રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે
બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૦૧ સામે ૮૦૬૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૫૭
પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૨ પોઈન્ટની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૪ પોઈન્ટના
ઉછાળા સાથે ૮૦૭૯૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા
ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૦૦ સામે ૨૪૪૮૧
પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૭૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૫૩
પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
એક તરફ અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ શાંત
પડવાના સંકેતને કારણે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી હોવાથી અને બીજી તરફ
ભારત-પાકિસ્તાન વચ્ચે પૂર્ણ યુદ્ધનું જોખમ ઘટતાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે
ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત
બાદ શેરબજારમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી, તેના પરિણામે ફોરેન
પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતમાં ફરી મોટાપાયે ખરીદી ચાલુ રહેતાં તેમજ
ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસે ફંડોનું રોકાણ વધતું રહેવાથી અને ક્રુડ ઓઈલના
આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળની સાથે કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામોમાં
પસંદગીના સારા રિઝલ્ટના આકર્ષણને કારણે સ્થાનિક બજાર પોઝીટીવ ઝોનમાં રહ્યું હતું.
ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો ન થવાના કારણો
જોઈએ તો ડીઆઈઆઈ અને એફઆઈઆઈની ઘટાડા પર ખરીદી, બ્રેન્ટ ક્રૂડ ૬૩ ડોલરની નીચે, ડોલર
ઇન્ડેક્સ ૧૦૦ ની નીચે, છેલ્લા ૧ મહિનામાં ડોલર ઇન્ડેક્સ સામે ભારતીય રૂપિયામાં
વધારો, ભારતને ચીન / અન્ય સામે સારો વેપાર સોદો મળવાની શક્યતા, ભારતીય
કોર્પોરેટ્સની બેલેન્સ શીટ ખૂબ જ લીવરેજ્ડ ન હોવી, રાજકોષીય ખાધ નિયંત્રણમાં, આરબીઆઈ
દ્વારા બેંકોને સારી તરલતા પૂરી પાડતા અને ક્રેડિટ વૃદ્ધિમાં વધારો થવાની શક્યતા, ફુગાવો
નિયંત્રણને લીધે થોડા વધુ દરમાં ઘટાડો થવાની શક્યતા, પરિણામો મોટે ભાગે ઇન-લાઇન, લાર્જ
કેપ્સમાં મૂલ્યાંકન એટલા મોંઘા ન હોવા તેમજ નિફ્ટી-૫૦૦ બાસ્કેટ નફામાં વૃદ્ધિ
આગામી ૨-૩ વર્ષ માટે ઓછામાં ઓછા ૧૦-૧૧% ની આસપાસ રહેવાની ધારણા જેવા કારણોનો
સમાવેશ થાય છે.
બીએસઇ
પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા
મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં
કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૦ અને વધનારની સંખ્યા ૨૫૬૨
રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી
બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટસ ૬.૨૯%, બજાજ ફિનસર્વ ૩.૭૩%, મહિન્દ્રા એન્ડ
મહિન્દ્રા ૩.૧૧%, આઈટીસી લિ. ૧.૬૨%, ટાટા મોટર્સ ૧.૫૦% અને પાવર ગ્રીડ કોર્પ. ૧.૪૮%
વધ્યા હતા, જયારે કોટક બેન્ક ૪.૫૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૨૬%, ટાઈટન લિ. ૦.૭૩%,
ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૬૫%, એકસિસ બેન્ક ૦.૬૪%, એચસીએલ ટેક ૦.૪૩% અને આઈસીઆઈસીઆઈ બેન્ક
૦.૨૧% ઘટ્યા હતા.
બજારની
ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાની
ટેરિફ નીતિમાં અનિશ્ચિતતા અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર જણાતા એસએન્ડપી
ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૦.૨%
ઘટાડીને ૬.૩% કર્યો. એશિયા-પેસિફિક ક્ષેત્રની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ચીનનો વિકાસ
દર ૦.૭% ઘટીને ૨૦૨૫માં ૩.૫% અને ૨૦૨૬ માં ૩% થવાની ધારણા છે. જયારે ભારત માટે, એસએન્ડપી
એ ૨૦૨૫-૨૬ માં જીડીપી વૃદ્ધિ ૬.૩% અને ૨૦૨૬-૨૭ માં ૬.૫% રહેવાનો અંદાજ લગાવ્યો છે.
માર્ચમાં, FY૨૬
માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૭%થી ઘટાડીને ૬.૫% કર્યો હતો. યુએસ ટ્રેડ પોલિસીમાં
ફેરફારો વિશ્વ વૃદ્ધિને ધીમી કરશે. જો
ટેરિફ પોલિસી શોકની અસર વધશે, તો વૈશ્વિક અર્થતંત્રની ભૂમિકા અનિશ્ચિત બની શકે છે.
મજબૂત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને કારણે એપ્રિલમાં ભારતના
ઉત્પાદન ક્ષેત્રે ઝડપી ગતિએ વૃદ્ધિ નોંધાવી છે. જેના કારણે નિકાસ અને રોજગાર
ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થયો છે. ભારતીય ચીજવસ્તુઓની મજબૂત માંગને કારણે
કંપનીઓની કિંમત નિર્ધારણ શક્તિમાં વધારો અને વેચાણ શુલ્ક ઓક્ટોબર ૨૦૧૩ પછીના સૌથી
વધુ સ્તરે પહોંચી ગયા છે. આગામી ચૂંટણીઓને કારણે પ્રવૃત્તિમાં વધારો થતાં ભારત અને
ફિલિપાઇન્સ જેવા સ્થાનિક રીતે સંચાલિત અર્થતંત્રો માટે પીએમઆઈ સ્થિર હોવાને કારણે
બાહ્ય આંચકાઓ સામે વૃદ્ધિને ટેકો આપવા માટે સ્થાનિક માંગ મહત્વપૂર્ણ સાબિત થશે. તેના
પરિણામે નાણાકીય મુદ્દાઓ પર નીતિગત પ્રોત્સાહનોની ગતિ ઝડપી થઈ શકે છે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in




