાતમાં પણ ૧૨.૯૬%નો ઘટાડો થયો છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ૨૦૨૪ના સમાન સમયગાળા દરમિયાન ઉદ્યોગની નિકાસ ૨૬૮.૮૩ મિલિયન ડોલર (૨૨,૪૧૪.૦૨ કરોડ રૂપિયા) રહી હતી. મે મહિનામાં પોલિશ્ડ હીરાની નિકાસ ૩૫.૪૯% ઘટીને ૯૪૯.૭ મિલિયન ડોલર (૮૦૮૯.૮૧ કરોડ રૂપિયા) થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૪૭૨.૦૩ મિલિયન ડોલર (૧૨,૨૭૨.૦૩ કરોડ રૂપિયા) હતી. મે મહિનામાં પોલિશ્ડ લેબ-ગ્રોન હીરાની નિકાસ વાર્ષિક ધોરણે ૩૨.૭૬% ઘટીને ૮૦.૯ મિલિયન ડોલર (૬૮૯.૭૧ કરોડ રૂપિયા) થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૨૦.૩ મિલિયન ડોલર (૧૦૦૩.૦૬ કરોડ રૂપિયા) હતી.

મે ૨૦૨૫માં, કાચા હીરાની આયાતમાં ૫.૪૬% નો ઘટાડો થયો હતો અને રંગીન રત્નોની નિકાસમાં ૧.૧૩% નો ઘટાડો થયો હતો. જોકે, આ દરમિયાન, સોનાના ઝવેરાતની માંગમાં સુધારો થયો છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, સોનાના ઝવેરાતની નિકાસ વાર્ષિક ધોરણે ૧૭.૨૪% વધીને ૯૯૭.૫ મિલિયન ડોલર (રૂ.૮૪૮૨.૬૧ કરોડ) થઈ છે. એપ્રિલ-મે દરમિયાન, ચાંદીના ઝવેરાતની કુલ નિકાસ ૧૭.૫૯% ઘટીને ૧૫૦ મિલિયન ડોલર (રૂ.૧૨૮૧.૯૨ કરોડ) થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૮૨.૧ મિલિયન ડોલર (રૂ.૧૫૧૮.૬૯ કરોડ) હતી.

Most Popular