May 24, 2026

+91 99390 80808

May 24, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesનાણાકીય બચતમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો વધતો પ્રભાવ : ઈક્વિટી માર્કેટમાં નવી દિશા...!!

નાણાકીય બચતમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો વધતો પ્રભાવ : ઈક્વિટી માર્કેટમાં નવી દિશા…!!

ભારતમાં ઘરગથ્થું ક્ષેત્રની કુલ નાણાકીય બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો વર્ષ ૨૦૧૧-૧૨માં ૦.૯ ટકા હતો, એ વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૬ ટકા થયો છે. મેનેજમેન્ટ હેઠળની એસેટ્સ એટલે કે એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ૧૭.૧ ટકાના કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) પર વધી છે. જેનાથી મ્યુચ્યુઅલ ફંડ્સ ઈક્વિટીમાં સ્થિરતા સાથે મજબૂત વૃદ્વિ થઈ છે અને એફપીઆઈઝના આઉટફ્લો દ્વારા જોવાતી અસ્થિરતા સામે ઈક્વિટી બજારને મદદ મળી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના અહેવાલ મુજબ સેન્ટ્રલ બેંકે નવા પ્રવેશકર્તાઓનો વિશ્વાસ જાળવી રાખવા માટે રોકાણકારોમાં શિક્ષણ અને રક્ષણમાં વધારો કરવાની હાકલ કરી છે.
દાયકાઓથી, ભારતીય ઘરો ફિક્સ્ડ ડિપોઝિટ અને સોનાના સુરક્ષિત રોકાણને પસંદ કરતા હતા. જે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. તાજેતરના રિપોર્ટ મુજબ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ : ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયાઝ સેવિંગ્સ લેન્ડસ્કેપ, દર્શાવે છે કે, કેવી રીતે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ઘરગથ્થુ રોકાણકારો માટે ઈક્વિટી બજારોમાં રોકાણ કરવા માટે પસંદગીના માધ્યમ તરીકે ઊભરી આવ્યું છે. આ પરિવર્તન લોકોની વધતી આવક, નાણાકીય સાક્ષરતામાં વધારો અને ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપ વિસ્તરવાના કારણે જોવાયું છે.
શેરધારકો તરીકે તેમનો પ્રભાવ પણ ઝડપથી વધ્યો છે, જેમાં કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડોનું શેરહોલ્ડિંગ એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં માર્ચ ૨૦૧૦ના અંતના ૩.૭ ટકા હતું, એ વધીને માર્ચ ૨૦૨૫ના અંતે ૧૦.૪ ટકા રહ્યું છે. આ રિપોર્ટમાં ઈક્વિટી ફંડોમાં પ્રવાહ માટે ઓળખાયેલા પ્રમુખ પરિબળોમાં ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝનમાં વધારો, ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો અને બિઝનેસ કોન્ફિડેન્સ પ્રમુખ રહ્યા છે. ડીમેટ એકાઉન્ટોમાં વૃદ્વિ બાબતે નોંધાયું છે કે, એ ઈક્વિટી પ્રોડક્ટસમાં વધારે રોકાણ પ્રવાહ લાવી શકે છે. સતત નીચા થાપણ દરોના સમયગાળામાં લોકો અન્ય એસેટ વર્ગ કે જેમાં ઊંચું વળતર ઓફર થતું હોય એના તરફ વળતા હોય છે. બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સની પણ પ્રવાહ પર અસર અપેક્ષિત રહે છે, કેમ કે એ ભાવિ વૃદ્વિનો સંકેત છે.

Most Popular