May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesકંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી...!!

કંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી…!!

મોટી સંખ્યામાં પબ્લિક શેરધારકો ધરાવતી કંપનીઓના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ને મંજૂરી આપવામાં મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ પોતાનું વલણ કૂણું અપનાવવાની શરૂઆત કર્યાનું જાણવા મળે છે. જેના પરિણામે ઘણા હાઈ-પ્રોફાઈલ લિસ્ટિંગ માટેનો માર્ગ મોકળો બનવાની શકયતા જોવાઈ રહી છે. સેબીની આ સરળ વલણના પરિણામે પાંચ જેટલી કંપનીઓ એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને હીરો ફિનકોર્પ સહિતે તેમના ગત વર્ષે ફાઈલ કરેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસને તાજેતરમાં આઈપીઓ માટે સેબીની મંજૂરી મળી છે.

આ આઈપીઓને મંજૂરીમાં વિલંબ માટે જાણકારોનું કહેવું છે કે, કોઈએ અગાઉથી પબ્લિક પાસેથી મૂડી ઊભી કર્યા વિના કંપની એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે અંગેની અસ્પષ્ટતાને કારણે ઉદ્દભવ્યું હતું. મૂડી બજાર નિયામક તંત્રએ હવે સ્પષ્ટતા કરી છે કે, જો કંપનીએ પબ્લિક ઓફર દ્વારા મૂડી ઊભી ન કરી હોય તો મોટી સંખ્યામાં પબ્લિક શેરધારકોની સંખ્યા પોતે જ નિયમોનો ભંગ કરતી નથી, અને હવે આ મામલો થાળે પડયો હોવાનું સુત્રોનું કહેવું છે.

જો કંપનીએ શેરો ઈસ્યુ કરીને પબ્લિક ફંડ એક્ત્ર કર્યું નથી, તો તે કોઈ સમસ્યા નથી. આ પૈકી ઘણા કેસોમાં ઈસોપ (કર્મચારીઓને સ્ટોક ઓપ્શન પ્લાન) ના કન્વર્ઝન અથવા અનલિસ્ટેજ માર્કેટમાં સોદાનો સમાવેશ થાય છે. ડીઆરએચપી ફાઈલિંગ સમયે એચડીબી ફાઈનાન્શિયલ પાસે ૪૧,૫૦૦થી વધુ પબ્લિક શેરધારકો હતા. જ્યારે હીરો ફિનકોર્પ પાસે લગભગ ૭૫૦૦ અને વિક્રમ સોલાર પાસે ૭૦૦૦ જેટલા હતા. ત્રણેય કંપનીઓને છેલ્લા બે અઠવાડિયામાં સેબીની આઈપીઓ માટે મંજૂરી મળી છે.

વારી એનર્જી કંપની, જે લિસ્ટેડ છે, એ આઈપીઓ પેપર્સ ફાઈલ કર્યા ત્યારે તેની પાસે લગભગ ૨૬૦૦ પબ્લિક શેરધારકો હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પણ આઈપીઓ લાવવા ઈચ્છુક અને તૈયારીમાં છે, જે રોકાણકારોના અદ્દમ્ય ઉત્સાહને કારણે એક લાખથી વધુ શેરધારકો છે. નિયમનકાર, કાનૂની નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હવે એ સ્વિકારે છે કે, ઈસોપ-કન્વર્ટે કરેલા શેરોના સેકન્ડરી ટ્રાન્સફરો કે જેમાં કંપની પ્રત્યક્ષ રીતે સંકળાયેલ નથી અને કોઈ મૂડી ઊભી કરી નથી એમાં કોઈ ધોરણોનું ઉલ્લંઘન થતું નથી. જો કે, તફાવત હકીકત પર આધારિત રહે છે.

Most Popular