રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૮૩ સામે ૮૦૯૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૮૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૫૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૦૬ સામે ૨૪૮૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૮૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સોમવારે શેરબજારમાં સતત ચાર દિવસના ઘટાડાનો ક્રમ તૂટી ગયો હતો.શુક્રવારે સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યા બાદ આજે સોમવારે નેગેટીવ ખૂલ્યો હતો.ટ્રેડિંગ સેશનમાં માર્કેટે સ્પીડ પકડતાં અંતે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે બંધ રહ્યા હતાં.અમેરિકી ફેડ રિઝર્વ પર સમગ્ર વિશ્વી નજર રાખતાં માર્કેટમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પ્રારંભિક સેશનમાં માર્કેટ ઘટાડા તરફી ટ્રેડ થયા બાદ અંતે નિફ્ટી તેનું નુકસાન અમુક અંશે રિકવર કરવામાં સફલ રહ્યો હતો.સેન્સેક્સ ૩૭૬ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૫૫૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૮૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૨૬૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં શ્રીરામ ફાઈનાન્સ,ઈન્ડીગો,લાર્સેન,ટીવીએસ મોટર્સ,ગ્રાસીમ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,મુથૂટ ફાઈનાન્સ,વોલ્ટાસ,કોટક બેન્ક,એચડીએફસી બેન્ક,જેએસડબ્લ્યુ સ્ટીલ,આઈસીઆઈસી આઈ બેન્ક, સિપ્લા,આઈટીસી,ભારતી ઐરટેલ,અંબુજા સિમેન્ટ્સ,ગ્લેનમાર્ક ફાર્મા,બાટા ઇન્ડિયા,એક્સીસ બેન્ક,સન ટીવી જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં રિલાયન્સ,લ્યુપીન,ઈન્ફોસીસ,એસબીઆઈ લાઈફ,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ,એચસીએલ ટેકનોલોજી,ઓબેરોઈ રીયાલીટી ના શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૯૦ અને વધનારની સંખ્યા ૧૬૫૦ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.બજારની ભાવિ દિશા….મિત્રો,જીએસટી કાઉન્સિલની બેઠક આજરોજ ૯ સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન, સૌથી મહત્વનો મુદ્દો ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી રહેશે.મંત્રીઓના જૂથે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી દરને તર્કસંગત બનાવવાની ભલામણ કરી હતી. જો નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની જીએસટી કાઉન્સિલ જીએસટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લે, તો તે ગ્રાહકો માટે મોટી રાહતના સમાચાર બનશે. ફિટમેન્ટ કમિટી લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પર તેનો રિપોર્ટ રજૂ કરી શકે છે.આ કમિટીમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓનો સમાવેશ થાય છે. હાલમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પર ૧૮% જીએસટી વસૂલવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માં,કેન્દ્ર અને રાજ્યોએ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ દ્વારા રૂ.૮૨૬૨ કરોડની કમાણી કરી હતી. આ સિવાય હેલ્થ ઈન્સ્યોરન્સ રિન્યૂ કરવા પર પ્રિમિયમમાં રૂ.૧૪૮૪ કરોડ મળ્યા હતા. જો જીએસટી ઘટશે તો આ આંકડા પર શું અસર થશે તેની પણ ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને સરકાર સાથે જોડાયેલા ઘણા સાંસદો સહિત વિપક્ષોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. નિર્મલા સીતારમણે ફાઇનાન્સ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે જીએસટી કલેક્શનનો ૭૫% હિસ્સો રાજ્યોને જાય છે.આવી સ્થિતિમાં રાજ્યોએ જીએસટીમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ લાવવો પડશે.જો કે, તે કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવા તૈયાર છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.




